નઝર નઝર માં ફેર છે બાકી દુનિયા તો એજ છે!!!/ The rest of the world is the same !!!
ૐ
નઝર નઝર માં ફેર છે બાકી દુનિયા તો એજ છે!!!
હવે આપણે આપણી એટલે કે મનુષ્યોની વાત કરીએ તો આપણે પણ એ જ કુદરતની દેન છે જેની દેન આ સુંદર પ્રકૃતિ છે. જેનો સ્વભાવ કે આતમાનો મૂળભૂત ગુણ શાંતિ, પ્રેમ, દયા, પવિત્રતા, સત્યતા અને નિતી ને ઈમાનદારી છે જેની મુજબ એને બધા સાથે વર્તવાનું હોઈ છે અને એ મુજબ જીવન જીવવાનું હોઈ છે પરંતુ આપણે આત્માના આ બધા ગુણોને ક્રોધ, લોભ, લાલચ, જૂઠ, અનીતિ અને બેઈમાનીના થર નીચે એટલા ઢાંકી દીધા છે કે આપણને હવે ખબર જ નથી પડતી કે આપણી સાચી વાસ્તવિકતા શું છે????? ઘણી વખત કોઈ ખોટું એટલી વખત બોલાઈ ગયું હોઈ કે એ સાચું જ લાગવા માંડે છે પરંતુ જયારે સાચી વાત સામે આવે ત્યારે ખબર પડે છે કે ખોટું એ ખોટું જ છે ગમે તેટલી વાર બોલાઈ કે સંભળાઈ.
આજ આપણે કેતા થયાં છે કે નિતી ને ઈમાનદારી, સચ્ચાઈ ને શાંતિ ને આ બધી કેવાની વાતો છે હકીકત સાથે કસી લેવાદેવા નથી પરંતુ આપણે આપણી જ વાસ્તવિકતાને સ્વીકાર કરવા માંગતા નથી એટલે બધામાં કેતા થયાં છે કે આ ઝમાનો જ એવો થઈ ગયો છે જ્યાં શાંતિ, પ્રેમ, દયા ને ઈમાનદારી ના ચાલે. પરંતુ આખી દુનિયામાં હજુ ઘણા એવા છે જે આ માનવતના સદગુણોને જાળવી જીવન જીવે છે અને કોને ખબર કે આવા લોકોના જ દમ પર આ દુનિયા અને માનવતા ટકી રહી હોઈ..........??
સત્યનો, નિતીનો, પ્રેમનો, દયાનો રસ્તો કદાચ થોડો મુશ્કેલ હશે પરંતુ તેના પર ચાલવું અશક્ય તો નથી જ. આ રસ્તા પર અંતે જે સાચું જીવન જીવ્યાનો જે ફળ મળે છે તે સંતોષનું ફળ, શાન્તિનું ફળ, પ્રેમનું ફળ ખુબ મીઠું લાગે છે. આ વિશે ચોક્કસ વિચારજો મિત્રો અને મને પણ જણાવશો. ફરી મળ્યે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ સ્વીકારશો 🙏🙏🙏



Satya na rasta mushkil bov che aa duniya tene jibba nthi deta
જવાબ આપોકાઢી નાખોSatya na rasta mushkil bov che aa duniya tene
જવાબ આપોકાઢી નાખોJivva nthi deta