જયારે પરિસ્થિતિ બદલવી અશક્ય હોઈ ત્યારે મનની સ્થિતિ બદલી નાખવી, જીવનમાં બધું જ એની મેળે બદલાઈ જશે...../ Changing the state of mind when it is impossible to change the situation, everything in life will change accordingly
ૐ
જયારે પરિસ્થિતિ બદલવી અશક્ય હોઈ ત્યારે મનની સ્થિતિ બદલી નાખવી, જીવનમાં બધું જ એની મેળે બદલાઈ જશે...../ Changing the state of mind when it is impossible to change the situation, everything in life will change accordingly.
જીવન જ સ્થિતિ - પરિસ્થિતિનું એક વહેણ છે જેમાં ક્યારેક ખુશીઓની ભરતી હોઈ તો ક્યારેક દુઃખની. જીવનમાં એવો પણ સમય હોઈ છે કે જયારે ખુશી અને દુઃખ બંનેની ઓટ હોઈ. બધાના જીવનને અને જીવનમાં આવતી પરિસ્થિઓને જોવાની પોતાની જ એક નજર હોઈ છે અને એ પ્રમાણે તેનું જીવન હોઈ છે. આપણા જીવનમાં આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ તે બધાનો મુખ્ય ઉદેશ સુખ શાંતિ મેળવવાનો જ હોઈ છે.
જીવનમાં દરેક હસતો માણસ સુખી હોઈ એ જરૂરી નથી. હસતો અને શાંત ચહેરો રાખવાવાળાની અંદર ખૂબ મોટીજંગ ચાલતી હોઈ છે. આપણે આપણા બાળકોને કેવી રીતે કમાવું, કેવી રીતે વ્યવસ્થિત રહેવું એતો શીખવ્યે છે પણ જીવનમાં આવતી મુશ્કેલીઓમાં કેવી રીતે વરતવું એ તો નથી આપણે શીખવાડતા કે નથી કોઈ નિશાળમાં શીખવાડતું. જોકે દરેક માણસ પોતાના અનુભવના આધારે જીવનની મુશ્કેલીઓનો સામનો કરતા શીખી જ જાય છે. તેમ છતાં એમ થાઈ કે જો પૂર આવે એ પહેલા પાળ બાંધી લીધી હોઈ તો ઘણું બધું બચાવી શકાઈ છે.
જીવનમાં ઘણી પરિસ્થિતિઓ આવતી જતી હોઈ છે અને ઘણી પરિસ્થિતિ તો એવી હોઈ છે, કે આપણે એમાં કાંઈ જ ના કરી શકીએ. જયારે આવું બને ત્યારે કાં તો આપણે ચિંતા કરીને સમય પસાર કરીએ અથવા તો મનની સ્થિતિ બદલી નાખો અને મનની સ્થિતિ બદલવા વિચારો બદલવા પડે. આ એવું નથી કે સ્વિચ દબાવીએ ને વિચાર બદલાઈ જાય. એની માટે પહેલાથી સકારાત્મક જોવાની વિચારવાની ટેવ પાડવી પડે.
કંઈ જ જીવનમાં રાતોરાત બદલાઈ નથી જતું અને જ્યારે બદલાઈ છે ત્યારે એ ખરેખર તકલીફ દાયક જ હોઈ છે. જેમકે કોરોના, વાવાઝોડું, ધરતીકંપ જેવી કુદરતી આપદાઓ અને પોતાના પરિવારજનોની કાયમી વિદાઈ. આ એવા દુઃખ અને તકલીફ છે કે જેમાં થયેલ નુકસાનની ભરપાઈ ક્યારેય નથી થતી અને એ દુઃખદાયક પરિસ્થિતિને આપણે આપણી ઈચ્છા હોવા છતાં બદલી નથી શકતા. આ દુઃખમાંથી બહાર પણ આવવું જ પડે છે. ઘણા બધા મિત્રો, સ્વજનો આવશે અને આશ્વાસન આપશે પણ એ દુઃખની પરિસ્થિતિમાંથી બહાર તો આપણે જ આવવું પડશે આથી પ્રયત્ન પણ આપણે જ કરવા પડશે. એની શરૂઆત આપણે આપણા વિચારો દ્વારા આપણા મનની સ્થિતિ બદલવી પડશે. મનની સ્થિતિ બદલાતા જ ધીમે ધીમે બધું જ બદલાઈ જશે. આમાં આપણે જ એકલવ્ય છે અને આપણે જ ગુરુ દ્રોણ. એટલે ગુરુ પણ આપણે અને શિષ્ય પણ આપણે જ. આપણે જ આપણી જાત માટે પ્રેરણા બનવું પડશે.માટે વિચાર બદલો અને મનની સ્થિતિ બદલી પરિસ્થિતિને બદલો એટલે જીવનમાં બધું જ બદલાઈ જાય છે.
તમારું શું કહેવું છે એ ચોક્કસ જણાવશો. ફરી મળીએ ત્યારે સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો, અને કોરોનાથી અને વાવાઝોડાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏





ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો