સાચો મિત્ર/સાથી કોણ?? /Who is the true friend?

ૐ 

સાચો મિત્ર/સાથી કોણ?? /Who is the true friend?

આપણે ક્યારેય એકલા નથી રહી શકતા. આપણને આપણી સાથે હંમેશા કોઈને કોઈ હોવું જ જોઈએ. મેં એવા લોકોને પણ જોયા છે જેને પોતાનાથી પણ ડર લાગતો હોઈ. ઘણા એવા પણ હોઈ છે જેઓ હંમેશા મિત્રોની ટોળકી વચ્ચે જ રહેતા હોઈ. જોકે આપણે હંમેશા લોકોથી ઘેરાયેલા જ હોઈએ છે, ક્યારેક પરિવાર તો ક્યારેક મિત્રો તો ક્યારેક સહકાર્યકરોથી તો ક્યારેક આપણા બાળકોથી. હંમેશા આપણે કોઈ મિત્ર કે સાથીની શોધમાં હોઈએ છે. મેં ઘણાને એમ કહેતા પણ સાંભળ્યા છે કે તેઓ જ્યારે ધ્યાનમાં બેસે છે ત્યારે તેમને એ શાંતિથી ડર લાગે છે. કેટલું વિચિત્ર કહેવાય!!!!આવું શા માટે?????

આખરે મોટાભાગના આપણે આ દુનિયામાં એકલા જ આવીએ છીએ અને એકલા જ જઈએ છે તો પછી જીવનમાં એવો સમય આવે કે એકલા થઈ જઈએ કે ક્યારેય એકલું રહેવું પડે તો જીવન મુશ્કેલ શા માટે લાગે છે?? ઘણી વખત આપણને આપણા કાર્યોમાં સહકાર જોઈતો હોઈ કે પછી આપણે જે કરીએ તે સાચું છે કે ખોટું છે તેનું માર્ગદર્શન જોઈતું હોઈ એટલે પણ હંમેશા સાથી કે મિત્રની જરૂર પડતી હોઈ છે. પરંતુ આપણને જે સલાહ, સૂચન કે માર્ગદર્શન આપવા વાળા આપણા સાથી, મિત્રો કે કહેવાતા શુભચિંતકો કેટલી હદે આપણને સાચી સલાહ કે સાથ આપતાં હોઈ છે???? શું કોઈ પણ મનુષ્ય ઉપર આપણે આપણી જાત કરતા વધારે ભરોસો મૂકી શકીએ છીએ?? કદાચ હા અને ના બંનેમાં જવાબ મળી શકે. પણ આપણને એ મિત્ર કે સાથી જીવનભર આમ જ સાથ નિભાવશે કે ક્યારેય એ બદલી નહી જાય તેની કોઈ ગેરંટી નથી આપતું. હું એમ નથી કહેતી કે આવા સંબંધો ના હોઈ. હોઈ છે એવા સંબંધો  પણ હોઈ છે અને એટલે જ વિશ્વાસ અને ભરોસા નામની વસ્તુઓ દુનિયામાં હજી ટકી રહી છે.

પણ સૌવથી મોટો મિત્ર અને સાથી કોણ આપણા જીવનમાં??? એનો મારા મતે એક જ જવાબ છે, પોતાની જાત, આપણે પોતે ખુદ જ આપણા સૌવથી મોટા મિત્ર, સલાહકાર, સાથી અને શુભચિંતક છીએ. ઘણી વખત આપણે કંઈક કરવાની કોશિષ કરીએ છીએ અને જ્યારે આપણે આપણા મિત્રો પાસે સલાહ કે મદદ માંગવા જઈએ ત્યારે આપણી હિંમત વધારવાને બદલે આપણને તેમના નુકસાન ફાયદા જણાવીને પાછળ પાડવાની કોશિષ કરે છે. ઘણી વખત તેમની આપણા વિશેની ચિંતા અને લાગણીઓ હોઈ છે પણ ઘણી વખત આપણને એવા મિત્રો પણ જોઈએ કે જે વિચાર્યા વગર આપણા કાર્યમાં સાથ આપે, હિંમત આપે. આટલુ થઈ જાય તો પણ અડધી જંગ ત્યાં જ જીતી જઈએ છે. પણ આવું  ના તો બને છે કે ના કોઈ એવું વિચારે છે. આપણી હિંમત, આપણો આપણી જાત ઉપર ભરોસો અને આપણો આત્મવિશ્વાસ જ આપણા સાચા સાથી અને સાચા મિત્રો છે. આપણે સલાહ,  સૂચન અને માર્ગદર્શન લેવા તો બધા પાસે જઈ શકીએ છીએ પણ એમાંથી શું માનવું અને શું કરવું એની સલાહ આપણને આપણે પોતે  આપવાની હોઈ છે આથી ક્યારેય પોતાની જાતને કે પોતાની અંદરના અવાજને અવગણવો નહી. અંતે તો આપણે જ આપણા સાથી, મિત્ર અને સલાહકાર છે. જ્યારે આપણને એમ થાઈ કે હું સાચો છું અને આપણો અંતરઆત્મા એ ગવાહી આપે ત્યારે જરાએ ગભરાયા વગર અરીસામાં જોઈને પોતાની જાતને કહેવું કે તું ચિંતા ના કર આપણે ફોડી લઈશું. ક્યારેક આટલુ કરીને જોજો તમારી અંદર એક અજબનો આત્મવિશ્વાસ અને હિંમતનો અનુભવ કરશો.

મિત્રો, ક્યારેય એકલા થઈ જવાથી કે પોતાની જાતથી ડરવું નહી. આવું થાઈ ત્યારે એમ માનજો કે ઈશ્વરે પોતાની જાતને શોધવાનો સમય આપ્યો છે અને તેનો ખૂબ ફાયદો લેવો અને પોતાની જાતનું ઘડતર કરવું. બરોબર ને!!!! તમારા વિચારો ચોક્ક્ક કમેન્ટ કરીને જણાવશો. ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏મારા બીજા બ્લોગ્સ વાંચવા માટે જુઓ shamdivine.blogspot.com

તમારા દરરોજના સાથ માટે ખૂબ ખૂબ આભાર.



ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday