મહા શિવરાત્રી / Maha Shivratri

 

મહા શિવરાત્રી


આજ મહા શિવરાત્રીનો પાવન દિવસ. ભગવાન ભોળાશંભુની ભક્તિનો દિવસ. આપણાથી થાઈ તો વિધિવિધાન પૂર્વક ભગવાન શિવની પૂજા અર્ચના કરવી જો એ ના થાઈ તો  મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો અને એ પણ ના થાઈ તો ૐ નમઃ શિવાય નો જાપ કરવો. પ્રભુ એકદમ ભોળા છે ભાવના ભૂખ્યા છે. તમારી પૂજામાં એકાદ સામગ્રી ઓછી હશે તો ચાલશે પણ તમારી ભાવનામાં ખોટ હશે તો પ્રભુ નહિ ચલાવી લે.

God એટલે generator, operator and distroyer એટલે કે બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને શિવજી

ભગવાન એટલે (ભ = ભૂમિ, ધરતીમા, ગ = ગગન, આકાશ અને ગરમી, અગ્નિ વા = વાયુ, ન = નીર, પાણી ) આ પાંચ મહા તત્વોથી જ આ સૃષ્ટિ અને આપણું શરીર બનેલું છે અને જીવનના અંતે પાછુ એમાં જ ભળી જવાનું છે.

લોકો કહે છે કે ભગવાન છે કે નહિ કોઈએ જોયા નથી. આપણે કોઈ યોગી સાધુ કે મહાન ભક્ત નથી એક સંસારી છે. આપણે કોઈએ તપ નથી કર્યુ એટલે આપણે ભગવાન જોયા નથી. સાચી વાત છે આપણે ભગવાનને સદેહે નથી જોયા પરંતુ આપણે હંમેશા એમનો અનુભવ કરીએ જ છીએ બસ ક્યારેય એ તરફ ધ્યાન જ નથી આપ્યું.


ક્યારેય એવુ બન્યું છે કે તમે વહેલી સવારે બગીચામાં ચાલીને જતા હોઈ ને  ઠંડી ઠંડી હવાનો સ્પર્શ થયો હોઈ!!! શિયાળાની તાજગીભરી સવારનો કુમણો કુમણો તડકો તમારા ચહેરાને ગજબની ગરમાહટ આપતો હોઈ, પહેલા વરસાદના પાણીના એ ટીપાએ તમારા શરીરને સ્પર્શ કર્યો જ હશે, ખુલ્લા પગે બગીચાનાએ લીલાછમ ઘાસ ઉપર ચાલવાથી જે અદ્ભૂત અનુભવ થાઈ છે તે બધું શું છે????? બરોબર સમજ્યા!!!! એ બીજું કાંઈ નહિ પણ ડગલે ને પગલે થતો એ પરમાત્માનો અનુભવ છે જે આપણા જીવનને એમની કૃપાથી ભરી દયે છે અને આપણે મનુષ્યો હંમેશા નજરઅંદાજ કરતા રહીએ છીએ. આજથી ચોક્કસ તમારી દ્રષ્ટિને બદલો અને જુઓ એ પરમાત્માનો ચમત્કાર. એક સાવ નાનકડું બીજ કેટલું મોટું વૃક્ષ બની જાય છે કેટલું અજબ કહેવાય!!!

દરેકે ધર્મના ઈશ્વરે એક સરખો જ સંદેશ આપ્યો છે કે " મેં જે તમને  આપ્યું છે તેને દુનિયામાં આનંદથી, પ્રેમથી, એકબીજા સાથે વહેંચીને, એકબીજાની મદદ કરીને, એકબીજાનું ધ્યાન રાખીને આનંદથી જીવો ".

આપણને ઈશ્વરે જે આપ્યું છે તેનાથી આ સુંદર સૃષ્ટિને વધુ સુંદર બનાવવાની છે. જો ભગવાને તમને તનથી મજબૂત બનાવ્યા હોઈ તો તનથી સેવાના સદકાર્યો કરીએ, જો ઈશ્વરે ધનવાન બનાવ્યા હોઈ તો ધનથી સેવાના કાર્યો કરીએ અને જો કદાચ તનથી કે ધનથી સક્ષમ ના બનાવ્યા હોઈ તો પણ મનથી બીજાના કલ્યાણની કામના કરીએ એ પણ સેવાનું જ એક ઉત્તમ કાર્ય છે. તો મિત્રો આજના આ પાવન મહા શિવરાત્રીના પાવન દિવસે એક નિયમ ચોક્કસ બનાવીએ કે આપણને જે શક્તિ આપી હોઈ તે શક્તિ દ્વારા દરરોજ એક એવું ઉત્તમ કાર્ય કરીએ કે ઈશ્વરના વ્હલા થઈએ.

તમારું શું કહેવું છે મિત્રો ચોક્કસ જણાવશો. ફરી મળીએ ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ અને મહા શિવરાત્રીની ખુબ શુભકામનાઓ, દેવાધિદેવ મહાદેવની કૃપા સદાય આપણી ઉપર બની રહે એવી શુભકામના સાથે ફરી મળીએ ત્યાં સુધી 🙏🙏🙏

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday