મહા શિવરાત્રી / Maha Shivratri
ૐ
મહા શિવરાત્રી
આજ મહા શિવરાત્રીનો પાવન દિવસ. ભગવાન ભોળાશંભુની ભક્તિનો દિવસ. આપણાથી થાઈ તો વિધિવિધાન પૂર્વક ભગવાન શિવની પૂજા અર્ચના કરવી જો એ ના થાઈ તો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો અને એ પણ ના થાઈ તો ૐ નમઃ શિવાય નો જાપ કરવો. પ્રભુ એકદમ ભોળા છે ભાવના ભૂખ્યા છે. તમારી પૂજામાં એકાદ સામગ્રી ઓછી હશે તો ચાલશે પણ તમારી ભાવનામાં ખોટ હશે તો પ્રભુ નહિ ચલાવી લે.
God એટલે generator, operator and distroyer એટલે કે બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને શિવજી
ભગવાન એટલે (ભ = ભૂમિ, ધરતીમા, ગ = ગગન, આકાશ અને ગરમી, અગ્નિ વા = વાયુ, ન = નીર, પાણી ) આ પાંચ મહા તત્વોથી જ આ સૃષ્ટિ અને આપણું શરીર બનેલું છે અને જીવનના અંતે પાછુ એમાં જ ભળી જવાનું છે.
લોકો કહે છે કે ભગવાન છે કે નહિ કોઈએ જોયા નથી. આપણે કોઈ યોગી સાધુ કે મહાન ભક્ત નથી એક સંસારી છે. આપણે કોઈએ તપ નથી કર્યુ એટલે આપણે ભગવાન જોયા નથી. સાચી વાત છે આપણે ભગવાનને સદેહે નથી જોયા પરંતુ આપણે હંમેશા એમનો અનુભવ કરીએ જ છીએ બસ ક્યારેય એ તરફ ધ્યાન જ નથી આપ્યું.

દરેકે ધર્મના ઈશ્વરે એક સરખો જ સંદેશ આપ્યો છે કે " મેં જે તમને આપ્યું છે તેને દુનિયામાં આનંદથી, પ્રેમથી, એકબીજા સાથે વહેંચીને, એકબીજાની મદદ કરીને, એકબીજાનું ધ્યાન રાખીને આનંદથી જીવો ".
આપણને ઈશ્વરે જે આપ્યું છે તેનાથી આ સુંદર સૃષ્ટિને વધુ સુંદર બનાવવાની છે. જો ભગવાને તમને તનથી મજબૂત બનાવ્યા હોઈ તો તનથી સેવાના સદકાર્યો કરીએ, જો ઈશ્વરે ધનવાન બનાવ્યા હોઈ તો ધનથી સેવાના કાર્યો કરીએ અને જો કદાચ તનથી કે ધનથી સક્ષમ ના બનાવ્યા હોઈ તો પણ મનથી બીજાના કલ્યાણની કામના કરીએ એ પણ સેવાનું જ એક ઉત્તમ કાર્ય છે. તો મિત્રો આજના આ પાવન મહા શિવરાત્રીના પાવન દિવસે એક નિયમ ચોક્કસ બનાવીએ કે આપણને જે શક્તિ આપી હોઈ તે શક્તિ દ્વારા દરરોજ એક એવું ઉત્તમ કાર્ય કરીએ કે ઈશ્વરના વ્હલા થઈએ.
તમારું શું કહેવું છે મિત્રો ચોક્કસ જણાવશો. ફરી મળીએ ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ અને મહા શિવરાત્રીની ખુબ શુભકામનાઓ, દેવાધિદેવ મહાદેવની કૃપા સદાય આપણી ઉપર બની રહે એવી શુભકામના સાથે ફરી મળીએ ત્યાં સુધી 🙏🙏🙏




Chalo bdha sathe mli ne sd karya
જવાબ આપોકાઢી નાખોni saruaat kriye.