પોસ્ટ્સ

નવેમ્બર, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જિંદગીની મજા શેમાં?

છબી
કેવું લાગે? જયારે બધું જ જીવનમાં સરસ ચાલતું હોય, બધું જ એકદમ પરફેક્ટ હોય. તમે કહેશો કે એવું થોડું બને કોઈ દિવસ, અથવા તો તમે કહેશો કે, જો એવું બને તો તો મજા જ આવી જાય! બરોબર ને! પણ હકીકતમાં વિચાર કરવો જોઈએ કે જો જીવનમાં બધું જ સુંદર રીતે ચાલતું હોય ત્યારે આપણા મનની સ્થિતિ કેવી હોય? જોકે ત્યારે એ સમયમાં તો આપણે સાવ અલગ જ મનોસ્થિતિમાં હોતા હોઈએ છે. તમે, આ ખાલી વાંચશો જ નહિ, તેને કરીને પણ જોજો. થોડા દિવસ એવા કોઈ રસ્તા ઉપર ચાલવા જજો જ્યાં ક્યાંય કોઈ ઉબડ ખાબડ ના હોય. સરસ મજાનો એક સરખો સુંદર સમથળ રસ્તો હોય. એક દિવસ મજા આવશે, બે દિવસ મજા આવશે, ત્રણ દિવસ મજા આવશે, અરે બહુ તો અઠવાડિયું કે દસ દિવસ પછી તમે પોતે જ કેશો કે આજે આપણે બીજી બાજું ચાલવા જઈએ. આ હકીકત છે અને અજમાવવા જેવી છે. એટલે જો જીવનમાં પણ બધું પરફેક્ટ જ હોય તો આપણે પોતે જ કંઈક એવું કરશું કે થોડું બદલાય. ક્યારેય કોઈને એક સરખી ઘટમાળ ભરી જિંદગી નથી ગમતી. એટલે જ કદાચ આપણા પૂર્વજોએ આ એક સરખી ઘટમાળમાંથી બહાર આવવા માટે આ તહેવારો અને તેની ઉજવણી, આનંદ ઉલ્લાસ માટેની વ્યવસ્થા કરી હશે. અને જેટલાં નાના મોટાં તહેવાર ભારતીય સંસ્કૃતિમાં છેને તેટલા કદ...

ફરી મળ્યા.../ Meet again....

છબી
આજે લગભગ બે વર્ષથી પણ વધારે સમય થઈ ગયો. શું લખુ? શેના વિશે લખુ? કંઈ ખબર નથી. પણ આ બે વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું છે. હું એમ નહિ કહું કે ખરાબ કારણ કે સમયની સાથે ચાલવું મને પહેલાથી જ ગમે છે. હું હંમેશા આજમાં જીવવામાં માનું છું પણ એમ નહિ કહું કે કાલનો વિચાર ના કરવો. ચોક્કસ કરવો કારણ કે ક્યાં જવું છે, એ તો આપણને ખબર હોવી જ જોઈએ. આથી કોઈ પણ કામ કરીએ તેની માટે  નિર્ધારિત ધ્યેય નક્કી કરવું, કેવી રીતે ત્યાં પહોંચવું? ત્યાં પહોંચતા પહેલા શું શું તકલીફો આવશે? એની માટે શું શું તૈયારી રાખવી વગેરે વગેરે વિચારવું તો જોઈએ જ. આ બધું કરવું એટલે એમ નહિ કે આપણે વર્તમાનમાં નથી જીવતા. આપણે આપણી બધી જવાબદારીઓ નિભાવતા, જોતા આપણે ભવિષ્ય માટે પણ જોવાનું છે. લોકો આ કરે પણ છે પણ એક ભૂલ ત્યાં કરે છે કે જયારે ભવિષ્યમાં વધારે ખુશ થવા માટે વર્તમાનની નાની મોટી ખુશીઓ માણવાનું અને જીવવાનું મોકૂફ કરી દયે છે. આપણે ભવિષ્ય માટે બધું જ કરીએ પણ આજના બદલામાં નહિ. ભવિષ્યના કામોની તૈયારીમાં ચોક્કસ ધ્યાન દઈએ પણ તેના પરિણામ વિશેની ચિંતા આજથી નહિ. જયારે આપણે કામમાં આપણું 100% આપીએ એ પછી પરિણામની ચિંતા ઈશ્વરના હાથમાં સોંપી દેવ...