જિંદગીની મજા શેમાં?


કેવું લાગે? જયારે બધું જ જીવનમાં સરસ ચાલતું હોય, બધું જ એકદમ પરફેક્ટ હોય. તમે કહેશો કે એવું થોડું બને કોઈ દિવસ, અથવા તો તમે કહેશો કે, જો એવું બને તો તો મજા જ આવી જાય! બરોબર ને! પણ હકીકતમાં વિચાર કરવો જોઈએ કે જો જીવનમાં બધું જ સુંદર રીતે ચાલતું હોય ત્યારે આપણા મનની સ્થિતિ કેવી હોય? જોકે ત્યારે એ સમયમાં તો આપણે સાવ અલગ જ મનોસ્થિતિમાં હોતા હોઈએ છે.
તમે, આ ખાલી વાંચશો જ નહિ, તેને કરીને પણ જોજો. થોડા દિવસ એવા કોઈ રસ્તા ઉપર ચાલવા જજો જ્યાં ક્યાંય કોઈ ઉબડ ખાબડ ના હોય. સરસ મજાનો એક સરખો સુંદર સમથળ રસ્તો હોય. એક દિવસ મજા આવશે, બે દિવસ મજા આવશે, ત્રણ દિવસ મજા આવશે, અરે બહુ તો અઠવાડિયું કે દસ દિવસ પછી તમે પોતે જ કેશો કે આજે આપણે બીજી બાજું ચાલવા જઈએ. આ હકીકત છે અને અજમાવવા જેવી છે. એટલે જો જીવનમાં પણ બધું પરફેક્ટ જ હોય તો આપણે પોતે જ કંઈક એવું કરશું કે થોડું બદલાય.
ક્યારેય કોઈને એક સરખી ઘટમાળ ભરી જિંદગી નથી ગમતી. એટલે જ કદાચ આપણા પૂર્વજોએ આ એક સરખી ઘટમાળમાંથી બહાર આવવા માટે આ તહેવારો અને તેની ઉજવણી, આનંદ ઉલ્લાસ માટેની વ્યવસ્થા કરી હશે. અને જેટલાં નાના મોટાં તહેવાર ભારતીય સંસ્કૃતિમાં છેને તેટલા કદાચ દુનિયાની કોઈ સંસ્કૃતિમાં નહિ હોય. એટલે જ મને સપ્ટેમ્બરથી નાતાલ સુધીના દિવસોમાં કામના દિવસો વધુ હોવા છતાં પણ એક આનંદ આવે છે કે જેમાં આપણે નવરાત્રી, દિવાળી, હૅલોવીન, બોનફાયર નાઈટ, દેવદિવાળી અને નાતાલ જેવા તહેવારો ઉજવીએ છીએ અને કામના દિવસોને પણ વધુ રસપ્રદ બનાવીએ છીએ. જોકે નવરાત્રી, દિવાળી સિવાયના તહેવારો તો ખ્રિસ્તી ધર્મના છે પણ આપણે તો જ્યાંથી અને જેમાંથી આનંદ મળે તેને માણવામાં માનીએ છીએ એટલે આત્માના સ્વાભાવ પ્રમાણે આનંદ કરીએ છીએ.
આપણે જયારે ભૂતકાળ ને પકડી રાખીએ ત્યારે અને ભવિષ્યની ચિંતા વર્તમાનમાં કરીએ ત્યારે ક્યારેય આપણે ક્યારેય સુખી કે આનંદમાં નથી રહી શકતા. જિંદગીની મજાતો અત્યારની પળમાં છે. જો માણી લીધી તો આપણી અને ચિંતામાં વિતાવી તો ચિતાની.
તો બસ આજે એટલું જ ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને આનંદમાં રહો અને બીજાને પણ આપો

આભાર સાથે shamdivine ના પ્રણામ 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

આજ જન્માષ્ટમી.......

સુખી થવું અઘરું નથી પણ બીજા કરતા વધારે સુખી થવું એ મુશ્કેલ છે../It is not difficult to be happy but it is difficult to be happier than others.