ગૂડ ફ્રાયડે / Good Friday
🕉
ગૂડ ફ્રાયડે / Good Friday
આજ બીજી તારીખ બે નો આંકડો જિંદગીમાં કયારેય નહિ ભુલાઈ. જયારે આવશે ત્યારે મેં મારું મહત્વનું મારું ગુમાવ્યાનું યાદ હંમેશા આવશે. જોકે ભુલાતું તો ક્યારેય નથી પણ યાદ એ રીતે કરું છું કે મનમાં અને ચહેરા ઉપર એક સ્મિત આવી જાય અને એને મારી આજુબાજુમાં જ હોવાનું અનુભવું છું.
ખુબ જ અઘરી હોઈ છે પોતાના સ્વજનની એ વિદાઈ એને એ જ સમજી શકે જેણે પોતાનાને ગુમાવ્યા હોઈ. પણ ઘણી વખત સ્વીકારવું ખૂબ અઘરું થઈ પડે છે કારણકે આપણે ક્યારેય એના વગરના જીવનની કલ્પના જ ના કરી હોઈ. જયારે અપેક્ષા હોઈ તેના કરતા ઓછું મળે તો ચોક્કસ નિરાશા અને દુઃખ થાઈ જ. પણ ફરીથી એ કુદરતના અટલ નિયમ આગળ કાળા માથાનો માનવી ખૂબ ટૂંકો પડે. આપણા માટે એની શું યોજનાઓ હોઈ એ તો એ જાણે પણ આપણા જીવનમાં સ્વજનની વિદાઈ ભૂકંપ લઈ આવે છે. અને આ ભૂકંપમાં જો તમે તમારા આત્માનું ઘડતર આધ્યાત્મિકતાથી કર્યુ હશે તો આંચકો ચોક્કસ લાગશે પણ મકાન તૂટીને વેરવિખેર નહિ થાઈ. બાકી ઈશ્વરે આ બધી રચના જ એ રીતે કરી છે કે એનું તંત્ર ચાલુજ રહે અને સમય નામની દવા બધા માટે આપીજ છે. સમય ગમે તેવા દુઃખમાંથી બહાર લઈ આવે છે અથવા હળવું તો કરી જ દયે.
આજ good friday એટલે કે આજના દિવસે ઈશુખ્રિસ્તને ક્રોસ ઉપર ચડાવવમાં આવ્યા હતા. રોમન રાજાએ તેમને ક્રૂરતા પૂર્વક માથા ઉપર કાંટાનો તાજ પહેરાવી, લાકડાના ક્રોસ ઉપર ચડાવી હાથમાં અને પગમાં ખીલ્લા મારી લટકાવી દીધા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું અને પછી તેમને એક ગુફામાં દાંટી દઈને આડો મોટો પથ્થર રાખી ગુફા બંધ કરી દીધી. તે પછી ત્રીજા દિવસે જયારે ત્યાં કોઈ ગયું ત્યારે તેમણે એ વિશાળ પથ્થર હટેલો જોયો અને ઈશુના શરીરને ત્યાં ના જોયું પરંતુ ઘણાએ તેમને દિવ્ય શરીર એટલે કે આત્મારૂપે જોયા. એ દિવસ સોમવાર એટલે કે easter monday હતો.
આથી ત્યારથી આ ઈસ્ટર (Easter) ઉજવાઈ છે જે નવી જિંદગી મળવાના પ્રતીકરૂપ છે. આથી easter egg નું મહત્વ પણ નવું જીવન, પ્રકૃતિમાં પણ વસંત છવાયેલી હોઈ છે જે નવા જીવનનું જ પ્રતીક છે. આમ આ રીતે નાતાલ એટલે કે ક્રિસ્મસ પછી ઈસ્ટર પણ ખ્રિસ્તીઓનો ખૂબ મહત્વનો અને મુખ્ય તહેવાર છે. લોકો ચર્ચમાં જાઈ પ્રાર્થના કરે, એક બીજાને ચોકલૅટ ભેટમાં આપે જેને ઈસ્ટર એગ કહે છે અને રજાઓ હોવાથી અને આ સમયે હવામાન પણ સારુ હોવાથી સરસ રીતે ઉજવે છે.
આમ easter નવી જિંદગીના ઉદયનો તહેવાર છે. જોકે આ વખતે કોરોનાને લીધે એટલી ચહલ પહલ નથી પણ તોયે લોકો પોતાના અંગત પરિવારજનો સાથે મજા તો કરશે જ.
આ તહેવાર મારી દ્રષ્ટિએ હું જોવ તો લાગે કે ઈશ્વર જીવનમાં ક્યારેય એક જ પરિસ્થિતિ કાયમ માટે નથી આપતો. જીવનમાં દરેકે અંધારી કાળી રાત પછી એક સુંદર સવાર આવે જ છે, દરેક અમાસ પછી પૂનમ આવે જ છે, દરેક વસંત પછી પાનખર આવે જ છે એવી રીતે જીવનમાં પણ દરેક દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ આવે જ છે જરૂર છે તો ફક્ત એ પરમપિતા ઉપરના વિશ્વાસની, થોડી હિંમતની અને ખુબ બધી ધીરજની જે ગમે તેવો સમય હોઈ તેને સહેલાયથી પાર કરાવી દયે. બરોબરને મિત્રો!!! કમેન્ટ્સ દ્વારા તમારા વિચારો ચોક્કસ જણાવશો.
બધાને આ સુંદર easter ના પવિત્ર તહેવારની શુભકામનાઓ. હંમેશા સ્વસ્થ રહો, મસ્ત રહો. ફરી મળીએ ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
જવાબ આપોકાઢી નાખોVery good article. Loko ne himat male ke strong ne positive revathi kharaab samay e chalyo jasse.
જવાબ આપોકાઢી નાખોઆ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
જવાબ આપોકાઢી નાખોમાનવતા થી મોટો ધમઁ બીજો કોઇ નથી....ૐ શાંતિ👍👍
જવાબ આપોકાઢી નાખો