વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day
ૐ
વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day
આપણે બધાએ ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે World Environment Day ના મેસેજ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યા. મેં પણ કર્યા. પણ શું આપણે ખરેખર એના વિશે કંઈ જાણીએ છીએ??? આજ થોડી વાત વિશ્વ પર્યાવરણ દિવસ ઉપર કરીએ.
આજથી લગભગ લગભગ 47 વર્ષ પહેલા 5 જૂન 1974 થી આ વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત થઈ. તે પહેલા 1972માં પ્રથમ થઈ હતી તે પછી દર વર્ષે આ UN એટલે કે યુનાઈટેડ નેશન દ્વારા ચાલુ કરવામાં આવ્યો અને UN માં જોડાયેલા બધા દેશો વારાફરતી જુદી જુદી થીમ ઉપર હોસ્ટ ( યજમાન બને ) કરે. 2021 ના યજમાન દેશ પાકિસ્તાન હતો અને થીમ હતી Ecosystem restoretion. આમ પૃથ્વી પરના બધા દેશો, હવા, પાણી, ખોરાક, પર્યાવરણ, આપણી કુદરતી ખનીજ સંપત્તિ, પૃથ્વીને સુરક્ષિત કરતું ઓઝોન લેયર, બીજી જીવ સૃષ્ટિ એટલે કે પશુ પંખીઓ વગેરે ઉપર જુદી જુદી થીમ નક્કી કરે, એક સ્લોગન એટલે કે એક નારો આપે અને તેની ઉપર કામ કરે.
આપણે થોડા જોઈએ તો,
2005 - Green Cities – Plan for the Planet
2006 - Deserts and Desertification – Don't Desert Drylands!
2007 - Melting Ice – a Hot Topic?
2008 - Kick The Habit – Towards A Low Carbon Economy
2009 - Your Planet Needs You – Unite to Combat Climate Change
2010 - Many Species. One Planet. One Future
2011 - Forests: Nature at your Service
2012 - Green Economy: Does it include you?
2013 - Think.Eat.Save. Reduce Your Foodprint
2014 - Raise your voice, not the sea level
2015 - Seven Billion Dreams. One Planet. Consume with Care
2016 - Zero Tolerance for the Illegal Wildlife trade
2017 - Connecting People to Nature – in the city and on the land, from the poles to the equator
2018 - Beat Plastic Pollution
2019 - Beat Air Pollution
2020 - Time for Nature
2022 - Ecosystem Restoration
આવી રીતે જુદા જુદા પર્યાવરણના વિષયો પસંદ કરી તેની ઉપર ઘણી યોજનાઓ બને, વિશ્વતરીય કક્ષાએ કાર્યો થાઈ અને લોકોને પર્યાવરણની સુરક્ષા વિશે જાગૃત કરે. ખૂબ સુંદર અને ખૂબ મોટું કાર્ય છે. બધાએ તેમાં ભાગ લઈ પોતાનું યોગદાન આપવું જ જોઈએ.
આપણે આપણા પરિવાર સાથે જે ઘરમાં રહીએ છીએ તે ઘરની કેટલી સંભાળ લઈએ છે. તેને ચોખ્ખું રાખીએ, તેમાં બધી જ સુખ સગવડતાઓ હોઈ તેની વ્યવસ્થા કરીએ, આગળ પાછળ સુંદર બગીચો બનાવીએ, ચોખ્ખા હવા, પાણી અને ખોરાકની વ્યવસ્થા કરીએ અને આ બધું આપણે જીવીએ ત્યાં સુધી તો ઠીક પણ આપણી સાત પેઢીને માટે પણ બધી મિલ્કતને પૈસા સાચવીને રાખીએ છીએ, ભેગા કરીએ છીએ અને હોઈ છતાં કમાવાનું ચાલુ જ રાખીએ છીએ. સાચુંને મિત્રો?????
આપણે બધા જ જાણીએ છીએ કે આપણે આ ઈશ્વરની દુનિયામાંથી કંઈ જ લઈ જવાના નથી પણ પાછળ આપણા સુંદર કાર્યો દ્વારા સુંદર દુનિયા તો મૂકી જ શકીએ. કોને ખબર છે કે ફરીથી આપણે જ પાછા આપણા સારા ખરાબ કર્મોના ફળ ભોગવવા પાછા આવતી પેઢી (next genration ) બનીને આવશું તો???? છે ને વિચારવા જેવું!!!!
કુદરત તો આપણને સમયાંતરે ચેતવણી આપતો જ રહે છે પણ આપણે મનુષ્યો આપણા સ્વાર્થ માટે પર્યાવરણનું ખૂબ નુકસાન કરીએ છીએ. જોકે તેમાં પર્યાવરણની સાથે આપણું જ નુકસાન થાઈ છે. તો જાગીએ મિત્રો!!! આજ દુનિયાને ધર્મના નામે અને જમીનના ટુકડાઓ ઝડપવાના નામે તો લડતી જોઈ છે પણ સુંદર પર્યાવરણ વગર આપણું જ અસ્તિત્વ જોખમમાં છે તો આ બધી લડાઈઓ એમ જ રહી જશે. આ દિવસ મારાં જન્મ પહેલાનો ઉજવાઈ છે પણ મેં ક્યારેય ભણતા ત્યારે આ વિશે સાંભળ્યું નોહતું. પણ આજ આના વિશેની માહિતી અને સમયની ગંભીરતા બાળકોને નાની ઉંમરથી આપવી જોઈએ અને એક દિવસ માટે નહી પણ હંમેશા પર્યાવરણની સુરક્ષાનો અને તેની જાળવણીનો પ્રચાર પ્રસાર અને કાર્યક્રમો થતા રહેવા જોઈએ. દરેકે પોતાના સ્તરે પર્યાવરણ બચાવો અભિયાન કરવું જ જોઈએ. ચોખાઈ રાખવી, વૃક્ષ વાવો અને તેની જાળવણી પણ કરો, રિસાયકલિંગનો વિકલ્પ હોઈ ત્યાં એ ચોક્કસ અપનાવો. આવા નાના પગલાં દરેક વ્યક્તિ લઈ શકે છે. અત્યારે આ બધું સમજાવવા કોરોના જ બસ છે. તો હજી મોડું નથી થયું તો ચાલો પર્યાવરણ બચવીએ અને આપણી દુનિયા સુંદર બનાવીએ.
તમારા વિચારો મારી સાથે ચોક્કસ વહેંચશો. ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખુબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏









ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો