સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

 ૐ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

આ સંભળાવવું અને સાંભળવું, એવું નથી કે આપણા સમાજમાં જ બને છે દુનિયાના દરેક દેશના લોકો વચ્ચે થાઈ જ છે.બસ એટલું જ કે આપણા ભારતીય પરિવારોમાં વધારે થાઈ છે કારણ કે આપણા ભરતીયોમાં બીજા કરતા વધારે સંયુક્ત પરિવારો હોઈ છે. જ્યાં બધા સાથે રહેતા હોઈ ત્યાં કંઈક તો ખટરાગ ચાલુ હોઈ જ છે. પેલી કહેવત છે ને કે ચાર વાસણ ભેગા હોઈ તો ખખડે પણ ખરા.

આ વાસણોને આપણે જ મૂકીએ છીએ અને આપણે જ ખખવાડીએ છીએ. પણ સબંધોમાં એવું નથી. સાથે હોઈ પણ એકબીજા વચ્ચે સમજણ ના હોય તો વાસણોની જેમ સબંધો પણ ખખડે છે. દરેક ઘર અને પરિવારોમાં સાથે રહેતા હોઈ કે જુદા રહેતા હોઈ પણ એવા સભ્યો હોઈ જ છે જેને વાતે વાતે દુઃખ લાગે, ગમે તેટલું કરો તોયે ઓછું આવે અને જરાક એવી પણ ભૂલ થાઈ તો બોલ્યા  વગર કે સંભળામળી કર્યા વગર ના જ રહે. આપણે બધાએ આ જોયું જ હશે. જયારે પણ તૈયારી કરતા હોઈએ ત્યારે એને ચોક્કસ યાદ કરશું અને કહેશું પણ ખરા કે સરખી રીતે કરજો નહીંતર એમનું સાંભળવું પડશે. આ બધા આપણા મનુષ્ય સ્વાભાવના ખેલ છે.

પણ પરિવારમાં કોઈ એવું પણ ચોક્કસ હોઈ છે જે બધું સાંભળ્યા પછી પણ સંભાળી લ્યે છે અને કોઈને મનદુઃખ થવા નથી દેતા. પણ આવું કરવા માટે મોટા ગજાનું હૃદય જોઈએ. દરેક વ્યક્તિના હાથની વાત નથી. જો એવું કોઈ સભ્ય પરિવારમાં હોઈ તો જાણજો કે એની અંદર ખૂબ ધીરજ અને સમજણ છે. એવી વ્યક્તિ પોતાના કાર્યોના ગુણગાન નહીં ગાય પણ હંમેશા બીજાના કાર્યોને પ્રોત્સાહન આપશે. જયારે પરિવારના સભ્યોમાં બોલાચાલી થતી હોઈ ત્યારે શાંતિથી સાંભળી લેશે અને પછી કંઈ ના બન્યું હોઈ એમ બધાને મનાવી પણ લેશે અને એક સમજદારી દાખવશે. ઘણી વખત બીજાની નાદાની કે અણસમજ જાણી પોતાનું અપમાનનો ઘૂંટ પણ પી જશે અને સામેની વ્યક્તિને માફ પણ કરી દેશે. આવું કાં તો એ પરિવારનું મૂલ્ય સમજે છે એટલે કરશે અને કાં તે ખરેખર દિલથી ખૂબ સારી વ્યક્તિ હશે અને તેણે પરિવારની શાંતિ માટે ઘણી બાંધછોડ કરી હશે. આવી વ્યક્તિની કિંમત કરનાર પરિવાર માં કોઈ હોઈ તો તો ઠીક છે પણ એ વ્યક્તિને એની અપેક્ષા પણ નથી.

દરેકની એક મર્યાદા હોઈ છે. જુલ્મ કરવાવાળો ત્યાં સુધી જ જુલ્મ કરી શકે છે જ્યાં સુધી સહન કરવાવાળો તેનો વિરોધ ના કરે. એની જેમ સારી વ્યક્તિઓની પણ એક હદ હોઈ છે. ઘણી વખત પોતાના પરિવાર માટે અને તેની શાંતિ માટે તે પોતાનું અપમાન પણ સહન કરી જાય છે પણ જયારે પાણી માથાથી ઉપર વયું જાય ત્યારે પોતાના અસ્તિત્વ માટે લડવું જ પડે છે. પણ હૂં તો કવ ક્યારેય મીઠા ઝાડના મૂળ્યા ખાવા ના જોઈએ કારણ કે આપણે એમ કરીને એ ઝાડને જ ખતમ કરી રહ્યા હોઈ છે. બસ આજ રીતે પરિવારને સંભાળી લેતી વ્યક્તિ પરિવારમાં હોઈ તો એની કિંમત અને કદર કરવી જ જોઈએ.

તમે શું કહો છો મિત્રો???? ચોક્કસ જણાવશો. બધાને ઈશ્વર ખૂબ સ્વસ્થ રાખે, મસ્ત રાખે અને ખૂબ આનંદમાં રાખે એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

આજ જન્માષ્ટમી.......

સુખી થવું અઘરું નથી પણ બીજા કરતા વધારે સુખી થવું એ મુશ્કેલ છે../It is not difficult to be happy but it is difficult to be happier than others.