હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

 

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

ગમે તે વસ્તુ, વ્યક્તિ, વાત, કે બીજું કંઈપણ હોઈ, આપણી પાસે પસંદગી કરવાનાં કેટલા વિકલ્પો હોઈ છે??? તમે કહેશો કે હોઈ તો ઘણા બધા પણ આપણે બીજાને કેટલા આપીએ છીએ અને બીજા આપણને કેટલા આપે છે?? છેને વિચારવા જેવું..........

હંમેશા આપણી પાસે વધારે ના હોઈ તો કંઈ નહી પણ બે વિકલ્પ તો હોઈ જ છે. જોકે આપણે નાના હતા ત્યારે આપણને લગભગ ના કે બરાબર વિકલ્પ આપવામાં આવતો. નાનકડા હતા ત્યારથી લઈને તે છેક અત્યાર સુધી આપણે હંમેશા સમજૂતીઓ સાથે જ પસંદગી આપવામાં આવતી. જોકે બાલમંદિર, પ્રાથમિક શાળા પછી માધ્યમિક શાળા, જેમાં આવ્યા પછી વિષયોની પસંદગી કરવાની હોઈ. આજથી ત્રીસ વર્ષ પહેલા સાઇન્સ, કોમર્સ અને આર્ટસ આ જ હતા અને આમાંથી જ પસંદગી કરવાની હોઈ જોકે દસમામાં પછી બારમા સુધી તો ત્યારે ઘણાની વિકેટ પડી ગઈ હોઈ એટલે કે છોકરો હોઈ તો પિતાના ધંધામાં લગાડી દીધો હોઈ અને છોકરી હોઈ તો લગ્નની વાતો ચાલુ થઈ ગઈ હોઈ. જોકે એ સમયે એટલું બધું કરિયર ( કારકિર્દી ) બનાવવાનું ને આગળ વધવાનું ને ના તો કોઈ મોટિવેશન હતું કે ના એવું કોઈ વાતાવરણ હતું. પરંતુ અત્યારની વાત સાવ જુદી જ છે.

સમય હંમેશા બદલાતો રહે છે અને સમયની સાથે આપણા વિચારો અને પસંદગી પણ બદલાઈ છે. જયારે બધી રીતે અનુકૂળ વાતાવરણ મળે તો નાનકડો છોડ પણ મોટું વૃક્ષ બની જાય છે તો આપણા બાળકો કેમ નહી?? એને પણ જો યોગ્ય વાતાવરણ, પ્રેમ, પ્રેરણા, પ્રોત્સાહન અને સાચી દિશા મળે તો એ પણ જીવનમાં ખૂબ આગળ વધી શકે છે. બસ એમને સાચા જીવનમૂલ્યો જીવતા શીખવાડવાનું છે. એ જો સાચા હશે તો એમની સામે ગમે તે વિકલ્પ હોઈ કે ના હોઈ, તેઓ હંમેશા હિંમત હાર્યા વગર દરેક પડકારનો સામનો કરશે.

આ દેશમાં આવ્યા પછી અને જોયા પછી જાણ્યું કે દરેકને પોતાની રીતે, પોતાની પસંદગી કરવાની અને પોતાની ઈચ્છા મુજબ આગળ વધવાની પૂરી તક આપવામાં આવે છે. આપણે ભારતીયો હંમેશા આપણા સંસ્કારોને વધારે મહત્વ આપીએ છીએ. ચોક્કસ આપણે ગમે તેટલા આગળ વધીએ પણ આપણા જે સંસ્કાર અને સંસ્કૃતિના મૂળ્યા સરખી રીતે ઊંડા હશે તો આપણા બાળકો ગમે તેવી દુષણોની આંધી આવે તેમાંથી હેમખેમ બહાર આવે છે. આપણે ચોક્કસ એમને વિકલ્પોની સાથે સમજણ પણ આપવાની હોઈ છે પછી તેમને નક્કી કરવા દેવાનું. જોકે આપણે માતાપિતા પણ તેમની માટે હંમેશા સારુ જ ઇચ્છતા હોઈ છે પણ બાળકો પોતાની ઈચ્છાથી, પોતાની પસંદગીથી કોઈ કામ કરશે તો આપણી સામે ફરિયાદ નહી કરે અને તે કામ તે ખુશીથી અને દિલથી કરશે. પરંતુ એ જે નિર્ણય લે તે  સમજદારી આપણે આપવાની છે અને સદબુદ્ધિ ઈશ્વરે આપવાની છે.

બાકી અત્યારે દરેક ક્ષેત્રમાં વિકલ્પો તો હજારો છે. આ દુનિયા ખૂબ નાની થઈ ગઈ છે. આજ આપણે પણ વિચારીએ છીએ કે આ તક, આ બધા વિકલ્પો આપણને મળ્યા હોત તો????? ઈચ્છાઓનો કોઈ અંત હોતો નથી આથી હંમેશા આપણી નજરે જ નહી બીજાની નજરે પણ દુનિયા જોઈ લેવી  જોઈએ અને પછી જ કોઈ વિકલ્પની પસંદગી કરવી. પછી તે બાળકો હોઈ કે વડીલો!!!!  બાળકો કરતા વડીલની જવાબદારી થોડી વધારે કારણ કે સમજણ અને અનુભવના આધારે જોશે આથી સમજાવવું, માર્ગદર્શન આપવું પણ હંમેશા યાદ રાખવું કે મને ગમે તે સારુ જ હોઈ એ જરૂરી નથી. આખરી નિર્ણય તો વિકલ્પ પસંદ કરવાવાળાનો હોઈ છે સાચુંને!!!!! બાકી સમયની અને અનુભવની ઠોકરો ખાઈને ઉભા થયા હોઈ તેને જ સમજાઈ છે. 

તો ચાલો મિત્રો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!