સુખી થવું અઘરું નથી પણ બીજા કરતા વધારે સુખી થવું એ મુશ્કેલ છે../It is not difficult to be happy but it is difficult to be happier than others.
ૐ
સુખી થવું અઘરું નથી પણ બીજા કરતા વધારે સુખી થવું એ મુશ્કેલ છે../It is not difficult to be happy but it is difficult to be happier than others.
આપણે જીંદગીમાં નિરીક્ષણથી ઘણું બધું શીખીએ છીએ. જોકે જીવનમાં મોટાભાગનું આપણે બીજાને જોઈને જ શીખ્યા હશું, વિચાર કરી જોજો.......... આવ્યું યાદ, જી હા!! નાના હતા ત્યારે બોલતા, ચાલતા, ખાતા વગેરે વગેરે.... આપણે જયારે બીજાને જોઈએ છે ત્યારે આપણને જો એ ગમે તો આપણે પણ તેવી રીતે અથવા તો થોડી જુદી રીતે કરવાની કોશિશ કરીએ છીએ. બરોબરને!!!!
જીવનની મુખ્ય જરૂરિયાત રોટી, કપડાં, મકાન અને શિક્ષણ છે. કહેવાઈ છે ને બધાને ભગવાન ભૂખ્યા ઉઠાડે છે પણ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી. કીડીને કણ અને હાથીને મણ મળી જ રહે છે. ઉપાદી તો એના કરતા વધારે અને બીજાની પાસે છે તેના કરતા વધારે મેળવવાની ધમાલમાં છે.
જોવા જઈએ તો અત્યારે આ મુશ્કેલીના સમયમાં એટલે કે કોરોનાના સમયમાં લાખો લોકોના કામ ધંધા બંધ અથવા તો સાવ મંદા થઈ ગયા છે અને ગરીબોને પણ મજૂરી વગેરે મળતી બંધ થઈ ગઈ છે પણ એવું લગભગ કોઈ નહી હોઈ કે જેને બટકો અનાજ ના મળ્યું હોઈ. આ કોવિદના સમયે આપણને એક વાત ચોક્કસ સમજાવી છે કે આપણને લાગતું કે હવે આના વગર નહી રહી શકાઈ તે સાવ ખોટી ઠરી છે. એવું ઘણું છે કે આપણે તેના વગર ચલાવી શકીએ. જેમકે ઘણા ખોટા ખર્ચાઓ, બહાર જમવું, કારણ વગર રખડવું, પોતાનું કામ પોતાની જાતે કરવું, ખોટા દેખાડા માટે ના જોઈતા હોઈ તો પણ કપડાં કે બીજી વસ્તુઓ ભેગી કરવી વગેરે વગેરે આમાં તો ખૂબ લાંબું લિસ્ટ બની શકે.
સુખી થવા માટે મનની સ્થિતિ સારી હોવી ખૂબ જરૂરી છે. એ ખૂબ સારુ છે કે બીજાને જોઈને આપણે કંઈ શીખીએ અને આગળ આવીએ પણ આપણે આગળ આવવા માટે બીજાને નીચે પછાડીએ કે નીચા દેખાડવાની કોશિશ કરીએ તે કોઈ પણ હાલતમાં અસ્વીકાર્ય છે.
આપણને ભગવાને સુંદર ઘર ભલે મોટું નહી પણ નાનકડું હોઈ પણ તેમાં બધી જ જોઈતી સગવડતાઓ હોઈ, સુંદર પ્રેમ કરવા વાળો પરિવાર હોઈ, આપણા ખર્ચા નીકળી જાય એવા નોકરી કે ધંધો હોઈ તો આ બધું સુખ છે જેની માટે કદાચ ઘણા લોકો પ્રાર્થના કરતા હશે. પણ જયારે આપણે આપણા આડોસી પાડોશી કે મિત્રોના મોટા ઘરો અને ઠાઠ જોઈને કે તેમનું નિરીક્ષણ કરીને આપણી જીંદગીમાં બદલાવ લાવવાની કોશિશ કરીએ કે આપણા કાર્યો એમની જેમ સારી રીતે કરવાની કોશિશ કરીએ તેમાં ખોટું નથી. પ્રગતિ આમ જ કરી શકાઈ પરંતુ આપણે તેના કરતા વધારે આગળ નીકળી જવામાં કે તેમના કરતા મોટા ઘરો બનાવવામાં આપણા વર્તમાનના સુખનો જે ભોગ આપીએ છે તે આપણને બીજા કરતા સુખી નહી પણ ઈર્ષાળુ બનાવી દેશે અને તેનો ક્યાંય અંત ના હોવાથી આપણે બીજા કરતા સુખી બનવાની જગ્યાએ કદાચ વધારે દુઃખી બનતા જશું. આ વાતનો અંદાજ પણ નહી આવે કારણ કે એક સકારાત્મક વિચાર બીજા સારા વિચારો લાવે છે તેવી જ રીતે એક ખરાબ વિચાર બીજા અનેક ખરાબ વિચારોને ખેંચી લાવે છે. એટલે હંમેશા સકારાત્મકતા તરફ આગળ વધવું જોઈએ.
પોતાનું અને પોતાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જોજો અને પછી બીજા સાથે સરખાવ્યા વગર તટસ્થ રહીને નક્કી કરજો કે તમે સુખી છો?? જો જવાબ હા માં મળે તો બીજા કરતા વધારે સુખી નહી પણ અત્યારે છે તેને વધારે સુંદર બનાવવાની કોશિશ કરજો. બીજા કરતા વધારે સુખી થવા જશું તો આપણે ક્યારેય સુખી નહી થઈ શકીએ પણ આપણે જે છીએ તેના કરતા પણ સાવ નીચલા સ્તરે ઉતરી જશુ કારણ કે બીજા કરતા વધુ સુખી થવાની ભાવના જ ખોટી છે કારણ કે દરેકના મને સુખી થવાની વ્યાખ્યા જુદી જુદી હોઈ છે. કોઈના મને વધુ પૈસા તો કોઈના મને મોટા બંગલા તો કોઈના મને વધુ સંપત્તિ તો કોઈના મને મનની શાંતિ. આમાંથી આપણી શું વ્યાખ્યા છે તેની ઉપર આપણા સુખનો અને બીજા કરતા વધારે સુખી થવાનો આધાર છે.
તો મિત્રો, જો તમે ભૌતિક રીતે સુખી હોવ તો મનની શાંતિનું સુખ શોધજો કારણ કે તે જ એક એવી વસ્તુ છે કે તમને બીજા કરતા વધુ સુખી અને ધનવાન બનાવશે કારણ કે તેને કોઈ કરોડો રૂપિયા દેતા પણ નહી ખરીદી શકે કે કોઈ વેચી શકે.
તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
બીજા શામડિવાઇનના બ્લોગ્સ વાંચવા માટે જુઓ
shamdivine.blogspot.com ખૂબ આભાર
Khub saras👌👌👌👌👌🙏🙏🙏🙏
જવાબ આપોકાઢી નાખો