આજ જન્માષ્ટમી.......
ૐ
આજ જન્માષ્ટમી.......
આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણના રૂપે જન્મ લીધો હતો. તેઓ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર હતાં. સૌવથી વધારે પૂજાતા ઈશ્વરના અવતાર હોઈ તો એ ભગવાન રામ, શ્રી કૃષ્ણ અને બુદ્ધ છે જેને અત્યારે પણ મોટી સંખ્યામાં લોકો મને છે અને પૂજે છે. આજથી લગભગ પાંચ હજાર વર્ષો પહેલા શ્રાવણ મહિનાની અંધારી આઠમે, મધ્ય રાત્રીએ પ્રભુએ જન્મ લીધો.
લોકો કહે છે કે સતયુગમાં બધું સુંદરને સારૂ જ હતું પણ જ્યારથી દુનિયા બની છે ત્યારથી સારૂ અને ખરાબ સાથે જ ચાલતું આવે છે. જો બધું સારૂ સારૂ જ હોત તો ઈશ્વરે ધરતી ઉપર આવવું જ ના પડ્યું હોત. ઈશ્વર આપણને આ દુનિયામાં આપણા આત્માને કઈંક શીખવા અને તેનો પરમાત્મા તરફ ગતિ અને વિકાસ કરવા મોકલે છે અને આપણને સાથે આ સુંદર દુનિયામાં ફસાવવા માટે બધા સંબંધો, લાગણીઓ અને મોહથી બાંધે પણ છે. બસ આમાંથી આપણે જળકમળવત રહી, કેવી રીતે જીવીએ છીએ તેજ આપણી સૌવથી મોટી કસોટી છે. પણ આપણે મનુષ્યો એની એ લીલાને સમજતા નથી અને સંસારના કાદવમાં ફસાતા જઈએ છે અને સારા નરસા કર્મોના બંધનની ગાંઠો વાળતા જઈએ છીએ અને પછી જન્મોજન્મના ફેરા કરતા રહીએ છીએ અને ગાંઠો છોડવા કરતા વધારે વાળતા જઈએ છીએ અને કર્મબંધનમાં ફસાઈએ છીએ.
ભગવાન રામ અને ભગવાન કૃષ્ણના આવતારોમાં ખૂબ વિરોધાભાસ છે. સ્વભાવમાં, રૂપમાં, જીવન જીવવાની પદ્ધતિમાં બધામાં. શ્રી રામ, સૂર્યવંશી છે તો શ્રી કૃષ્ણ ચંદ્રવંશી છે. એક દિવસે બાર વાગે જનમ્યા તો એક રાત્રે બાર વાગ્યે. ભગવાન રામ ધીર ગંભીર સૌમ્ય અને શાંત સ્વાભાવ અને શ્રી કૃષ્ણ, એકદમ નટખટ, ચંચળ અને મસ્તીખોર. શ્રી રામ એક પત્નીધારી જયારે શ્રી કૃષ્ણને સોળ હજાર પટરાણી. આવા તો ઘણા તફાવતો છે અને ખૂબ જ રસપ્રદ છે. જ્યાં સુધી મારી સમજણ છે ત્યાં સુધી એમ લાગે કે ભગવાન રામે, કેમ જીવન જીવવું જોઈએ તે જીવીને બતાવ્યું અને શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું તેમ જીવવું જોઈએ નાકે તેઓ જીવ્યા એવી રીતે. ભગવાન રામના જીવનમાં પરિવાર, વચન, ત્યાગ, પ્રેમ, કરુણા, દયા આવા બધા ગુણો શીખવા મળે છે જ્યાંરે શ્રી કૃષ્ણના જીવનમાંથી આપણને પોતાના હક્કો અને અધિકારો માટે લડાઈ લડવાનું, અનન્યાય સામે લડવાનું શીખવાડે છે. આ સંસારમાં રહીને જો પોતાના આત્મનો ઉદ્ધાર કરવો હોઈ તો ગીતામાં કહ્યા પ્રમાણે જીવન જીવવાનું.
ઈશ્વરના આટલા અવતારો થયા છે તેમાં સૌવથી ઉત્તમ ભેટ આ સંસારીઓને કોઈએ આપી હોઈ તો શ્રી કૃષ્ણ ભગવાને ગીતાવચનોની સર્વોત્તમ ભેટ આપી છે અને શંક્રચાર્યજીએ આવડા મોટા મહાભારતમાંથી આપણને ગીતા શોધી આપી તે એમની આ દુનિયા માટેની સર્વોત્તમ ભેટ છે. આમાં ક્યાંય ના તો કોઈ ધર્મનો ઉલ્લેખ છે કે ના કોઈ ઈશ્વરના નામનો. પરમાત્મા એક જ છે જેને આપણે જુદજુદા નામે, રૂપે અને વિધીઓ દ્વારા પૂજીએ છીએ અને પ્રાર્થનાઓ કરીએ છીએ.
ભગવત ગીતા સાથે મારો સંબંધ દસ વર્ષની હતી ત્યારથી હતો. હૂં તેના શ્લોકો વાંચતી, યાદ કરતી, બોલતી અને પરીક્ષામાં પણ એકદમ સાચા લખતી પરંતુ ક્યારેય સમજતી નોહતી. અમારા ગુરુકુળમાં બધા વિષયોની સાથે એક નીતિશાસ્ત્ર વિષય પણ ભણાવવામાં આવતો અને તેમાં, સત્યાર્થ પ્રકાશ, આનંદ ગાયત્રી, ઉપનિષદ, સોળ સંસ્કાર અને ગીતા તથા બીજા પણ ગ્રંથો વિશે શીખતાં અને ભણતા પણ ત્યારે એટલી સમજણ નોહતી. પણ જાણ્યે અજાણ્યે લીધેલું પ્રભુનું નામ અને જ્ઞાન બંને જીવન સુધારવામાં અને આત્માની શુદ્ધિ માટે કામ કરે જ છે. બસ એ વિધાર્થીકાળ દરમિયાન શીખેલ ગીતાનું મહત્વ જીવનમાં એ લખતા અને ગુણ પણ પુરા મળતા પણ છતાએ જીવનમાં ઉતારવા સુધીની સમજણ નોહતી આવી. એ સમજણ બસ થોડા સમય પહેલા જયારે ફરીથી વાંચી અને ફરી ફરીને વાંચી ત્યારે સમજાયું કે આ બોવ પહેલા થઈ જવું જોઈતું હતું પણ ખેર જગ્યા ત્યારથી સવાર. દુનિયામાં કોઈ એવો જીવનને લાગતો પ્રશ્ન નહી હોઈ કે તેનો જવાબ શ્રી કૃષ્ણની ગીતામાં ના મળે. ચોક્કસ વાંચજો અને ફરી ફરીને વાંચજો અને એ પછી જીવનથી કોઈ ફરિયાદ નહી રહે.
આજ આપણે મંદિરે જશું, ભગવાનનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી મનાવશું, પ્રસાદી, ફૂલ, ફળ, છપન ભોગ ધરશું અને આરતીને ભજનને બધું કરશું પણ સાચી ભક્તિ ત્યારે પૂરી થશે જયારે આપણે ભગવાને ગીતામાં કહ્યું તે મુજબ જીવન જીવશું. માટે આ મહાન ગ્રંથને મંદિરમાં રાખી પૂજવા કરતા વાંચીને તે મુજબ જીવન જીવશું તો શ્રી કૃષ્ણ આપણી સાથે જ હશે. એની ખાત્રી તેમણે ગીતામાં વચન આપીને આપી છે અને મને લાગે છે કે આનાથી મોટી શ્રી કૃષ્ણની પૂજા બીજી કોઈ નહી હોઈ. તો મિત્રો બધાને ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને પ્રભુ આપ સર્વને ખૂબ સ્વસ્થ રાખે, મસ્ત રાખે અને ખૂબ ખૂબ આનંદમાં રાખે એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો