ચિંતા કે ચિંતન??? / Anxiety or contemplation???

ૐ 

ચિંતા કે ચિંતન


ચિંતા આ શબ્દ બહુ ભયંકર છે. દુનિયામાં કદાચ કોઈ એવો સંસારી માણસ નહિ હોઈ જેને આનો સામનો ના કર્યો હોઈ. સંસારી એટલા માટે ક્વ છું કે જેને વૈરાગ્ય જાગ્યો છે તેને તો દૂર દૂર સુધી આ શબ્દ સાથે લેવા દેવા નથી. સંસરીમાં એ સાધુ પણ આવી જાય જે હજી આશ્રમોમાં રહી પૈસા માટે દોડે છે. તેઓ પણ આ ચિંતા શબ્દના શિકાર છે જ. આજના આ ઝડપી ઝમાનામાં બધા કોઈને કોઈ ચિંતામાં ઘેરાયેલા હશે જ. અરે મેં તો નાના બાળકોના મોઢેથી પણ આ શબ્દ  સાંભળ્યો છે. કેટલું વિચિત્ર કહેવાય!!!  અત્યારે બધાને કઈને કંઈ ચિંતા હોઈ જ છે. બાળકોની, પત્નીની, ઘરની, નોકરી, ધંધાની, વધુ પૈસા કમાવાની, શરીરમાં બીમારી હોઈ તો એની વગેરે વગેરે  વગેરે. સવારે ઉઠે તે છેક રાત્રે સુવે ત્યાં સુધી. અરે મેં તો એવા લોકો પણ જોયા છે કે નીંદરમાં પણ આખી રાત નોકરી ધંધા કરતા રહેતા હોઈ.  સમજાતું નથી કે માણસે આ નાનકડી જિંદગીમાં મેળવવાનું શું છે??

આ વાત બહુ બુદ્ધિશાળી માણસોની નથી કરતી જે દુનિયા માટે નવા આવિષ્કારો શોધે છે. કદાચ એ લોકો ને તો આ ચિંતા શબ્દનો અર્થ પણ ખબર નહિ હોઈ કારણ કે એ લોકો દરેક વસ્તુને ચારે બાજુથી જોતા હોઈ છે એટલે કે એ બુદ્ધિજીવીઓને દરેક વસ્તુ ઉપર વિશ્લેષણ કરવાની આદત હોઈ છે એટલે ચિંતા નામના શબ્દ સાથે દૂર દૂર સુધી તેઓને સંબંધ હોતો નથી. સામાન્ય ભાષામાં કહું તો ચિંતન કરવાની આદત.

આપણે સામાન્ય મનુષ્ય, જે દરરોજ ઉઠીએ, રોજના કામ કરીએ, ખાઈએ પીએ, નોકરી ધંધા કરીએ અને માથે ચિંતાનો પોટલું લઈને ફરીએ. ઘણા સાવ નિષફિકર હોઈ ભલેને ગમે તે થાઈ કંઈ ચિંતા જ નહિ. ઘરમાં પતિ -પત્ની હોઈ તો   બધી જ ચિંતા , બાળકોના ભણાવાની ચિંતા , એમના ભવિષ્યની ચિંતા,  એમને સેટલ  કરવાની ચિંતા, એમના લગ્ન કરવાની ચિંતા અરે લગ્ન પછી એમના બાળકોની  પણ ચિંતા કરતા હોઈ છે. એનું શું થશે? ને કેવી રીતે થશે? ને ક્યાંથી થશેને? વગેરે વગેરે વગેરે..... હકીકતમાં આપણે આપણી લગભગ અડધાથી વધારે જિંદગી ખોટી ચિંતાઓમા જ પસાર કરીએ છીએ.

આપણને ઘણી વખત આ ચિંતાઓ વારસામાં પણ મળતી હોઈ છે. તમે ઘણી વખત જોયું કે સાંભળ્યું હશે કે ઘરમાં વડીલો દરેક બાબત ઉપર એટલી ચિંતા કરતા હોઈ છે કે પછી મોટા થતા ઘરના બાળકો પણ આ ચિંતા કરવી એને એક સામાન્ય પ્રક્રિયા સમજીને કરતા રહેતા હોઈ છે. ઘણા તો  ચિંતા ના કરવા વાળાને પાગલ જ ગણતા હોઈ છે. આ ઝમાનામાં તો ચિંતા કરવી સામાન્ય ગણાય છે.

    પણ આ જ ચિંતા આજના ઝમાનામાં આપણા શરીરમાં ઘણી બધી બીમારીઓને વગર પૂછયે આમંત્રણ આપે છે. આજની મોટા ભાગની બીમારીઓ માનસિક ચિંતાઓને કારણે વધારે થાઈ છે. આની ઉપર વૈજ્ઞાનિકોએ ઘણા રિસર્ચ પણ કર્યા છે. અત્યારે જેટલી શારીરિક બીમારીઓ છે તેના કરતા માનસિક બીમારીઓ વધારે છે. આ બધા સાઈકોલોજી ડૉક્ટર અત્યારે ખુબ કમાઈ છે. માણસ આ જીવનમાં ભૌતિક વસ્તુઓ મેળવવાની દોડમાં એટલો બધો ઝડપથી જઈ રહ્યો છે કે તેની સાથે સાથે માનસિક તણાવો, ચિંતાઓ પણ સફર કરી રહી હોઈ છે. આજ઼ માણસની પાસે બધું જ છે પણ બધાની પાસે સમયનો અભાવ છે. પરિવાર માટે તો ઠીક પણ પોતાની જાત માટે પણ નહિ. અત્યારે જેટલાં આ ધ્યાનકેન્દ્રો છે એટલા પહેલા નોહતા. તેમાં જવાવાળાની સંખ્યા પણ ઘણી મોટી છે. લોકો પાસે આજ બધી જાતની સુવિધાઓ છે. જીવનમાં જે કામો કરતા કલાકો લાગતા તે મિનિટોમાં થવા લાગ્યા છે. લોકો પાસે વાહનોની સુવિધા, ઘર બેઠા નોકરી ધંધા સાંભળે છે, ઘરની ગૃહિણીઓના જીવન પણ ઘણા સરળ બની ગયા છે. ખાલી જે ચટણી બનાવતા અડધો કલાક થતો એ હવે પાંચ મિનિટમાં તૈયાર, કપડાં ધોવાના મશીન, વાસણ ધોવાના મશીન, કચરા પોતા કરવાનાં મશીન ને કંઈ કંઈ........... કેટલી બધી સુવિધાઓ છતાં આપણી પાસે સમયનો અભાવ.

અત્યારે બધાને નાની વાતમાં ચિંતાઓ કરતા જોયા છે. આપણે ઘણી ચિંતાઓ તો વગર વિચાર્યે જ કરતા હોઈ છે. આજના સમયમાં એવુ કોઈ નથી કે જેને સમસ્યા નો હોઈ પરંતુ એ સમસ્યાઓ ઉપર ચિંતા કરવાને બદલે ચિંતન કરવામાં આવે તો એ સમસ્યાનો ઉકેલ ચોક્કસ મળે.  આપણે જયારે જે કામ કરતા હોઈએ ત્યારે આપણા 100 ટકા કામમાં આપીએ તો એ કામ સફળ થવાનું જ છે. પરંતુ આપણે કામ અહીંયા કરતા હોઈએને મગજ બીજે દોડાવતા હોઈએ છીએ. આપણે ક્યારેય આપણે જ્યાં હોઈએ ત્યાં હોતા જ નથી. આથી જ મારું માનવું છે કે તમે જયારે જે કરતા હોવ એમાં તમારું ધ્યાન આપો. ચિંતા ટાળવાનો આ એક  કારગર ઉપાય છે. જયારે આપણે આપણા કામને 99.99 ટકા આપીએને ત્યારે એ કામ સફળ થવાનું જ પછી એની ચિંતા કરવાની હોઈ જ નહિ. બરોબર ને!!!

ક્યારેય કોઈ સમસ્યા હોઈ તો આ રીતે  પણ વિચારી શકાઈ કે જે સમસ્યા આવી છે તેમાં હું કંઈ કરી શકું એમ છું, જો હા, તો પછી ચિંતા કરવાની જરૂર જ નથી. બરોબર ને. અને જો હું કંઈ કરી શકું એમ નો હોઈ તો જે છે એ છેજ. તો પણ ચિંતા કરવાથી ફાયદો નથી. આથી ચિંતા ઉપર ચિંતન કરવું ફાયદાકારક છે.

મિત્રો કોઈ પણ બાબતે ચિંતા કરતા પહેલા હંમેશા યાદ રાખજો કે માણસ ચિતાની આગમાં એક જ વખત સળગે છે પરંતુ ચિંતાની આગમાં સળગવાની ટેવ પડી ગઈ તો માણસ રોજ સળગે છે. આથી જ ચિંતા ઉપર ચિંતન જરૂરી છે.

તમને શું લાગે છે મિત્રો??? ચોક્કસ જણાવશો. ફરી મળીયે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!