પ્રભુ પાસે બેસીએ / lets sit with God

ૐ 

પ્રભુ પાસે બેસીએ 

જેમ એક દીકરો પોતાની મા બાપ પાસે બેસે. કોઈ માંગણી નહિ, ફરિયાદ નહિ, વાયદાઓ નહિ, ઈચ્છાઓ નહિ, અપેક્ષાઓ નહિ.

પ્રભુ પાસે બેસીએ 

તેમને પૂછો, તમે ખુશ છો, મારુ જીવન જોઈને ? શું હું તમને ગમે તેવું જીવન જીવું છું ? કોઈ હોંશિયારી નહિ, સહજ બનો. ચતુર નહિ, સરળ બનો. 

પ્રભુ પાસે બેસીએ 

દિલ ખોલીને બેસો, પોતાના દુર્ગુણો સમાજ પાસે ભલે છુપાવો, પણ ભગવાન પાસે ના છુપાવો, જેવા છો તેવો જ બનીને બેસીએ 

પ્રભુ પાસે બેસીએ 

રોવું આવે તો રડી લો, હસવું આવે તો હસી લો, કઈ ના સમજાય તો ચૂપ-ચાપ, છાના -છપના બેસો,

પણ એકવાર ભગવાન પાસે બેસીએ

આપણે જઈએ તો છે મંદિરે, તીર્થસ્થળે,પણ ક્યાં આપણે ક્યારેય ભગવાન પાસે બેસીએ છીએ ? 

પતિ, પત્ની, ભાઈ, કાકા, કાકી, 

માસા, માસી કે મિત્ર પાસે જ બેસીએ છીએ, તેઓની સાથે જ બેસીએ છે.

બવ થયું હવે, બવ ફર્યા, બધે ખુબ દોડ્યા, હવે બસ,

ચાલ મન હવે પ્રભુ પાસે બેસીએ,

ખુબ દોડ્યા,હવે જરા અમથું થોભીએ.

ખુબ ભટક્યા બહાર હવે 

થોડું પોતાના અંતરમાં નજર કરીએ. ચાલો પ્રભુ પાસે બેસીએ 


--------------------------------------------------------------------


Sit with the God

Like a son sitting next to his loving mother or father 

No demand, No complain 

Not asking any promise or 

Not asking any wishes or

No expectations.

Sit with the God 

Ask them, You are happy

Looking at my life?

Am I living the life you want?

Don't be clever, Be very real.

Don't be clever, Be simple.

Sit with the God 

Open your heart, Even if you hide your vices from society,

But do not hide from God,

Just be who you are.

Sit with the God 

Cry when you want to cry.

If you want to laugh, laugh, If you don't understand what, sit quietly, 

But once you sit with God.

Going to the temple, going to the place of pilgrimage

But either God has

Sit down

We also visit temples and shrines.

But we sit with Husband, wife, brother, uncle, aunt,

Faiba, Masa or a friend but not with the God.

Before it's too late Just sit with the divine God.

We ran a lot,

Now let's pause.

So much to see out,now

Let's see a little inside and understand

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day