આજ રાંધણ છઠ......

 ૐ

આજ રાંધણ છઠ......

શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. આ મહિનો ભોળાશંભુ મહાદેવનો છે અને તે જ મહિનામાં ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણના રૂપે જન્મ લીધો અને આ વિશ્વને ગીતા વચનો આપ્યા. એ શ્રાવણી અંધારી આઠમ એ જન્માષ્ટમી અને તેની એક દિવસ પહેલા સાતમ અને તેની પહેલા આવે રાંધણ છઠ. આજ એ જ રાંધણ છઠ છે.

આ તહેવારના નામમાં જ તેના વિશેની માહિતી આવી જાય છે. આજે જે લોકો સાતમ પાળે છે તે લોકો બે દિવસ માટે રસોઈ બનાવે છે કારણ કે સાતમ પાળવી એટલે એ દિવસે બધું ઠંડુ ખાવાનું. તમે ખાવાનું ગરમ ના કરી શકો. ખાલી ચા દૂધ ને પાણી શિવાય. જેના ઘરમાં નાના બાળકો હોઈ તે લોકો ખાસ સાતમ પાળે છે. શીતળામા  બાળકોનું રક્ષણ કરે છે. નાના હતાં ત્યારેથી જોયેલ આ તહેવાર એટલે ઘણી બધી યાદો જોડાયેલી છે આ તહેવાર સાથે. અમે સાતમ આઠમ જ કહીએ.

ભારતના તહેવારો ભારતમાં ઉજવવવી જે મજા આવે તે મજા ક્યાંય ના આવે. અહીંયા ઇંગ્લેન્ડમાં ઉજવીએ તો છીએ પણ ભારત જેટલી રોનક નથી આવતી. ક્યારેક રજા હોઈ ક્યારેક કામે પણ હોઈ છતાં સાતમ અચૂક પાળીએ છીએ. આજ પણ યાદ છે, જયારે નાના હતાં ત્યારે સાતમ આઠમની લગભગ અઠવાડિયા સુધી રજાઓ પડતી અને ચારથી પાંચ દિવસ સુધી મેળો હોઈ. નાગ પાંચમ અને રાંધણ છઠ, આ બે દિવસ તો નાસ્તાને મીઠાઈને બનાવવામાં પસાર થાઈ. શેરીમાંથી પસાર થાવ એટલે તમને ખાવાનાની જ સુગંધ આવે. બધું બની જાય પછી સાંજે ચૂલો ઠારવાનો હોઈ. બીજે દિવસે સાતમ એટલે બધું જે આગલા બે દિવસથી બનાવ્યું હોઈ તે ઠંડુ જ ખાવાનું હોઈ છે આથી રસોઈ કરવાની બૈરાઓને નિરાંત હોઈ છે. સવારે મંદિરે શીતળા માતાના દર્શન કરવા જાય. ત્યાં બાજરાના લોટની કુલેર અને શ્રીફળનો પ્રસાદ ધારાવાઈ સાથે જે બનાવ્યું હોઈ તે પણ લોકો ધરાવે. ઘણા ઉપવાસ કે એકટાણું પણ કરે અને નાના બાળકોને પગે લગાડે. સાંજે પણ ઠંડુ ખાવાનું હોવાથી નિરાંત હોઈ છે. આડોસ પાડોસ બધાને બનાવેલા નાસ્તાની થાળીઓ બનાવીને મોકલાઈ છે અને પાડોસીઓ પણ તેણે બનાવ્યું હોઈ તે મોકલાવે. ઘણા લોકો પતા રમે છે. ગામડાઓમાં પહેલા વાહનોની ઓછી સગવડતા હતી આથી ત્યાં લોકો પતા ખૂબ જ રમતા. હવે તો બધા મેળો કરવા આવે. ગયા વર્ષે અને આ વર્ષે કોરોનાના કારણે મેળો બંધ હશે પણ હવે પાછો ભરાશે ત્યારે કદાચ વધારે ઉત્સાહ અને આનંદથી લોકો માણશે. 

ગુજરાતમાં સૌવરાષ્ટ્ર્ર કહેવાતા આપણા પ્રદેશને કાઠિયાવાડ પણ કહેવાય છે. આપણા લગભગ મોટા શહેરોમાં સાતમ આઠમ ઉપર મેળો ભરાઈ છે અને ખૂબ માનવ મેદની ભરાઈ છે. એ મેળામાં જવાની પણ ખૂબ મજા આવતી. લગભગ દરરોજ જતા. પોરબંદરમાં દરિયાકિનારે ચોપાટી ઉપર ભરાતો. હજુ પણ ત્યાં જ હોઈ છે. હવે તો યૂટ્યૂબ ઉપર જોઈને માંણી લઈએ છે. એ જૂની યાદો તાજી કરી લઈએ. બાકી નદીનું પાણી પસાર થયા પછી એ પાણી પાછુ નથી આવતું તેની જેમ વીતી ગયેલો સમય પણ પાછો નથી આવતો આથી વર્તમાનને માણતા શીખો. વર્તમાનને જીવશો તો આપણી પાસે ભૂતકાળની જે યાદો હશે તે ખૂબ સરસ હશે. તો ચાલો મિત્રો બધા પોતપોતાના ઘરમાં બૈરાંઓની જે બનતી મદદ થાઈ તે ચોક્કસ કરજો.

ચાલો કાલે સાતમ કરવા ભેગા થશુ. બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

આજ જન્માષ્ટમી.......

સુખી થવું અઘરું નથી પણ બીજા કરતા વધારે સુખી થવું એ મુશ્કેલ છે../It is not difficult to be happy but it is difficult to be happier than others.