થોડી વાતો કરવી છે મારે.../ i want to say some things.....

 ૐ

થોડી વાતો કરવી છે મારે

હું ભારતીય છું અને મારી ભાષા હિન્દી છે પણ મારી માતૃભાષા મારી ગરવી ગુજરાતી છે.

કેમ છો મિત્રો? આશા છે કે આનંદમાં જ હશો. આમેય પણ આ લોકડોઉનના સમયમાં આપણે સાવ નવરા પણ છીએ અને કામ પણ બોવ બધું છે. જો કે ભારતમાં તો કોરાના ક્રોધ કાબુમાં છે uk ની સરખામણીમાં. એનો શ્રેય સરકાર, ખાખી વર્દીને, તમારી હિંમત અને સહનશક્તિને જાય છે. Uk માં હવે પહેલા કરતા ઘણું સારુ થવા લાગ્યું છે. ઈશ્વર કરે જલ્દીથી આ મહામારી દુનિયામાંથી ચાલી જાય અને ફરીથી ક્યારેય આ દુનિયામાં તો શું એકેય ગ્રહ ઉપર ના જાય.



પણ આ કોરાના આપણને ઘણું શીખવાડીને પણ ગઈ. પ્રકૃતિની કિંમત, ઘરના માણસોની કિંમત, તંદુરસ્તીની કિંમત, ચોખાઈની કિંમત, માણસોને માણસાઈની કિંમત શીખવાડીને ગઈ.

કદાચ દુનિયા હવે પહેલા જેવી નહિ હોઈ, ઘણું બધું જુદું હશે જેમકે ઘણા સમય સુધી માણસમાં એકબીજા પ્રત્યે દયા તો હશે પરંતુ માણસને માણસનો ડર પણ હશે.

દુનિયામાં ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા, કામધંધા છોડાવ્યા અને બાળકોએ નિશાળના ને ભણતરના એ દિવસો ગુમાવ્યા પરંતુ બધા કઈંક ને કઈંક નવું શીખ્યા પણ ખરા. પુરુષો ઘરકામ કરતા શીખી ગયા, ઘરના વડીલો ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખી ગયા, સ્ત્રીઓ ઘરમાં બધી જ રસોઈ કરતી થઈ ગઈ અને પ્રકૃતિ થોડી સ્વતંત્ર થઈ ગઈ. ફરીથી થોડા થોભીને જિંદગીને નજીકથી નિહાળતા થઈ ગ્યા. જીવનની અને જિંદગીની કિંમત કરતા થઈ ગયા. સંબધો અને માણસાઈની કિંમત કરતા થઈ ગ્યા. ખબર પડી કે ભગવાન મંદિરોમાંજ નહિ પણ બહાર માણસોના રૂપમાં પણ વસે છે.


ભલે દુનિયા બદલાઈ છે બધાની પણ અંતર પણ બદલાયા છે બધાના.

ચાલો મિત્રો આજની રજા લવ. સ્વસ્થ રહો સુરક્ષિત રહો અને માણસાઈના દિપક હંમેશા પ્રગટાવતા રહો એવી અભિલાષા સાથે શામડિવાઇન્ના નમસ્કાર 🙏🙏🙏

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સુખી થવું અઘરું નથી પણ બીજા કરતા વધારે સુખી થવું એ મુશ્કેલ છે../It is not difficult to be happy but it is difficult to be happier than others.

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....