પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે / Change is a law of nature


                            

પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે 

 બાળપણ,  કેવો મજાનો શબ્દ છે જેનું નામ લેતા આપણી કલ્પનાના ઘોડા દૂર દૂર જાણે દોડવા લાગે. એ પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે  બેબાક મસ્તી, એ કાલી ઘેલી ભાષા, એ રમતયાળ દિવસો, એ મજાનો માનો પ્રેમ, પ્રેમથી આપેલો ઠપકો, મિત્રોની સાથે રમેલી એ રમતો, એક બીજા સાથે કરેલા એ સમજણ વગરના ઝગડાઓ, મમ્મી પપ્પા પાસે કરેલી એ નાની નાની વસ્તુઓની માંગણીઓ અને જયારે એ માંગણીઓ પુરી થઈ જાયને ત્યારે કે એ વસ્તુ મળી જાય ત્યારે થતો એ આનંદનું તો કહેવું જ શું? ગમે ત્યાં બેસી જવું, ગમે ત્યાં સુઈ જવું, ગલીઓની ધૂળમાં આળોટી લેવું,   સાંજે અંધારું થાયને તો પણ ઘરમાં ના ઘુસવું પછી ભલેને મમ્મી બૂમો પડે રાખે . એ તહેવારો આવવાની રાહ જોવી, એને ઉજવવાનો ઉત્સાહ. એ તહેવારો આવતા પહેલાની બધી હોંશે હોંશે કરેલી તૈયારીઓ. ખરે ખર આ બધું યાદ આવતા જ કે કલ્પના કરતાજ મનમાં એક આનંદની લાગણીઓ અને ચહેરા પર મધુર સ્મિત આવી જાય છે. બાળપણ, જુવાની અને પછી જીવનના સાચા ફિકર વગરના દિવસોની શરૂઆત થાય છે.     

ના! બરોબર ના સમજ્યા, આજ વાતો આપણા બાળપણની નહિ, આપણા જીવનમાં આવતા જુદા જુદા બદલાવોની, પરિવાર્તાનોની. આ પરમાત્માની બનાવેલી દુનિયામાં બધું જ પરિવર્તનશીલ છે. કાંઈ એક સરખું નથી રહેતું બધું જ બદલાય છે જીવથી માંડીને પ્રકૃતિ સુધી બધું જ. પણ જે આ બદલાવનો સ્વીકાર કરી લે છે તે અડધી જીવનની જંગ જીતી જાય છે અને બીજી અડધી જયારે પોતે એ પરિવર્તન પ્રમાણે પોતાને બદલે ત્યારે આપણે જંગ ઉપર પુરી જીત મેળવી લઈએ છીએ.
આપણે જોવા જઈએ તો આપણા જીવનકાળમાં ( સરેરાશ 60 કે 70 વર્ષ  ) તેમાં સોળ વર્ષ બાળપણ જોકે અત્યારે તો બાળકોનું બાળપણ જેવું છે જ નહિ. આપણી સાથે સરખાવીએ તો. સત્તર વર્ષથી પિસ્તાલીસ વર્ષ સુધી જુવાની જેમાં ભણતર, નોકરી (છોકરી કે છોકરો ) એટલે કે લગ્ન, બાળકો, પોતાની કારકિર્દી અને ઘણી બધી જબાબદારીઓ બરોબરને! ઘણું બધું મેળવી લેવાની આશાઓ. અને આવી જ આશાઓમાં પાણીના રેલાની માફક   રેલાતી જતી જિંદગી ક્યારે બાળપણથી ઘડપણને આરે આવીને ઉભું રહી જાય તેની ખબર પણ નથી પડતી. ક્યારે એ બાળપણના ભોળા દિવસો જુવાનીની જવાબદારીઓમાં અને પછી ઘડપણની એ પાનખર આવીને ઉભી રહી જાય છે તેની ખબર પણ નથી પડતી. ત્યારે થાય છે કે આપણે હંમેશા કાલમાં જ જીવ્યા. આજનો તો અનુભવ જ કરવાનો રહી ગયો.

બાળપણ ક્યારે જુવાનીમાં પરિવર્તન થઈ ગયું અને જુવાની ક્યારે ઘડપણમાં બદલાઈ ગઈ તેનો તો અણસાર ત્યારે આવીયો જયારે પોતાના બાળકોના મોઢેથી જ સાંભળવા મળ્યું કે "રહેવા દો પપ્પા મમ્મી તમને ના ખબર પડે એ તમારા સમયનું નથી કે પછી પોત્રો કે પૌત્રી કહે કે દાદાજી તમારા માથામાં સફેદ વાળ ". બરોબર ને આવું જ બંને છે ને.
શું તમને નથી લાગતું કે આજ કાલમાં બદલાઈ જાય એ પેલા આ ઘડીની મજા લઈ લેવી જોઈએ? મન ભરીને જિંદગી માણી લેવી જોઈએ? પોતાની સાથે હોઈ તેની સાથે મીઠાસથી બે બોલ બોલી લેવા જોઈએ? તમને નથી લાગતું કે ઈશ્વરે ભલે આપણને વિદેશ રજા માણવા જવાની સગવડ ના આપી હોઈ પણ હાથ પકડી પાસે ના કોઈ પાર્ક કે બગીચામાં પ્રકૃતિના ખોળે બેસી બે વાત પ્રેમથી કરી લેવી જોઈએ? પ્રકૃતિ પણ એના પરિવર્તનનો આનંદ માણે જ છે. એ વાત ત્યારે ખબર પડે છે જયારે દરેક ઋતુમાં પ્રકૃતિ એના સમય પ્રમાણે ખુશીથી આનંદથી બદલાતી રહે છે. જો તે પણ આપણે મનુષ્યોની જેમ કાલ જીવશુંની માફક વર્તે તો શું થાય????? કુદરતના બદલાવમાં એક તાલ અને લય છે કારણ તેઓએ દરેક પરિવતૅનનો સ્વીકાર કરી લીધો છે.
જયારે આપણે હંમેશા બદલાવને જલ્દીથી સ્વીકારી શકતા નથી. આથી ઘરમાં પરિવારમાં કે પછી સંબંધોમાં તિરાડો પડે છે જોકે મને કે કમને એ બદલાવ સ્વીકારવો જ પડે છે તો પછી કુદરતનો નિયમ માનીને સહજતાથી કેમ નહિ???? આ બાબત ચોક્કસ વિચારજો મિત્રો....  તો ચાલો રજા લવ, ફરીથી મળશું ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ.🙏


ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday