આપણે ક્યારેય આપણા સપનાઓને જીવીએ છીએ??? / Do we ever live our dreams ????
ૐ
આપણે ક્યારેય આપણા સપનાઓને જીવીએ છીએ????
મેં સાંભળ્યું છે કે આપણે ઘણા જન્મ આ પૃથ્વી ઉપર લયે છે. મેં એ પણ સાંભળ્યું છે કે જયારે માણસ મારે છે ત્યારે આ શરીર મરે છે પરંતુ તેની સાથે જોડાયેલું મન એ આત્માની સાથે જ જાય છે આથી આ મન સાથે જોડાયેલી જે કોઈ પ્રબળ ઈચ્છાઓ હોઈ તે આત્માની સાથે બીજા જન્મમાં પણ આવે છે. એ વાત જુદી છે કે આપણને યાદ નથી હોતું પરંતુ ઘણી વખત આપણે જોયું કે સાંભળ્યું હશે કે કોઈ બાળપણથી એટલું હોશિયાર હોઈ છે કે લોકો કહેતા હોઈ છે, "આતો આગલા જન્મના પુણ્ય હશે નહીંતર આટલી નાની ઉંમરમાં એટલા હોશિયાર કેવી રીતે હોઈ શકે"?
આજ આપણે સપનાની વાત કરવાનાં છીએ. બંધ આંખોના નહિ પરંતુ ખુલ્લી આંખે જોવાયેલા સપના. જી હા! તમે કહેશો કે ખુલ્લી આંખે તે કોઈ સપના જોતું હશે? જી હા! ખુલ્લી આંખે પણ સપના જોવાય છે અને એજ સપનાઓ પુરા થાય છે. આપણે નાના હોઈ ત્યારે ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ કે મારું સપનું છે કે હું મોટો / મોટી બની ડૉક્ટર બનીશ, વકીલ બનીશ, મોટું ઘર બનાવીશ, લેખક બનીશ, દુનિયા ફરીશ, મારાં મન ગમતા પુસ્તકો વાંચીશ, ગીતો ગાઈશ, સિતાર વગાડતાં શીખીશ, પેઇન્ટિંગો બનાવીશ ને બીજા ઘણા બધા સપનાઓ વગેરે વગેરે..... પણ જયારે મોટા થઈએ ત્યારે આપણને આ બધું કરવાનો સમય કે મોકો મળે છે શું? આપણે જેમ જેમ મોટા થતા જઈએ તેમ તેમ જવાબદારીઓ વધતી જાય છે અને આપણા નાના સપનાઓ મનના કોઈ અંગત ખૂણામાં સંતાઈ જાય છે. બરોબર ને! ઘણી વખત મેં ઉપર કહ્યું એ પ્રમાણે આગલા જન્મના સ્વપ્ન આ જન્મમાં આપણી સાથે આવ્યા હોઈ છે જે સમય મળ્યે ચોક્કસ માથું ઊંચું કરે છે. પરંતુ આપણે આપણા જીવનમાં એટલા મશગુલ હોઈએ છે કે કોઈને કોઈ કારણોસર હંમેશા ટાળતા રહેતા હોઈ છે.
પણ દરેકને પોતાની મરજી મુજબ જીવવાનો, પોતાના શોખ સપનાઓ પુરા કરવાનો પૂરો હક છે. આથી ઘરમાં ગમે તે હોઈ જો તમને ખબર હોઈ કે પત્ની કે પતિ એકબીજાને ખબર હોઈ કે એનું ક્યું સપનું એવુ છે કે પૂરું નથી થયું તો ચોક્કસ એ સ્વપ્ન પૂરું કરવામાં તેની મદદ કરવી. એકબીજાના સ્વપ્ન પુરા કરવા માટે એકબીજાને ઉત્સાહ અને ઉમંગ આપવો, પૂરો સહયોગ આપવો. એક બીજાના સ્વપ્ન વિશે ખુલ્લા મને વાત કરવી, તેમાં રસ દાખવવો. આવી રીતે કરવાથી કોઈ નીચું નથી થઈ જતું, કોઈનો સ્વાભિમાન પણ નથી ઓછું થતું પરંતુ બંને એકબીજાની ખુબ નજીક આવે છે. એકબીજા પ્રત્યે માન સમ્માન વધે છે.
બીજા જન્મો હશે, બીજી જિંદગી હશે કદાચ........... પણ કોઈએ જોઈ નથી આથી આજ જન્મમાં એકબીજાને ખુબ સાથ આપીએ, ખુબ પ્રેમ કરીએ, એકબીજાને અને એકબીજાના પરિવારને પણ ખુબ માન, પ્રેમ અને આદર આપીએ અને એકબીજાના સ્વપ્ન આજ જન્મમાં પુરા કરીએ, એકબીજાની સાથે પુરા કરીએ અને એકબીજાની સાથે જ પુરા થયેલા સ્વ્પ્નનો આનંદ માણીએ. કાલ કોણે જોઈ છે આજને જીવી લઈએ. બરોબરને મિત્રો!!!
આજને પોતાના સ્વપ્ન પુરા કરવાનો પૂરો મોકો દઈએ અને તેની માટે હંમેશા એકબીજાની મદદ અને પૂરો સહયોગ દઈએ. તેની માટે ઘણી વખત મા એ બાપ બનવું પડશે અને બાપે મા બનવું પડશે. જો આમ થશે તો ક્યારેય કોની જવાબદારી ચૂકાઈ નહિ જાય. કોઈના સ્વપ્ન અધૂરા નહિ રહે. આ વસ્તુ જો પહેલેથી ધ્યાન રાખશોને મિત્રો, ખાસ કરીને આજના નવ યુવાનો, તો જિંદગીના પાછલા દિવસોમાં ખુબ આનંદ અને સંતોષ હશે. કોઈ દિવસ પોતાની વાત કે પોતાના સ્વપ્ન બીજા ઉપર થોપવા નહિ. એવું જરૂરી નથી કે એ સ્વપ્ન મોટા મોટા હોઈ ઘણી વખત ઘણા નાના સ્વપ્ન પણ પુરા કરવાનાં રહી જતા હોઈ છે. ખાસ કરીને સ્ત્રીઓ સાથે એવું વધારે બનતું હોઈ છે. પરિવારને સાચવવામાં ઘણી વખત પોતાની ઈચ્છાઓને મારતી હોઈ છે. દરેકને પોતાનું એક સ્વપ્ન તો હોઈ જ છે મિત્રો, ચોક્કસ સમય કાઢીને પોતાના જીવનસાથીને, માતાપિતાને જરૂર પૂછજો કે એવી શું ઈચ્છા અથવા સ્વપ્ન છે કે જે પૂરું નથી થયું. એ ચોક્કસ વાત કરશે જો થોડી તમે જિદ કરશો એટલે અને જો ખબર પડેને તો એ સ્વપ્ન પુરા કરવામાં ચોક્કસ એમની મદદ કરજો. જિંદગીમાં નવા જ રંગો જોવા મળશે.
તમને શું લાગે છે મિત્રો??? ચોક્કસ જણાવશો. ફરી મળ્યે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
Right che 👍🏻
જવાબ આપોકાઢી નાખો