જરૂરી નથી કે જે આપણને દેખાય તે બીજાને પણ દેખાય.../ What we see is not necessarily visible to others

 

જરૂરી નથી કે જે આપણને દેખાય તે બીજાને પણ દેખાય.../ What we see is not necessarily visible to others ...

ભગવાન કેવડો મોટો કલાકાર છે!!! દુનિયામાં આટલી બધી વસ્તુઓ અને જીવશ્રુષ્ટિ બનાવી છે પણ તમે એક તો એવી શોધી દયો કે જે સરખી હોઈ??? મેં સાંભળ્યું છે કે આપણા જેવા સાત માણસો દુનિયામાં હોઈ છે પણ મેં જોયા નથી પણ મને લાગે છે કે  એક જ માની કુખે જન્મેલા બેલડાના બે બાળકોમાં પણ કઈંક તો જુદાંપણું હોઈ જ છે. આટલી વનસ્પતિ શ્રુષ્ટિમાં પણ કેટલી વિવિધતા, એટલી વિવિધતા પ્રાણીઓમાં અને પક્ષીઓમાં પણ. અરે!! નાનકડામાં નાનકડા જીવજંતુઓમાં પણ કેટલી વિવિધતા અને નવીનતા. આખા આ બ્રહ્માંડમાં પણ દિવસ રાત, સવાર સાંજ, ઉગતી ઉષાના સુંદર રંગો અને આથમતી સંધ્યાની સોનેરી લાલી. આ બધું જ અદ્ભૂત છે અને આપણા સામાન્ય મનુષ્યો માટે તો સાવ અકાલ્પનિય. ખરેખર!!! આ બધું વિચારતા તો ગમે તેવો નાસ્તિક મનુષ્ય હોઈ તો પણ તે આ કુદરત નામનો જે અદ્ભૂત કલાકાર છે તેના અસ્તિત્વને સ્વીકાર્યા વગર ના જ રહે.

આવડી મોટી આ શ્રુષ્ટિમાં ઈશ્વરે બધાને પાંચ ઇન્દ્રિયોની જે ભેટ આપી છે તે તો ખરેખર અદ્ભૂત છે. આંખ, નાક, કાન, સ્પર્શ (ચામડી ), સ્વાદ આ તો દરેક જીવને આપ્યા છે પણ મનુષ્યોને ઈશ્વરે એક છઠી ઇન્દ્રિય પણ આપી છે જેને આપણે મન નામથી ઓળખીએ છીએ. જેનો આધ્યાત્મિકતા સાથે વધારે વિકાસ થાઈ તો બુદ્ધ સુધીની અવસ્થાએ પહોંચી શકાઈ છે ને વિકારોની સાથે વિકાસ થાઈ તો પ્રાણીઓ કરતા પણ નીચલા દરજજે આવી જાય છે. હિંદુ માન્યતા પ્રમાણે કેટલા જન્મો પછી સદકાર્યોના પ્રતાપે આ મનુષ્ય જન્મ મળે છે જેમા આપણે બધા અથાગ પ્રયત્નો દ્વારા આપણા જીવનને સાર્થક બનાવી શકીએ છીએ.

આ દુનિયાની અને તેમાં આવનારા દરેક જીવની રચના જ ઈશ્વરે એવીરીતે કરી છે કે બધા અહીંયા રહીને આનંદ માણી શકે છે, દરેક વસ્તુ ભોગવી શકે છે પણ સાથે કોઈ લઈ જઈ શકતું નથી. ઈશ્વરની દ્રષ્ટિએ બધા જ સરખા છે આથી તેણે ક્યાંય તાળા માર્યા નથી. બધા જીવો માટે સૂર્ય અને ચંદ્ર રૂપી લાઈટ આપી છે, વનસ્પતિ રૂપે ખોરાક આપ્યો છે, તરસ છીપાવા અમૃત સમાન જળ આપ્યું છે અને મનુષ્યોને બુદ્ધિરૂપી વરદાન આપી પોતાનો અને બીજાનો વિકાસ કરવાની અદ્ભૂત તક આપી છે.

અહીંયા હવે જોવાનું અને સજવાનું છે કે આપણે મનુષ્યો બુદ્ધિરૂપી વરદાન મેળવી એટલા સ્વાર્થી બની ગયા છે કે આપણે આપણા સ્વાર્થ માટે બીજાને ગણકરતા જ નથી. બધું જાણીએ છીએ, બધું જ સમજીએ છીએ કે આપણે ગમે તેટલું ભેગું કરશું પણ બધું અહીંનું અહીંયા જ રહી જવાનું છે. ઈશ્વર પણ હંમેશા જીવનમાં અમુક પરિસ્થિતિઓનું નિર્માણ કરીને યાદ કરાવવાની કોશિશ કરતો જ રહે છે પણ આપણે મનુષ્યો હાથે કરીને આંખ આડા કાન કરીએ છીએ. બધું જ જાણવા, સમજવા છતાં પણ માનવા તૈયાર જ નથી. સીધીસાદી સરળ જીંદગીને સ્વાર્થના દોરડાથી એવા તે વળ ચડાવીએ છીએ કે જન્મોજન્મના ફેરાઓ પછી પણ તેના નિશાન રહે જ છે. આપણે બધાએ આપણી થોડી દ્રષ્ટિ અને જીંદગીને જોવાનો દ્રષ્ટિકોણ  બદલવાનો છે. જેવી આપણી દ્રષ્ટિ હશે તેવી જ આપણી શ્રુષ્ટિ હશે. ઘણા ઉગતા સુરજમાં નવી આશા જુએ છે તો ઘણા રાત વીત્યાંનો અફસોસ કરે છે. ઘણા દુઃખોને મુશ્કેલીઓને જીવન વિકાસના પગથિયાં સમજી ઉન્નતિ અને પ્રગતિ કરતા જાય છે જયારે બીજા ભાગ્યને દોષ દઈને જીવન પસાર કરે છે. જેને ખુશ જ રહેવું છે તે ગમે ત્યાં હોઈ તે ખુશ જ રહે છે અને જેને દુઃખી જ રહેવું છે અને પોતાની જાતને બિચારામાં જ ગણવવી છે તે સ્વર્ગની સાહેબીમાં પણ દુઃખી જ રહેશે. આથી મિત્રો પરિસ્થિતિને જોવાની નજર બદલો, બધું જ બદલાઈ જશે.

ચાલો ત્યારે ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏






બીજા blogs વાંચવા માટે shamdivine.blogspot.com


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!