શું ક્યારેય વિચાર્યું છે??????? / Ever thought ???????
ૐ
શું ક્યારેય વિચાર્યું છે???????
જયારે કોવિદ ચાલુ થયું ગયા વર્ષે ત્યારે બધાને હતું કે હમણાં બે ચાર મહિનામાં બધું બરોબર થઈ જશે પરંતુ આ મહેમાને તો એવી જમાવટ કરી કે વર્ષ ઉપર થઈ ગયું તો પણ હજી જવાનું નામ જ નથી લેતો. પહેલાના જમાનામાં ઓચિંતા મહેમાન આવે એટલે મને કે કમને અગતા સ્વાગતા કરતા એની જેમ કોરોનાની પણ થઈ. મીટરની દુરી, વારેઘડીયે હાથને ધોવા, માસ્ક પહેરવા, વધારે પડતી ચોખાઇની કાળજી ને કઈ કઈ. આભારી થઈએ આ વૈજ્ઞાનિકોના કે દવા શોધી આપી એટલે હવે આશા બંધાણી કે ચાલો બધાને દવા મળી જશે એટલે વાંધો નહિ આવે. પરંતુ જે લોકોએ આ મહામારીમાં પોતાના સ્વાજનો ખોયા છે તેઓને તો હંમેશા 2019 / 2020 યાદ રહી જશે.
કોવિદ પહેલાની જે દુનિયા હતી એ તો હવે યાંદોમાં જ રહી ગઈ. હવે જયારે આપણે પ્રેમથી કોઈને મળશું કે ભેટશું તો ચોક્કસ થોડો ખચકાટ તો થશે જ. એક નવી જ દુનિયા સામે આવી ગઈ. જો કે મેં મારી જિંદગીમાં લગભગ બધા જ પ્રકૃતિ પ્રકોપ જોયા કે તેની સાક્ષી રહી છું. 1981/82 નાં પૂર, 1986/87 નો દુકાળ, 1998 નું વાવાઝોડું, 2001 નો ધરતીકંપ અને આ મહામારી કોરોના. પણ ઈશ્વરની ખુબ જ દયા કે હેમખેમ પર પડી ગ્યા.
સ્વજનો ખુબ જ દિલની નજીકના હતા તે ગુમાવ્યા પરંતુ કોરોનાના લીધે નહિ. પણ સમય તો આજ હતો. શું કરીએ દરરોજ જિંદગી કંઈ ને કંઈ નવું શીખવે જ છે. જયારે આપણે ચાલવા જઈએ ત્યારે બધાએ નોટિસ કર્યું જ હશે કે જયારે પવન સામેથી આવતો હોઈ ત્યારે આપણને પાછળ ધકો મારે છે પરંતુ પવન જે દિશામાં વાતો હોઈ એ દિશામાં એની સાથે ચાલવાથી લાગે કે પવન આપણને ચાલવામાં મદદ કરે છે.
આવું જ કઈંક આ જિંદગીનું લાગે છે. જયારે આપણા સંજોગો અને પરિસ્થિતિઓ આપણી વિપરીત ચાલતા હોઈ ત્યારે તેને વાંસો દઈને એની સાથે ચાલવું જોઈએ. ત્યારે આવું લાગે કે એજ વિપરીત પરિસ્થિતિ આપણને આગળ વધવામાં મદદ કરતી લાગે.
જયારે મેં મારાં સ્વજનો ગુમાવ્યા ત્યારે ખુબ દૂખ થયું, કદાચ તમને એ બાબતની કલ્પના પણ નાં થાઈ પરંતુ મેં એ પરિસ્થિતિને મારી તાકાત બનાવવાનું નક્કી કરી લીધું. આજ દરરોજ મનની વાતો મારાં બ્લોગ દ્વારા તમારી સાથે કરું છું. આ રસ્તો પણ પરમાત્મા એ જ બતાવ્યો છે કે જેનાથી હું દરરોજ એક સકારાત્મકતા મારી અંદર અનુભવું છું.
કદાચ આ સમયમાં ઘણા પરિવારો છે, જેની સંખ્યા દુનિયામાં જોઈએ તો કરોડોમાં હશે કે મારી જેમ સ્વજનો ગુમાવ્યા પરંતુ એ બધાને એટલુંજ કહેવાનું કે દરરોજ ભગવાને આપણને એક સુંદર દિવસ આપ્યો છે જેમાં ઓછામાં ઓછું એક કામ એવુ કરીએ કે જે સાંજે સંતોષની લાગણી સાથે શાંતિની નીંદર આવે.
તો મિત્રો તમારું શું કહેવું છે ચોક્કસ જણાવશો. ફરી મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
interesting blog
જવાબ આપોકાઢી નાખો