આભાર શબ્દ કેટલો નાનો પણ અસર કેટલી મોટી / How small is the word "thank you " but how big is the effect?

 

આજ મેં એક સરસ ચંદ્રકાંત બક્ષીનું લખેલુ વાક્ય વાંચ્યું કે,

" સારા લોકો જલ્દી મરી જાય છે. નહિ? એ વાત ખોટી છે, સારા લોકો બહુ જલ્દી જીવી નાંખે છે. "

આ વાક્ય વાંચ્યા પછી હું વિચાર કરતી થઈ ગઈ કે ખરેખર આવું થાય છે? આપણે સાંભળીએ પણ છે કે, " સારા માણસોની જરૂર અહીંયા છે એમ ભગવાનને પણ છે. " " કોઈ પણ વસ્તુ માટે ભગવાન નિમિત્ત નથી બનતો " ને એવી ઘણી બધી વાતો.

પરંતુ આવી વસ્તુ જયારે આપણે કોઈને કહીએ કે જેણે તેમના સ્વજનને  ગુમાવ્યા છે, તો એ આપણને લાગણી વગરના કઠોર હૃદયના કહેશે. અને જોઈએ તો એ સમય સંજોગ પ્રમાણે કદાચ યોગ્ય પણ છે. જયારે કોઈએ નજીકના જ સમયમાં પોતાનું સ્વજન ગુમાવ્યું હોઈ ને તેને આવી વાતો કરીએ તો એ નાજ સમજી શકે.

હકીકત તો એ છે કે ભગવાને આપણે બધાને આપણા શ્વાસ ગણીને જ આપ્યા છે અને તેટલા જ આપણે લેવાના છે. આ શ્વાસ ચાલુ થવાંથી લઈને.................શ્વાસ બંધ થવા સુધીમાં જે વચ્ચેનો સમય છે તેનું નામ જિંદગી.

હવે તમે કહો કે, હું દુઃખી છું, ઈશ્વરે આ કેવી જિંદગી આપી છે,  ઘર નાનું છે, દરરોજ પરિવારમાં ઝગડા થાય, ખાવાની બાબતમાં ઝગડો, બાળકોની બાબતમાં ઝગડો, પાડોસીની બાબતમાં ઝગડો વગેરે વગેરે. આવી ફરિયાદો સાથે જીવતા લોકોની જિંદગી લાંબી થઈ પડે છે. ઘણી વખત ઘાણાનાં મોઢેથી સાંભળ્યું છે કે રોજની કંકાસથી તો મરવું સારુ. તો આવી જિંદગી ટૂંકી હોઈ તો પણ જલ્દી પસાર નાં થાય.

સવારે ઊંઠી ઈશ્વરનો ધન્યવાદ કરીએ,  દુનિયામાં ઘણાને પરિવાર નથી આપણે છે એનો ધન્યવાદ કરીએ, ઘણાને બેરોજગારી છે આપણી પાસે રોજગાર છે એનો ધન્યવાદ કરીએ, ઘણા લોકો ભૂખ્યા સુવે છે આપણી પાસે ખાવાનું છે તેનો ધન્યવાદ કરીએ, આવી ઘણી નાની નાની બાબતો આપણે વિચારતા જ નથી હોતા. કારણ???? કારણ એટલું જ કે ક્યારેય આપણે જે કાંઈ આપણી પાસે છે તેની માટે ધન્યવાદનો ભાવ લાવતા જ નથી ઉલ્ટાનું જેનો અભાવ છે તેનીજ ફરિયાદો ઈશ્વર પાસે કર્યા રાખીએ છીએ.

જે છે એનો ધન્યવાદ કરતા શીખશું તો સંતોષનો અમૂલ્ય સદગુણ આપણામાં આવશે અને જેનો અભાવ છે તે પણ ભાવમાં ફેરવાઈ જશે.

કદાચ એટલે જ સારા લોકો આ ધન્યવાદનો ભાવ કેળવીને જિંદગી જીવતા હશે, એમને અભાવની ફરિયાદ કરવાનું યાદ જ નહિ આવ્યું હોઈ. આથી જ સારા લોકો કદાચ જિંદગી જલ્દી જીવી નાખતા હશે.

 સાચા ભાવ સાથે પ્રેમથી જિંદગી જીવીએ, અભાવની ફરિયાદ સાથે નહિ. જો દરેક કર્યોમાં આભારની (thankfulness ) વિધિ હશેને તો જીવનમાં ક્યારેય કાર્યનો ભાર નહિ લાગે મિત્રો. બરોબર ને મિત્રો. તમારું શું કહેવું છે ચોક્કસ જણાવશો.

તો ચાલો ફરી મળીએ ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏

અને હા! તમારા બધાનો પણ ખુબ ખુબ આભાર કે દરરોજ મારાં બ્લોગસ   વાંચો છો thank you thank you હૃદયના ઊંડાણથી thank you 🙏



ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!