મેં મારું ભવિષ્ય જોવાનું બંધ કર્યુ / I stopped looking at my future
ૐ
મેં મારું ભવિષ્ય જોવાનું બંધ કર્યું.....
જયારે હું ઇંગ્લેન્ડ આવી ત્યારે અહીંયા ગુજરાતી છાપા કે નોહતા, જો કે અત્યારે તો પુસ્તકાલયમાં જાવ એટલે બધા જ છાપાઓ વાંચવા મળે ભલે થોડા જુના હોઈ. અત્યારે તો ભારતની જ નહિ દુનિયાની બધી ન્યૂઝ ચેનલો, અહીંયા આવે છે પણ પહેલા જયારે કંઈ નહોતું ત્યારે હું ગૃહશોભા, ને સખી ને એ બધી મેગેઝીન મારાં ઘરની બાજુમાં દુકાન હતી ત્યાં મળતી તે ખરીદી લાવતી. મને વાંચવું ગમે એટલે. તેમાં પણ અઠવાડિક રાશિ ભવિષ્ય આવતું અને મને એ વાંચવું ગમતું. પછી વચ્ચે થોડા વર્ષ મુકાઈ ગયું પણ ઇંગલિશ માં આવતું છાપું એમાં વાંચતી, જોકે ઇંગલિશ માં એ લોકો જુદી રીતે ગણતરી કરતા હોઈ છે પણ સાચું ખોટું વાંચવું ગમતું.
આજ લગભગ છેલ્લા થોડા વર્ષોથી તો હવે આ આધુનિક ફોનમાં ( મોબાઈલ ) માં જ બધી એપ રાખી જોઈ શકો છો એટલે સરળ થઈ ગ્યું. હું હમણાં છેલ્લા થોડા મહિનાથી મેં ભવિષ્ય વાંચવું બંધ કરી દીધું.
મારી જિંદગીના ઘણા ધૂપ છાવ જોયા પછી થયું કે ભવિષ્ય જેવું કંઈ હોતું જ નથી. આપણે જિંદગીમાં વિચારીએ તો છે ઘણું બધું, ઘણી બધી ભવિષ્યની યોજનાઓ બનાવ્યે છે. આપણી જાતને લઈને, બાળકોને લઈને, પરિવારને લઈને, ધંધાને લઈને અને આપણા નિવૃત્તિના સમયને લઈને અને વગેરે વગેરે વગેરે...........
પણ કેટલી સફળ રહે છે????? એ તો સમય જ બતાવે છે. ના કોઈ જ્યોતિષ કે ના તેની ભવિષ્યવાણી. અરે પછીની મિનિટ માં શું થશે એ પણ આપણને ખબર નથી હોતી તો આખી જિંદગીના ભવિષ્યની તો ક્યાંથી ખબર હોઈ.
આ ભવિષ્યની યોજનાઓ બનાવવાની ખુબ મજા આવે જોકે. એના ચક્કરમાં આપણે વર્તમાનની દરકાર જ નથી કરતા.
ઘણી વખત માણસ એટલો બધો ભવિષ્યમાં જીવતો હોઈ છે કે જયારે ઓચિંતાની કોઈ તકલીફ આવે કે આ દુનિયા છોડીને જવું પડે તો બધું ત્યાંનું ત્યાંજ રહી જાય છે. ઘણી વખત તો આપણે ધાર્યું હોઈ કે આમ થશે ને જિંદગી આપણને બીજો જ રંગ દેખાડે એટલે કે એક ક્ષણમાં બધું જ બદલાઈ જાય છે ત્યારે એમ થઈ કે હવે શું? સાવ આંખો સામે અંધારું છવાઈ જાય છે જિંદગીની દિશા જ બદલાઈ જાય છે. ત્યારે એમ થાય કે હવે તો આજ સરસ પસાર થઈ જાય તો કાલ જોયું જશે.
મિત્રો! મારો એવો મતલબ નથી કે કામ ના કરવું કે પૈસા ભેગા ના કરવા બસ ખાલી જલસા જ કરવા પરંતુ હું એમ ક્વ છું કે જો તમારી પાસે થોડું પૂરતું હોઈ તો સાંજે અડધી કલાક પરિવાર સાથે, મિત્રો સાથે, પોતાના બાળકો સાથે હસી મજાક ચોક્કસ કરી લેજો. સગવડતા હોઈ તો હરવા ફરવા પણ જજો. પણ એમ ક્યારેય ના વિચારતા કે નિવૃત થશુ પછી જલસા જ કરવાનાં છે ને, અત્યારે જુવાન છે તે કામ કરી લઈએ. આ કંઈ કાયમી નથી એ વાત હંમેશા યાદ રાખવી મિત્રો. ના સુખ, ના દુઃખ, ના ધન, ના સંબંધ, કંઈ જ નહિ એટલે જ ક્વ છું કે ભવિષ્ય વાંચવાનું બંધ અને જીવવાનું શરુ. બરોબર ને મિત્રો!!! |
તમારું શું કહેવું છે ચોક્કસ જણાવશો. ફરી મળીયે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
Sachi vaat kari bhavishy vachvu nhi pan banavu. Aaje jeevi lyo and kaal mate kamavo,
જવાબ આપોકાઢી નાખો