થોડી અંગત વાતો...... / A little personal talk.......
ૐ
આજ શું લખુ? કાંઈ ખબર નથી પડતી. કાંઈ સમજાતું નથી. કેવી રીતે અને ક્યાંથી ચાલુ કરું.
આજની વાત મારી જિંદગીની સાથ. આજથી ત્રેવીસ વર્ષ પહેલા આજના દિવસે મારાં માતા પિતાએ મારું કન્યાદાન કર્યું.
જી હા! આજનો એ દિવસ હતો જયારે મને મારો જીવનસાથી મળ્યો. આજનો એ દિવસ હતો કે દરેક દીકરીની જેમ મારી નવી જિંદગીની શરૂઆત થઈ. ખુબ પ્રેમમય, વિશ્વાસમય, આનંદમય, હાસ્યથી ભરપૂર, ખુશીયોથી ભરપૂર સરસ સફર રહી અમારી. હા ક્યારેક રિસાવા મનાવવાનું પણ થયું પરંતુ ક્યારેય અબોલા નોહતા થયાં.
જીવનસફરની આ સુંદર વાટમાં ઘણા સુંદર પાડવો પણ આવ્યા. બાળકોના આગમનથી જીવન વધુ અર્થસભર બન્યું. ઘણા નાના મોટા સપનાઓ જોયા એમાંથી ઘણા પુરા પણ થયાં અને ઘણા બાકી પણ રહ્યા.પરંતુ મનુષ્ય અવતાર લીધા પછી " નો જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું? " તો આપણે તો સાવ સામાન્ય માનવી છીએ. ભવિષ્યની ભેખડોમાં શું હોઈ કેમ ખબર પડે? અને પુરા બાવીસ વર્ષ છ મહિના પંદર દિવસ ને છ કલાકનો એ સાથ, મારી જિંદગીનું અમૂલ્ય સંભારણું બની ગયું. એમની સાથે વિતાવેલી હર ક્ષણ, હર પણ મારી જિંદગીની સુંદર યાદો બની ગઈ. પહેલા એમની જુદાઈથી ડર લાગતો પરંતુ હવે એ ડર હંમેશની માટે ચાલ્યો ગયો. એના જતાની સાથે હું નિર્ભય બની ગઈ.
કારણ?? કારણ કે એ હવે પાંચભૂતોનું બનેલું શરીર તો હંમેશને માટે ચાલ્યું ગયું પણ અમારો પ્રેમ આત્માઓનો હતો આથી એ હવે મારામાં મારી હિંમત મારો વિશ્વાસ બની વસે છે. સાથ નોહતો આ જન્મનો, અમે સાથી જન્મોજન્મના ક્યારેક એ પહેલા થયાં ક્યારેક હું પહેલી થઈ હોઈશ પણ હવે પછીના જન્મમાં હેં ઈશ્વર અમને સાથે બોલાવજે તારી પાસે એવી વિંનતી પ્રભુ.
કદાચ ઈશ્વરને એમનું કાંઈ અગત્યનું કામ પડ્યું હશે એટલે બોલાવી લીધા અને મારે હજી ઈશ્વરની આ દુનિયામાં કાંઈ ઈશ્વરનું કામ કરવાનું બાકી હશે એટલે છું હજી. પણ મારી હિંમત મારી શક્તિ મારી તાકાત બની મારી સાથે છે સદાય એ. દરેક ક્ષણમાં યાદ છે તારી અને દરેક યાદમાં મહેક છે તારી.
Thank you for being my lifepartner and always staying with me and now within me.
આથી જ ક્વ છું કે જીવજો આજમાં. કાલની આશમાં આજ ક્યારે કાલ બની જશે એની ખબર નહિ પડે અને એ કાલ ક્યારેય નહિ આવે.
તમારું શું કહેવું છે મિત્રો? જરૂરથી જણાવશો. ફરી મળીયે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો