વિચારમંથનના મોતિઓ / Pearls of brainstorming

 

વિચારમંથનના મોતિઓ 

                                                                              

ગઈ કાલે મેં એક અંગ્રેજી ફિલ્મ જોઈ.   


બધા જ ચરિત્રો ખુબ સરસ હતા બધાએ ખુબ જ સરસ  રીતે ન્યાય આપ્યો હતો. ફિલ્મ હતી, "The Boy in the Striped Pajamas" લગભગ બારેક વર્ષ જૂની પરંતુ એની વાર્તા મને વિચાર કરતી કરી ગઈ. આની વાર્તા બીજા વિશ્વ યુદ્ધ દરમિયાનની છે અને તે એક નવલકથા ઉપર બનેલી ફિલ્મ છે. હોલોકાસ્ટ ડ્રામા આઠ વર્ષના છોકરાઓની નજર દ્વારા નાઝી સંહાર શિબિરની હોરરને સંબંધિત છે: શિબિરના નાઝી કમાન્ડન્ટનો પુત્ર બ્રુનો જે આઠ વરસનો અને શ્યુઅલ એક યહૂદી કેદી તે પણ આઠ વરસનો છે તેઓની નજરે રજૂ કરવામાં આવી છે. આની વાર્તા મુજબ  બાળકોના એ ભોળા મનમાં કોઈ જાતની માલિનતા નોહતી, એ બાળકોને તો ખબર પણ નોહતી કે તેની આજુ બાજુ શું ચાલી રહ્યું છે.જે યુદ્વ ચાલી રહ્યું છે તે શા માટે છે? આમેય પણ બાળકોના હૃદય ખુબ જ માસુમ હોઈ છે. કમાન્ડર પિતા જ કેમ્પમાં રહેતા યહૂદી ઉપર અત્યાચાર કરાવતો પરંતુ માતા અને પત્ની તેની વિરુદ્ધમાં હતા અને બુરાનો અંત હંમેશા બૂરો જ થાય એની માફક આમાં પણ પિતાના કર્મોનો હિસાબ છોકરો મેળવે છે પરંતુ તેને તો ખબર પણ નોહતી. ખુબ જ હૃદયસ્પર્સી વાર્તા હતી. આ વાર્તા ભલે એક કાલ્પનિક વાર્તા હોઈ પરંતુ એક વાત તો સાચી કે બાળકોના મન, હૃદય ખુબજ નિર્દોષ અને નિર્મળ હોઈ છે.

     આપણે મોટા,  આ બાળકોના હૃદયમાં કે જે નાત જાત, ઊંચ નીચ, અમીર ગરીબ, તારું મારું, આવી વાતોને તેઓ સમજતા નથી, જાણતા નથી પણ આપણે મોટા જાણતા અજાણતા મનમાં નાખતા હોઈએ છે. આપણે જીવાત્મા, જન્મોજન્મના કરેલા કર્મોના સંસ્કારો રૂપી ભાથા બાંધીને જન્મોજન્મ જીવન મરણના ફેરા કાપતા રહીએ છીએ. દયાળુ પરમેશ્વર દરેક જન્મ આપણને સારા કાર્યો કરી આ તેણે બનાવેલી દુનિયાને સદગુણોથી સુંદર બનાવવા મોકલે છે પરંતુ આપણે તેણે સુંદર ના બનાવતા નફરત રૂપી ઝેર ફેલાવીએ છીએ. એ પણ પોતાના નિઝી સ્વાર્થ ખાતર. એ પરમાત્માની નજરમાં બધા જીવો એક્સમાન. પરમાત્માએ બધા જીવોને આ સુંદર પ્રકૃતિ સાથે સુંદર વિશ્વ આપેલું, પરંતુ દિવસે ને દિવસે આપણે મનુષ્યો તેને બધી રિતે બદલાવી રહ્યા છે. પછી ભલે તે કર્મોથી હોઈ ( પ્રદુષણ, આંતક, લડાઈ વગેરે ) કે પછી ગુણોથી હોઈ ( કામ, ક્રોધ, સ્વાર્થ, નફરત, લોભ વગેરે ).

તમને નથી લાગતું કે આ સુંદર દુનિયા દિવસે ને દિવસે વધુ સુંદર બનવી જોઈએ? આવનારી પેઢીઓ કે જે આપણી ઉપર ગૌરવ કરે. આપણે બધા એ પરમપિતાના દિવ્ય સંતાનો છીએ એ હંમેશા યાદ રાખીએ, પરમેશ્વરના એ સદગુણોને હંમેશા હૃદયમાં ને આપણા કર્મોમાં વસાવીએ. બસ એટલું કરીએ કે પોતાના સ્વાર્થ માટે બીજાનું ખરાબ ના કર્મોથી કરીએ કે ના  વિચારોથી કરીએ. જી હા! શરીરથી કરેલા કર્મો તો કદાચ માફ થશે પરંતુ વિચારોથી કરેલા સારા કે ખરાબ બંનેના હિસાબો ચુકવવા પડશે.

મિત્રો જરૂર વિચાર કરજો......... ફરી મળીએ ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏 



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday