સફરની મજા લ્યો / Enjoy the journey

 🕉

સફરની મજા લ્યો / Enjoy the journey

 

આપણે બધા જીવનમાં બધું જ મેળવી લેવા માટે કેટલા બધા આતુર હોઈએ છે. અત્યારે હજી તો છોકરું જન્મ્યું ના હોઈ એ પેલા તો બધું નક્કી થઈ જાય કે એ કઈ નર્સરીમાં જશે, કઈ નિશાળમાં જશે, શું બનશે વગેરે વગેરે..... તેના ભવિષ્યમાં એના જે ખર્ચાઓ થશે એ પણ બધું જ ભેગું કરી લેશે. આ બધું કરવામાં મા બાપ પોતાની જિંદગી જીવવાનું તો સાવ ભૂલી જ જાય છે.

આવું લગભગ બધા સાથે થાઈ છે. પોતાના ભવિષ્યને વધુ સુંદર બનાવવા પાછળ પોતાના વર્તમાનને માણવાનું જ રહી જાય છે. જ્યારે આપણે કયાંક રજા માણવા જવાનું હોઈ ત્યારે આપણે એટલા બધા રોમાંચક અને ખુશ હોઈ છે કે આપણે એજ સપના જોઈએ છે કે ત્યાં પોંહચીને શું કરશું?? કેવી રીતે કરશું?? એજ વિચારમાં રસ્તો ક્યાં કપાઈ જાય છે તેની ખબર જ નથી રહેતી. ત્યાં પહોંચ્યા પછી ખબર પડે કે વાતાવરણ જેવું ધાર્યુંતું એવું ના રહ્યું, આપણી તબિયત પણ થોડી નરમ ગરમ થઈ ગઈ અને રજા માણવાની તો ક્યાંય રહી પણ ત્રીજે દિવસે જ પાછા ફરવું પડ્યું.આ ભવિષ્યમાં મજા કરશું એ વિચારમાં રસ્તામાં મજા માણવાની જ રહી ગઈ.

કઈંક આવુજ આપણા  જીવનમાં પણ નથી બનતું!!! આપણે જ્યારે નાના હોઈએ ત્યારે જ જીવીએ છીએ પછી તો ભવિષ્યના સપનાઓ જોઈએ છે અને તેને પુરા કરવામાં એટલા વ્યસ્ત થઈ તેમાં ડૂબી જઈએ છે કે જયારે તેમાંથી બહાર આવીએ ત્યારે ખબર પડે કે મુઠ્ઠીમાંથી રેતીની જેમ સમય સરકી ગ્યો અને હાથ સાવ ખાલી જ રઈ ગ્યા. આપણે જેટલી ધારીએ છે તેનાથી પણ ખૂબ ઝડપથી જિંદગી પસાર થઈ રહી છે.

મિત્રો!!! એટલું જ કહેવાનું કે જિંદગીમાં સપના જોવા તેને પુરા કરવા, દિવસ રાત એક કરી ખૂબ મહેનત કરવી બધું જ ખૂબ જરૂરી છે પણ સાથે સાથે જિંદગીને માણવી પણ ખૂબ જરૂરી છે. આપણે ભવિષ્યમાં કરોડો આવશે ત્યારે સ્વિઝરલેન્ડની રજાઓ માણશું પણ અત્યારે ગામના બગીચા સુધી કે આજુબાજુના હિલસ્ટેશન સુધી જવાની સગવડ હોઈ તો ત્યાં ચોક્કસ જવું. મોટા મેનેજર બનશું ત્યારે ચોક્કસ મર્સીડીઝ લેશું પણ અત્યારે નાનકડી ગાડીમાં પણ લોન્ગડ્રાઈવમાં જઈ જ શકાઈ છે. બાળકો મોટા થશે ત્યારે તેના સપનાઓ પુરા કરવામાં ચોક્કસ મદદ કરશું પણ અત્યારે જયારે તેઓ નાના હોઈ ત્યારે તેમના બાળપણને પણ ભરપૂર માણજો.

ઘડપણમાં દંપતીનો પ્રેમ નિઃસ્વાર્થ હોઈ છે પણ જયારે જિંદગીના સફરમા બધી જવાબદારીઓ નિભાવવામાં બંને મશગુલ હોવ ત્યારે શાંતિથી બેસી એકબીજાની તબિયત વિશે પણ પૂછી લેજો. ક્યારેક હાથમાં હાથ લઈ બાજુમાં બેસી લેજો નહીંતર પછી તો માંદગીના ખાટલે ધ્યાન રાખી બેસવાનું જ છે. જીવનસાથીને પ્રેમ તો ઘણો કરતા હોઈએ પણ જયારે જયારે તેને દર્શાવવાની જરૂર પડે ત્યારે ચોક્કસ દર્શાવજો. અરે, હું તો કહીશ કે ક્યારેક બીમાર પડીયેને તો એની પણ મજા લેવી. બાકી તકલીફ, સંઘર્ષ એ બધું તો ચાલ્યું જ રહશે. લાબું જીવવું જરૂરી નથી પણ જેટલું જીવ્યે તે જીવન આનંદથી, મોજથી, ખુશીથી અને સંતોષથી જીવીએ ત્યારે જ તેને સાર્થક જીવન જીવ્યું કહેવાય.

આપણી જિંદગીની મંઝિલ મોત છે એ તો પાકું છે પણ એ જિંદગી અને મોતની વચ્ચે જે સારો-ખરાબ સમય છે, સુખ-દુઃખના જે દિવસો છે, નાની ખુશીઓ અને મોજની ઉજવણીની જે ક્ષણો છે તેને પણ ચોક્કસ માણવી. તમારી જેવી સગવડ હોઈ એ પ્રમાણે માણવી પણ હંમેશા મિત્રો જિંદગીની મુસાફરીમાં સફરની મજા માણવી મંઝિલ સુંદર હોઈ તો બેવડો આનંદ જ છે પણ મંઝિલ સુંદર ના હોઈ તો અફસોસ પણ ના રહે કે આપણે આનંદ જ ના કર્યો. બરોબર ને મિત્રો!!!

તમારું શું કહેવું છે ચોક્કસ જણાવશો.  ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!