બરફ વાળી સવાર / snowy day
વહેલી સવારે આંખ ઉઘાડતા જ બારીની બહાર જોયું, ખુબ સરસ બરફ ( snow ) પડતો હતો. જોઈને આનંદ થયો કારણ કે કામે જવાનુ નોહતું આથી ભલેને પડે. આપણે તો ઉઠી સવારના નિત્ય ક્રમથી પરવારી, બાળકોને ઉઠાડી નાસ્તા પાણી કરાવી ને online ભણવા બેસાડી દીધા. હું હાથમાં ચાનો કપ લઈને બેઠી પેટીયા પાસે ( પેટીયો એટલે કાંચનો મોટો દરવાજો ). બહાર ગાર્ડનમાં ધીમે ધીમે બરફ પડી રહ્યો હતો. ખુબ સરસ લાગતું હતું. પ્રકૃતિ જાણે બારફમાં જામી ગઈ હતી. તે ઝાડો, મારાં ગાર્ડન ની હેજ ( મહેંદીની જેવી વાડ હોઈ તેવી વાડ ), નાનું નાનું કુમળું ઘાસ જે બારફની જાજમમાંથી ક્યાંક ક્યાંકથી ડોકિયાં કરતું હતું, ગુલાબના છોડોને જે બરફથી ઢંકાયેલા હતા, ઉડતા પક્ષીઓ, ઝાડ ઉપર બેસીને કલરવ કરતા પક્ષીઓ બધા જ જાણે ઠંડીમાં થીજી ગયાં હોઈ તેવું લાગતું હતું. પવન તો જાણે તેઓની મસ્તી કરતો હોઈ તેમ ક્યારેક ક્યારેક વાતો અને બરફ ઉડાડી જતો. આ જોવાની ખુબ જ મજા પડતી હતી. કલાક તો ક્યાં વીતી ગઈ ખબર જ ના પડી.
ત્યાં તો અચાનક યાદ આવી ગયું કે આજ મારી દીકરીને તો સાંજે કામે જવાનુ હતું અને મને થયું કે કયાં આ બરફ પડ્યો? એક તો ઠંડી ને ઉપરથી કામે જવાનું અને રસ્તા તો સાવ બરફની પાટ જ થઈ ગયા હશે. અને મનમાં ચાલી એક લડાઈ.
હમણાં જે બધું જ ખુબ જ સુંદર હતું તે અણગમતું થવા લાગ્યું. મનમાં થયું કે ક્યાં બરફ પડ્યો, હમણાં છોકરી ગાડી લઈને જશે એટલે એ પાછી ના આવે ત્યાં સુધી ચિંતા અને બરફ વર્ષાની મજા માણવાને બદલે ચાલુ થયું તેને કોસવાની ક્રિયા. વર્તમાનની મજા લેવાને બદલે અડધો દિવસ ને અડધી રાત સુધી ચાલી ચિંતા. શું થશે? રસ્તાતો બરોબર હશેને? હવે વધારે બરફ નો પડે તો સારુ. છોકરી જલ્દી હેમખેમ આવી જાય તો ઉપાદી નહિ. વગેરે વગેરે....
જોયું મિત્રો,!
જિંદગીમાં આવું જ ચાલ્યે રાખે છે. પરિસ્થિતિ તો જે છે તે છે જ. કુદરત એના સમય પ્રમાણે કાર્ય કરે તે એની પ્રકૃતિ છે. પરંતુ આપણે દરેક પરિસ્થિતિમાં મન બુદ્ધિને સ્થિર રાખી સકારાત્મક વિચારવું એ આપણું કામ હોવું જોઈએ. શું આપણે આવું કરી શકીએ છીએ?? ના કારણકે આપણે પરિસ્થિતિની ઉપર ચિંતનથી વધારે ચિંતા કરીએ છીએ. બધું જ બરોબર હતું. સરસ વાતાવરણ હતું ઇંગ્લેન્ડના શિયાળાના દિવસો હતા તો ઠંડી અને બરફ તો પડે જ. એમાં કંઈ નવાઈ નોહતી પરંતુ આપણા સ્વાર્થ ખાતર મેં ચિંતા કરી અને પ્રકૃતિને દોષ દેવા લાગી.
સકારાત્મક વિચાર્યું હોત તો કહી શકી હોત, કે કંઈ વાંધો નહિ બરફ પડે છે તો બેટા ગાડી ચલાવવામાં જાળવજે, ફોન સાથે રાખજે અને બેટરી પણ પુરી ભરી લેજે. નિરાંતે વહેલી જજે અને મને ફોન કરીને જણાવી દેજે. કેટલું સરળ પણ જિંદગીને ગૂંચવાળોથી ગોટામોટા વાળી દેવું તો કોઈ આપણી પાસેથી શીખે. બરોબર ને?
તો બીજી વખત ફરી એજ બરફવર્ષા પણ જોવાની દ્રષ્ટિ જુદી ખરુંને મિત્રો. So life is positive because we can see positive in all situation.
___________________________________________________
As soon as I opened my eyes in the early morning, I looked out of the window, it was snowing very nicely. Glad to see you because I didn't want to go to work. We woke up in the morning with a regular routine, got the children up, made them breakfast and they went for study online. I sat with a cup of tea in my hand near the patio (patio means a large glass door). It was slowly snowing in the garden outside. Looked very nice. Nature seemed to freeze in the snow. The bushes, the hedge of my garden (a fence like a henna fence), the tiny grass that peeked out of the snowycarpet, the rose bushes that were covered with snow, the flying birds, the birds that perched on the trees and all the birds chirping. Seemed to be gone. The wind seemed to be making fun of them, and from time to time the wind blew. This was so much fun to watch. I don't know where the hour has passed.
Suddenly I remembered that my daughter has to go to work this evening and I wondered where the snow had fallen. One is to go to work from the cold and the road will be completely covered with snow. And a fight running through the mind.
Now everything that was so beautiful seemed to be disliked. It occurred to me that where the snow fell, now the girl will take the car, so instead of enjoying the fun and snowfall until it comes back, the action of cursing it started. Anxiety lasting half a day to midnight instead of enjoying the present. What will happen Are the roads right? It would be nice if there was no more snow. If the girl comes soon, don't go away. Etc etc ....
So dear friends ,
This is how it goes in life. The situation is as it is. It is nature to act according to its time. But it should be our job to keep the mind and intellect stable and think positively in every situation. Can we do that ?? No, because we are more concerned with the situation than we are with it. Everything was fine. The weather was nice, it was cold and snowy in England's winter days. This came as no surprise, but for our own sake, I worried and blamed nature.
If he had thought positively, he could have said that it doesn't matter if it snows, he should keep driving, keep the phone with him and also fill up the battery. Go early so if she meet any traffic still she can reach on time and let me know by phone. Someone can learn from us how easy it is to make life complicated and complicated. Right?
So the vision of seeing the same snowfall for the second time is different, friends. So life is positive because we can see positive in all situation.

👍
જવાબ આપોકાઢી નાખો