વસંતના વધામણાં / welcome to spring

મિત્રો, આજ વસંત પંચમી, એટલે કે આજથી શિયાળો ધીરે ધીરે જશે અને ફૂલોની ઋતુ વસંત ચાલુ થશે. જયારે ભારતમાં હતા ત્યારે વસંત પાંચમી વિશે નિબંધ લખવાનો આવતો અને જયારે એના વર્ણન વિશે  વાંચતા ત્યારે થતું કે ખરેખર આવી ઋતુ હશે??

હા! ચોક્કસ વસંતની બહાર ખુબ સરસ હોઈ છે. આપણે ગુજરાતમાં રહીએ છીએ અને ત્યાંની આબોહવાને કારણે આપણે પ્રકૃતિમાં એટલા ફેરફારો નથી જોઈ શકતા. આપણને ઠંડી ગરમી અને વરસાદનો અનુભવ થાય છે પરંતુ દરિયાથી દૂરના પ્રદેશોમાં આપણને ઋતુગત ફેરફારો કુદરતમાં ખુબ જોવા મળે છે. ગુજરાત શિવાય ભારતના અન્ય પ્રદેશની તો બહુ ખબર નથી પરંતુ અહીંયા ઇંગ્લેન્ડમાં દરેક ઋતુ પૂર જોશમાં તેની કારીગરી બતાવે છે.

અત્યારે હાડ ગાળી નાંખે એવી ઠંડી હોઈ છે. ભારતની જેમ અહીંયા પણ જયારે મકરસંક્રાંતિ જાય એટલે દિવસો લાંબા થતા જશે એવી આશા બંધાતી જાય. અને જયારે ધીમે ધીમે ફેબ્રુઆરી મહિનો પૂરો થાય અને માર્ચ એપ્રિલ આવે ત્યાં સુધીમાં તો અહીંની કુદરતી શોભા જોવાજેવી હોઈ. શિયાળાની કડકડતી ઠંડીમાં ઠુંઠવાઈને ઉભેલા એ વૃક્ષોને જોઈએ તો દયા આવે કે, હેં પ્રભુ કયાં જન્મના બદલા આ વૃક્ષ રૂપે ચુકવતા હશે. અહીંયા શિયાળામાં વૃક્ષોની દશા એવી લાગે જાણે જેનું બધુંજ લૂંટાઈ ના ગયું હોઈ.   ઠંડીમાં થીજતા, સૂકા બળેલ ઠુંઠા લાગતા હોઈ. કોઈક જ એવા ઝાડ હોઈ કે જેમાં પાંદડા હોઈ બાકી લગભગ બધા જ ઝડના પાંદડા પાનખરમાં ખરી પડે છે.


ઘીરે ધીરે ઝાડ પર આવતી કુમળીઓ, અને વૃક્ષો ઉપર આવતી બહારો અને લીલા સુંદર મેદાનોમાં આવતા એ ડેફોડીલના સફેદ પીળા ફૂલોથી અહીંની વસંત ઋતુ ચાલુ થાય. થોડી ઓછી ઠંડી પણ સૂર્યદેવના દર્શન થાય. શિયાળામાં ઓછા થાય અને થાય તો બહુ વાર ના હોઈ. અહીંયા વસંતની બહાર જોવાજેવી હોઈ છે ચારે બાજુ એમ થાય કે પ્રકૃતિ હસી રહી છે. અદ્ભૂત વાતાવરણ હોય છે. આમ તો દરેક ઋતુની તેની આગવી સોંદર્યતા છે પણ વસંત અને ઉનાળાનું સોંદર્ય તો પૂરજોશમાં ખીલતું હોઈ છે.


મિત્રો તમને કહી દવ કે ઇંગ્લેન્ડમાં વર્ષમાં બે વખત સમય બદલાઈ છે. ના ના માણસોનો નહિ ઘડિયાળનો, હા અહીંયા માર્ચ મહિનાના છેલ્લા રવિવારે ઘડિયાળ એક કલાક આગળ કરવામાં આવે છે અને તે પછી અહીંયા બ્રિટિશ સમર એટલે કે ઉનાળાની શરૂઆત થઈ જાય અને પછી છ મહિના સુધી ઉનાળાની મજા પડે. અહીંનો ઉનાળો એટલે ગુજરાતનો શિયાળો. ફરીથી સપ્ટેમ્બરના છેલ્લા રવિવારે પછી ઘડિયાળ એક કલાક આગળ મૂકીએ એટલે પાનખર આવે ને પછી એ બરફ વાળી ઠંડી આવે. એક તો ઠંડીના દિવસો ને ઉપરથી સાંજે ચાર વાગ્યામાં અંધારું થઈ જાય અને સવારે પણ  લગભગ આઠ વાગ્યાની આજુબાજુ દિવસનું અજવાળું જોવા મળે. અહીંનો શિયાળો વૃદ્ધજનો માટે અને બાળકો માટે થોડો કાંટાળાજનક હોઈ છે કારણ કે ઠંડીના લીધે બહાર જવાનું ઓછું મળે. પરંતુ માર્ચથી સપ્ટેમ્બર સુધી ખુબ જલસા. દિવસનું અજવાળું સવારે સાડા ચાર પાંચ વાગયેથી જોવા મળે ને સાંજે છેક દસ વાગ્યાં સુધી. પાછો તડકો અને ચારે  બાજુ સુંદર ફૂલોથી ફળોથી લદાયેલી પ્રકૃતિ. અદ્ભૂત અદ્ભૂત કુદરત!!!

મારી વાત કરું તો મને દરેક ઋતુની મજા માણવી ખુબ ગમે. દરેક ઋતુનું ભરપૂર સોંદર્ય હોઈ છે અને તે જોવાની ખુબ મજા પડે છે. આમેય પણ જયારે આપણે કુદરતની બાજુમાં કે તેની વચ્ચે હોઈએ ને ત્યારે જીવનના ઘણા  નવા પાઠો શીખવા મળતા હોઈ છે અને જો તે જોવાની નજર ના હોઈ તો પ્રકૃતિની વચ્ચે રહેવાથી મનને આત્માને એક અજબની શાંતિ તો મળેજ છે. ખરુંને મિત્રો???

તમારા વિચારો ચોક્કસ જણાવશો. ફરી મળીએ ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

આજ જન્માષ્ટમી.......

હું કહુંને તમે આપો તો માંગણી જેવું લાગે, પરંતુ માંગ્યા વગર આપો તો લાગણી જેવું લાગે....