આનો શું મતલબ???? / What does this mean ????
ૐ
આનો શું મતલબ????
ગઈ કાલે એક સરસ વાક્ય વાંચ્યું કે ,
"તમે જેને ખુશ જોવા માંગો છો તેને અહીંયા જ ખુશ રાખો કારણ કે તાજમહેલ દુનિયાએ જૉયો છે મુમતાઝે નહિ "
કેટલું સરસ!!! આપણા જીવનમાં બધા જ મહત્વના સંબધો છે, માતા પિતા, ભાઈ બેન, પોતાના બાળકો અને પોતાનો જીવનસાથી. આપણે જીવનમાં બધાને ખુશ રાખવાનો પ્રયત્ન આખી જિંદગી કરતા રહીયે છીએ. તેમાંથી કેટલા સાચે જ ખુશ થાય છે એ તો ખબર નથી પરંતુ આખા પરિવારને ખુશ રાખવાના ચક્કરમાં જો કોઈને સૌવથી વધારે દુઃખ પહોંચાડતા હોઈ તો એ છે આપણો જીવનસાથી.
આ વાતનો તમે પણ કયારેક ને ક્યારેક અનુભવ કર્યો જ હશે.
ત્યારે આપણે એમ વિચારતા હોઈએ છીએ કે એ તો આપણું ઘરનું માણસ છે ને એને તો બધું કહી શકાઈ. એ નો સમજે તો બીજું કોણ સમજે! બરોબર ને!! એને તો ગમે તે કહી શકાઈ. બરોબર ને!! કેમ? આપણે એની સાથે લગ્ન કર્યા એટલે એ આપણી મિલ્કત છે? પતિ હોઈ કે પત્ની કોઈ કોઈ ની સંપત્તિ નથી. બંને પોત પોતાનું એક જુદું અસ્તિત્વ ધરાવે છે. એકબીજાના સાથી છે ગુલામ નહિ.
ઘણી વખત સંયુક્ત પરિવારોમાં થોડા ઘણા અણબનાવો તો બનતા જ હોઈ છે અને ક્યારેક તે થોડી સમજદારીના અભાવે ખુબ મોટા ઝગડાઓમાં ફેરવતા હોઈ છે. આવે વખતે પતિ કે પત્ની બંનેમાંથી એકે તો એવી સમજદારી બતાવી જ પડે. એ સમયે થોડી સજદારી દાખવી હોઈ તો નાની વસ્તુ મોટું રૂપ ધારણ ના કરી શકે. આ જ જવાબદારી ઘરના વડીલોની વધારે છે ખાસ કરીને સાસુ કે મા, જો આ પાત્ર પોતાનો રોલ તટસ્થ નિભાવે તો ક્યારેય ઘરમાં કે સંબંધોમાં ખટાસ આવે જ નહિ.
હંમેશા યાદ રાખવું પરિવારોમાં પ્રેમને મહત્વ વધારે આપવું પૈસાને નહિ. પતિ નામના પ્રાણીએ મા ને પત્ની બંનેને તટસ્થતાથી સમજાવવા જોઈએ અને પત્ની નામના પ્રાણીએ પોતાની સાસુ કે નણંદ, જેઠાણી કે દેરાણી જે પણ સંબંધ હોઈ બધા સાથે તટસ્થ રહેવું. તટસ્થ રહેવું એટલે દુર દૂર નહિ પણ દરેક સંબંધમાં ઈમાનદારી રાખવી.
આ બધા, જે પરિવારમાં સંબધો છે તે બધા જ સાસરે આવનારી છોકરી તેના પતિના કારણે નિભાવે છે. જો પતિ પત્નીમાં ખુબ સમજદારી અને પ્રેમ હોઈ તો બોવ ઓછી ફરિયાદો હોઈ છે પરંતુ થોડી ઘણી અનબન હોઈ તો મોટું સ્વરૂપ ધારણ કરતા વાર નથી લગતી. ઘણી વખત સંયુક્ત પરિવારમાં ના રહેતા હોઈ તો પણ ઝગડાઓ થતા જ હોઈ છે. ઘણી વખત વાત કંઈ જ ના હોઈ.
હંમેશા યાદ રાખવું દુનિયામાં દરેકની બે બાજુ જ હોઈ છે. હંમેશા આપો અને લ્યો. આજ઼ નિયમ છે. પતિ પત્નીના સંબંધમાં પણ માન આપો માન મેળવો. શરૂઆત તો ત્યાંથી જ થાઈ ને પછી ગણતરી નથી રહેતી. બધા જ સંબધોમાં આજ઼ સમીકરણ લાગુ પડે છે.
જે પણ સંબંધ હોઈ માનો, પિતાનો, જીવનસાથિનો, બેનનો, ભાઈનો કે મિત્રનો બધાને અહીંયા જ ખુશ રાખો, આપણી ભૂલ હોઈ તો માફી માંગો, એની ભૂલ હોઈ તો માફ કરો ને જીવનમાં આગળ વધો. એના દુનિયામાંથી વિદાઈ થયાં પછી એની પાછળ તાજમહેલ બનાવવાનો કોઈ ફાયદો નથી. બરોબર ને મિત્રો???
તમારા વિચાર ચોક્કસ જણાવશો. ફરી મળ્યે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો