આપણે ક્યારે નસીબદાર કહેવાય??? / When are we lucky ???

 

આપણે ક્યારે નસીબદાર કહેવાય???


હા ભાઈ! કોને નાં ગમે નસીબદાર બનવું?? બધાને ગમે. ગમે જ નહિ પણ ખુબ ગમે. પણ આપણે નસીબદાર છે કે બદનસીબ એ કોણ નક્કી કરશે? ચાલો આજ આ વિશે વિચારીએ.

માણસ નસીબદાર છે એમ ક્યારે કહેવાય? જે ખુબ ધનવાન હોઈ તે નસીબદાર? ના જેની પાસે ખાલી પૈસા કે ધનસંપતી હોઈ તે નસીબદાર તો નો હોઈ શકે. તો કોણ? એ નસીબદાર કે જેની પાસે પૈસા અને ધનની સાથે પૂરો પરિવાર હોઈ તે નસીબદાર. ખરેખર? જો આપણી પાસે પૈસા હોઈ, ધનસંપત્તિ હોઈ, પરિવાર હોઈ પરંતુ પરિવારના સભ્યો એજ પૈસા અને ધનસંપત્તિ માટે કજિયા કંકાસ કરતા હોઈ તો? તો શું તે નસીબદાર? ના પણ જેની પાસે પૈસા છે, પુષ્કળ ધન છે, પરિવાર છે અને તેમાં સંપ છે તે નસીબદાર. આ બરોબર, સાચે જ? ના  ભાઈ ના, એ પરિવારમાં બધું જ છે પૈસા છે, ધન છે, પરિવાર છે અને પરિવારમાં સંપ પણ છે પરંતુ એ પરિવારમાં બાળકો અપંગ છે અને વડીલોને પણ કઈંક તકલીફ છે. નાં તો એ નસીબદાર ના કહેવાઈ. બરોબર, પેલા બહાર ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો? એ ક્યાંથી નસીબદાર થયાં, તેમની પાસે તો પૈસા જ નથી. દરરોજ ઉઠીને ખાવાની જ ઉપાદી. ના ના એ પણ નહિ. તો કોણ નસીબદાર???

માણસની નસીબદારની વ્યાખ્યા સમય સાથે બદલી જાય છે. ક્યારેય કોઈ માણસ આખી જિંદગી તે નસીબદાર રહ્યો, એમ શું કહી શકે?? ચોક્કસ ના કહી શકે કારણકે  આપણે આપણી જાતને ત્યારે નસીબદાર ગણીએ કે જ્યારે આપણા કોઈ કામ સફળ થાય  અથવા આપણે જે વસ્તુ કે વ્યક્તિ જીવનમાં જોતી હોઈ ને મળી જાય ત્યારે અથવા કોઈ અકસ્માતમાંથી હેમખેમ બચી જાય ત્યારે અથવા ક્યારેક આપણે ધારેલા કામ પુરા થાય ત્યારે. ક્યારેક કોઈ વ્યક્તિ તકલીફ વગર ( હૃદય હુમલાથી ) મોટી ઉંમરે મૃત્યુ થાય તો એને પણ નસીબદાર આપણે ગણિયે છે. ( અહીંયા આપણને નથી ખબર કે એ હાર્ટ એટક વખતે એને તકલીફ હતી કે નહિ ) બરોબર ને!!! અને આ આપણી  નજરમાં આપણે નસીબદાર પરંતુ બીજાની નજરમાં કંઈ બીજી રીતે નસીબદાર હોઈ. ઘણી વખત આપણા વિચારે બીજા બધા જ નસીબદાર પણ આપણે જ પોતાને બદનસીબ માનતા હોઈએ છે. મારાં ખ્યાલથી એનું કારણ એટલું જ કે આપણે જે જોયતું હતું તે આપણી પાસે નથી પણ બીજા પાસે છે એટલે. ખરુંને!!! આવુજ બંને છે.


તો આટલી દલીલો કર્યા પછી એજ પ્રશ્ન કે નસીબદાર કોણ? અને શું કોઈ આખી જિંદગી નસીબદાર હોઈ શકે ખરું?

દુનિયામાં નસીબદાર તો બધાજ છે કારણ કે ઈશ્વરે જ બધાને દુનિયામાં કોઈ એક ધ્યેય સાથે મોકલ્યા છે. આપણને પ્રાપ્ત થયેલ શરીર આપણા પૂર્વ કર્મોના ફળ સ્વરૂપ હોઈ છે. આથી હા! નસીબદાર એ કે ભગવાને જેને એક સરસ મજાનું અંખડ એટલે કે કોઈ પણ ખોડ ખાંપણ વગરનું તંદુરસ્ત  શરીર આપ્યું હોઈ, પછી ભલે શ્યામ વર્ણ ભગવાન કૃષ્ણ જેવો કે સ્વેત વર્ણ  હોઈ ભગવાન રામ જેવો. પરંતુ જો તેનું હૃદય મલીન હોઈ, વિચારો કર્મો સારા ના હોઈ તો એ બદનસીબ છે.  બાકી ભૌતિક સુખસગવડતાઓ જેની પાસે વધારે એ વધુ નસીબદાર નહિ, કોઈ ઘર એવું નથી જ્યાં મૃત્યુ એ દરવાજો ખખડાવ્યો ના હોઈ,  તો પછી જેનો ભર્યો પૂરો પરિવાર છે તેમાંથી પણ ઓછા થવાના જ તો એને પણ ના ગણી શકાય નસીબદારના લિસ્ટમાં ના જ ગણી શકાય.

તો નસીબદાર એ વ્યક્તિ કે ભગવાન કૃષ્ણ ની ગીતા મુજબ કે જેણે દરેક પરિસ્થિતિઓમ પોતાના મન બુદ્ધિ અને ઇન્દ્રિયોને સ્થિર રાખી શકે પછી તે દુઃખના ડુંગર હોઈ કે સુખોની હારમાળા. એ વ્યક્તિ નસીબદાર કે જે  ભગવાનની ગીતા મુજબ ગમેતેવી પરિસ્થિતિ હોઈ પણ મક્કમ રહે તે નસીબદાર.  શાંત, પવિત્રતા, દિવ્યતા સત્ય કરુણા આ બધા જ આત્માના સદગુણો છે અને જે તેને જાળવીને જીવે છે તે જ નસીબદાર. પછી ભલે તે ગરીબ હોઈ કે અમીર હોઈ કે પરિવાર સાથે હોઈ કે અનાથ એ જરૂરી નથી. રાત્રે સુતા પછી જેને શાંતિની ઘસઘસાટ નિંદર આવે ને તે નસીબદાર. એ નીંદર ત્યારે જ આવે જયારે દિવસ સાચી નીતિથી પસાર કર્યો હોઈ.બરોબર ને મિત્રો.



આવું મારું માનવું છે મિત્રો. તમારું શું કેવું છે નસીબદાર વિશે ચોક્કસ જણાવશો. ફરી મળીયે ત્યાં સુધી શામડિવાઇનના  પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....