હું કહુંને તમે આપો તો માંગણી જેવું લાગે, પરંતુ માંગ્યા વગર આપો તો લાગણી જેવું લાગે....

 ૐ

હું કહુંને તમે આપો તો માંગણી જેવું લાગે, પરંતુ માંગ્યા વગર આપો તો લાગણી જેવું લાગે....

આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે, " માંગ્યા વગર મા એ ના આપે ". એટલે કે આપણે કંઈ જોઈતું હોઈ તો માંગવું પડે, બોલવું પડે તો જ મળે. નાનકડું બાળક હોઈ ત્યારે એ રડે તો જ મા દૂધ પીવડાવે કે રમકડું આપે છે. છતાએ ત્યાં લાગણીનો સંબંધ જોવા મળે છે. બાળકો નાના હોઈ કે મોટા હોઈ મા તરફથી હંમેશા કનેક્શન મજબૂત હોઈ છે પરંતુ બાળકો તરફથી ઘણી વખત રુકાવટ કે લિયે ખેદ જોવા મળે છે. સાચા સંબંધ તો લાગણીઓના સંબંધ હોઈ છે. કેટલું સુંદર કહેવાઈ કે આપણે કંઈ બોલીએ એ પહેલા જ કોઈ આપણને સમજી જાય. આપણે કંઈ માંગીએ એ પહેલા જ સામેની વ્યક્તિ આપણને આપી દયે. શું આવા સંબધો હોઈ??

આવા સંબધો હતા એ ખબર છે. શ્રી ક્રિષ્નએ સુદામાના માંગ્યા પહેલા જ બધું આપી દીધું. દ્રૌપદીએ દુઃખમાં યાદ કરીયા ભેગા જ મદદ કરી દીધી. કેટલું સુંદર!!!! આ લોહીના સંબધો નોહતા. પરંતુ હૃદયથી હૃદયની લાગણીનાં સંબધો હતા. લોહીના સંબધો તો આપણે માનવા જ પડે પછી તે આપણને ગમે કે ના ગમે પરંતુ લાગણીના સંબધો એવા સંબધો છે કે જેને આપણે દિલથી નિભાવીએ, જેના તાર એક દિલથી બીજા દિલ સુધી કનેકશન વગર જ જોડાયેલા હોઈ છે. જેમાં એકને તકલીફ પડે કે તરત જ બીજો હાજર થઈ જાય. જોકે તકલીફ જ ના પડવા દયે એ જ સાચો સંબંધ. આવા સંબધો હોઈને તો એને પૈસા કરતા પણ વધારે માનથી અને કાળજીથી જાળવવા જોઈએ. આવા અમૂલ્ય સંબધો હશે તો પૈસો તો આમ આવી જશે પણ જો આવા સંબધો નહી હોઈ તો એ પૈસો પણ ધૂળ લાગશે કારણ કે એ પૈસાથી આવા નિઃસ્વાર્થ સંબધો ખરીદી નહી શકાઈ. આવા અમૂલ્ય સંબધો ભાઈ ભાઈ વચ્ચે, બેન ભાઈ વચ્ચે, માતા પિતા અને સંતાનો વચ્ચે કે પછી લોહીના સંબધ વગરના મિત્રો વચ્ચે હોઈ શકે. સાચી મજા જ એ છે કે કીધા વગર કોઈ આપણી વાત સમજી જાય. જ્યાં માંગ્યા વગર મળે તે પ્રેમ છે પણ જ્યાં માંગ્યા પછી પ્રેમ મળે તો એય ભીખ છે.

મિત્રો ચોક્કસ વિચારજો કે આપણે કેવા મિત્ર છે? કેવા સંતાન છે? કેવા પ્રેમી કે પ્રેમિકા કે પતિ કે પત્ની છે? કેવા માતા પિતા કે સંતાનો છે? આપણે માંગવું પડે છે?? આપણે માંગ્યા વગર કંઈ પણ કોઈને આપીએ છીએ??? જો જવાબ હા હોઈ તો ખૂબ સરસ!! પણ જો જવાબ ના હોઈ તો આપણે જ એ વ્યક્તિ કેમ ના બનીએ કે જે માગ્યા વગર જ બીજાને આપીએ. આપણી માટે એવા નિઃસ્વાર્થ સંબંધ શોધવા જઈએ એ પહેલા આપણે જ એવા કેમ ના બનીએ!!!! જો એવો સંબંધ દુનિયામાં ના મળે તો આ દુનિયા બનાવનાર પરમાત્મા સાથે જોડજો. ત્યાં ક્યારેય નિરાશા નહી મળે, કદાચ મોડું થાઈ. અને ત્યાં આ પ્રાર્થના સાથે બોલશો કે, હે! પ્રભુ હું કહુંને તમે આપો તો માંગણી જેવું લાગે, પણ મારાં માંગ્યા વગર આપો તો લાગણી જેવું લાગે.....

તો ચાલો મિત્રો તો પહેલો એ લાગણીનો સંબંધ એ ઈશ્વર સાથે જ જોડીએ પછી જ દુનિયામાં શોધીએ. બરોબર ને!!! તમે શું કહો છો?? ચોક્કસ જણાવશો. ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુબ આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏













ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

આજ જન્માષ્ટમી.......

સુખી થવું અઘરું નથી પણ બીજા કરતા વધારે સુખી થવું એ મુશ્કેલ છે../It is not difficult to be happy but it is difficult to be happier than others.