જેની ભાષા જાયને તેની સંસ્કૃતિ જાય / Whose language goes his culture goes
ૐ
જેની ભાષા જાયને તેની સંસ્કૃતિ જાય
મારું માનવું છે કે જેની ભાષા જાયને તેની સંસ્કૃતિનો નાશ પહેલા થાય. હું દ્રઢપણે માનું છું કે દરેકે પોતાની માતૃભાષા શીખવી જ જોઈએ અને તેને શીખવી એ આપણો અધિકાર છે. તમે દુનિયામાં ગમે તે ખૂણામાં રહેતા હોઈ કે પછી ત્યાં પરિવાર માટે, બાળકોના સારા ભવિષ્ય માટે વિદેશોમાં વસતા હોય તો પણ આપણે આપણા બાળકોને આપણી માતૃભાષા શીખવાડવી જ જોઈએ.પણ આ પતંગના ઉદાહરણ દ્વારા હું એ કહેવા માંગુ છું કે આ પતંગ જેવા જ આપણા બાળકો છે. એકદમ સુંદર, નિખાલસ. ખરુંને! પોતાની જિંદગીઓમાં આગળ વધવા માટે તૈયાર, પોતાની કારકિર્દીઓ બનાવવા માટે વિદેશોમાં વસાવા તૈયાર અને એમાં કાંઈ ખોટું પણ નથી. દરેક જીવને પોતાનો બધી રીતે વિકાસ કરવાનો હક છે. પછી ભલે તે ભૌતિક હોઈ આધ્યાત્મિક હોઈ કે બૌદ્ધિક વિકાસ હોઈ. પણ જો આ વિકાસ પોતાના સંસ્કારોના મૂળ સાથે જોડાયેલા હશે તો એ પણ આ દુનિયાના કોઈ પણ ખૂણામાં સુંદર રીતે પતંગની જેમ ઉડી શકશે અને સફળતા પૂર્વક પ્રગતિ કરી શકશે.
દુનિયાની દરેક ભાષા ખુબ સરસ છે, પણ પોતાની માતૃભાષા પોતાની મા જેવી છે. જેટલો પ્રેમ માતા પોતાના બાળકને કરે છે ને તેટલો કોઈ ના કરી શકે. આથી તમને જો તમારી ભાષા આવડતી હશેને તો તમે જલ્દીથી બધા સાથે ભળી જશો. આપણો સાચો સાહિત્ય વારસો, આપણી સંસ્કુતિ બધું જ આપણી ભાષામાં જાળવયેલું છે. તેને જાણવા માટે એ આવડાવી ખુબ જ જરૂરી છે. જેમ અંગ્રેજી આવડતું હોઈ તો પશ્ચિમી દેશોમાં વસાવામાં જરાય તકલીફ નો પડે.
પરંતુ આપણી માતૃભાષાનું ગૌરવ લઈને તેને જાણી સમજી શીખીને પોતાની માતા જેટલું સન્માન આપીયેને ત્યારે સામેના વાળાને એક વખત આપણી ઉપર ચોક્કસ માન થાય છે. જેમ મજબૂત દોર પંતગને પકડી રાખે છે તેવી જ રીતે માતૃભાષાની મજબૂત દોર આપણને પકડી રાખે છે, જોડાયેલી રાખે છે આપણી સંસ્કુતિ સાથે.
જો માતૃભાષા આવડતી હશેને તો આપણા દિવ્ય પુસ્તકો રામાયણ, ગીતા, વેદો, ઉપનિષદો વગેરે ને વાંચી શકાય સમજી શકાઈ. જયારે આપણે કોઈ હિન્દી ફિલ્મ અંગ્રેજી ભાષામાં ડબ કરેલી જોઈએ, કે કોઈ અંગ્રેજી ફિલ્મ ગુજરાતી કે હિંદી ભાષામાં ડબ કરેલી જોઈએ, તો કેવું લાગે???? ઓરીજનલ જેવી મજા તો નો જ આવે બરોબરને!!દરેક વસ્તુ ( એટલે ક ડબ કરેલું કે બીજી ભાષામાં ભાષાંતર કરેલું ) તેની જે વાસ્તવિકતા હોઈ તે મુજબ ના જ સમજી શકાય. બસ તેવી જ રીતે આપણી ભાષાના સહીત્યોના ભાષાંતરો બીજી ભાષામાં વાંચવાની મજા ઓરીજનલ જેવી તો ના જ આવે. ખરુંને!!!!!
ઇતિહાસ સાક્ષી પુરાવે છે કે કોઈ પણ સંસ્કુતિનો નાશ કરવો હોઈને તો તેની ભાષાનો પહેલા નાશ કરવો. એની પાછળ સંસ્કુતિ ને ધર્મ તો ચાલ્યા જ જશે.
આથી દરેકને પોતાની માતૃભાષા લખતા વાંચતા તો આવડવી જ જોઈએ અને પછી રાષ્ટ્ર્રભાષા અને પછી તેઓ જે પણ દેશમાં વસતા હોઈ તે દેશની ભાષા પણ શીખવી જ જોઈએ તો જ તમે તમારું અસ્તિત્વ ખોયા વગર, તમારી ઓળખાણ ખોયા વગર આ દુનિયામાં જીવી શકો. બરોબરને!!!!!!!!
તમને શું લાગે છે મિત્રો ???? ચોક્કસ જણાવશો. ફરી મળીએ ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏




Thanks for your time
જવાબ આપોકાઢી નાખોproud to be Gujrati Indian i love your blogs
જવાબ આપોકાઢી નાખો