નિયત હંમેશા સાચી જોઈએ / Always keep true intention

 🕉 

નિયત હંમેશા સાચી જોઈએ


અત્યારે આપણે માણસને નથી ઓળખી શકતા કારણકે અત્યારે માણસોના બે ચહેરા હોઈ છે. એક જે તે દુનિયાને બતાવે છે અને બીજો એ જે પોતે હકીકતમાં છે. તમને કોઈક જ એવુ મળશે કે જે અંદરથી અને બહારથી એક જ હોઈ. ઘણી વખત માણસો પોતાના ફાયદા માટે ખબર હોઈ છતાં ખોટું બોલીને કે બીજાનું નુકસાન કરીને પણ પોતાનું કામ કરી લેતા હોઈ છે. તે સમયે તો તેને ફાયદો થઈ જાઈ છે પણ પછી પાછળથી ઘણું નુકસાન ભોગવવું પડે છે. એવુ નથી કે તેઓને ખબર નથી પરંતુ પોતાના સ્વાર્થમાં એટલા આંધળા બની જાઈ છે કે બીજાના નુકસાનની તેઓને ખબર જ નથી રહેતી.

પેલા આપણા વડીલો કહેતા કે કાગડાની કમાણી ઈંડાને નડે પરંતુ અત્યારે ઝમાના પ્રમાણે એની કમાણી એને જ નડે છે. કોઈ સાથે છળ કપટ કરીને જીતી જાવને તો પણ એ હાર જ છે અને ઈમાનદારી અને સત્યતા દિલમાં રાખી કાર્ય કર્યુ હોઈ  અને કોઈ કારણ વસાત સફળતા ના મળે તો પણ તે વ્યક્તિ જીતેલો જ છે. આપણા કપડાં મેલા હોઈ તો આપણે બદલાવી શકીએ પણ મન મેલું હોઈ નિયંતમાં ખોટ હોઈ તો તેને કેવીરીતે બદલાવવું????ભગવાને પણ નિયત ખોટી વાળાને માફ નથી કર્યા. જયારે તમે ખોટી દાનત રાખી કાર્ય કરો એટલે કે તમે ઉપરથી સારા થવા સારુ સારુ બોલો અને પછી પાછળથી એને જ ખરાબ કરો એટલે એ યોગ્ય ના કહેવાય.

આમાં ખાલી પારકા માણસો જ નહિ પણ પોતાના નજીકના સગા વ્હાલા વધારે હોઈ છે. ક્ષણિકના સુખ માટે આવડા મોટા પાપકર્મનો બોજ લઈને ફરતા રહેવું. આવા બોજા સાથે જિંદગી જીવવી ખુબ અઘરી લાગે. જેટલો વજન ઓછો એટલું ચાલવાની મજા આવે તેમ જિંદગીમાં પણ એવુ જ છે જેટલું જીવન પારદર્શિ હોઈ,  એટલી જિંદગી જીવવાની મજા પડે. પેલામાં સાચું ખોટું કેટલું યાદ રાખવું પડે. જયારે તમે સાચી નિયત રાખી, પૂરી મહેનતથી, કોઈનું ખરાબ ઇચ્છયા વગર કાર્ય કર્યુ હોઈ તો ઈશ્વરને એ ગમે છે અને ઉત્તમ કર્મોનું પરિણામ હંમેશા ઉત્તમ જ હોઈ છે. કોઈ પણ કાર્ય કરોને એકલા પાડો ત્યારે વિચાર કરો અને જો તમને એ એકાંતમાં તમારા વિચારોથી ડર ના લાગે તો સમજો બધું બરોબર છે. નિર્ભય એ જ બની શકે જે સાચું હોઈ અને સાચું એ બની શકે જેણે પોતાના કર્યો સાચી દાનત અને સાચી નિયતથી કર્યુ હોઈ.


બરોબર ને મિત્રો તમારું શું કહેવું છે ચોક્કસ જણાવશો. ફરી મળ્યે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day