સાચાને હંમેશા સાથ આપો.........../ Always support the right ...........

 ૐ

 સાચાને હંમેશા સાથ આપો...........



આજ મેં આ વિષય ઉપર વાત કરવાનું  વિચાર્યું કારણ કે અત્યારે ભારત દેશમાં ચૂંટણીની જમાવટ થઈ છે અને ચારે બાજુ બધા દળનાં લોકો પોતપોતાના પ્રચાર કરવામાં વ્યસ્ત છે. જોકે એમ કહી શકાઈ કે પોતાને વેચવા માટે સાચા ખોટા વાયદાઓ કરે છે. હું બહુ ઓછું જોવ છું પણ ક્યારેક નજર નાખી લવ. પેલું કહેવાઈ છે ને કે

"जननी जन्मभूमि स्वर्गदापि गरीयसी"

એટલે કોઈપણ ભારતીય દુનિયાનાં ગમે તે ખૂણામાં રહેતા હોઈ પણ ભારત વિશે જાણકારી તો રાખતા જ હોઈ છે. ભારત દેશ જ ખુબ મોટો છે અને જ્યારથી મોદીજી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ચૂંટણીઓ પણ કોઈ તહેવારોથી કમ નથી. બરોબર ને!!!

અત્યારે જનતા પોતાના મતાધિકાર સમજે છે અને પહેલા કરતા જાગૃત પણ થઈ ગયા છે આથી અત્યારે જે કોઈ સારુ ભાષણ આપે એને નહિ પણ જે સારુ કામ કરે એને મત આપે છે. આથી આજના જે બધા નેતાઓ છે એમણે જનતા પાસે મત માંગવા જતા પહેલા પોતાનાં કર્મોનાં હિસાબ આપવા આથી પછી જનતા પોતે જ નક્કી કરશે કે કોને સતા પર લઈ આવવા.

આજ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં લોકલ નેતાઓએ કાર્ય કાંઈ જ નથી કર્યુ પણ મોદીજીને કારણે લોકલ માણસો મત આપે છે અને તે જીતી જાઈ છે. પરંતુ જો તમારે ખરેખર દેશ સેવા અને જનતાની સેવા કરવી હોઈ તોજ રાજકારણમાં જોડાવું જોઈએ ખાલી હાથ જોડવા કે બેઈમાનીથી પૈસા કમાવવા નહિ. દરેકે જેણે રાજકારણમાં પોતાની કારકિર્દી બનાવવી છે તે યુવા વર્ગને હું ખાસ કહીશ દેશસેવાની ભાવના હોઈ તોજ જજો નહીંતર પૈસા કમાવવા માટે ઘણી નોકરીઓ અને ધંધાઓ છે જ.

જેમ એક પરિવારને સંભળવા માટે ઘરના બધા સભ્યો સરખી રીતે પોતપોતાના કાર્યો કરવાનાં રહે છે, બધાએ પોતપોતાની જવાબદારી લેવી પડે છે, પોતાનું ઘર ચોખ્ખું રાખવાની જવાબદારી ઘરના બધા સભ્યોની છે, તેવીજ રીતે દરેક એરિયાના નેતાની જવાબદારી પોતાના એરિયાની બધી જરૂરિયાતો પૂરી કરવાની છે. વીજળી, પાણી, રસ્તાઓ, બીજી જાહેર વ્યવસ્થાઓ, માણસોની ફરિયાદો તકલીફો સાંભળી વહેલી તકે દૂર કરે, વગેરે વગેરે...... તે એરિયામાં ચૂંટાયેલા નેતાઓ સરખી રીતે કામ કરે તો એ નેતાને બીજી વખત શું દર વખત જનતા પોતાનો નેતા બનાવશે જ. જો આવી રીતે દેશ સેવાની ભાવનાથી દરેક ચૂંટાયેલ સભ્ય કાર્ય કરે અને પૂરી ઈમાનદારીથી કરે તો એ વિસ્તાર ખરેખર સુંદર બની જાઈ. દરેક એરિયા સુંદર બને તો શહેર સુંદર બને અને દરેક શહેર સુંદર બને તો દરેકે રાજ્ય અને પછી દેશ તો સુંદર બની જ જવાનો છે. બરોબર ને મિત્રો!!!

વિજળી, પાણી, રસ્તાઓ વગેરે સરકાર બનાવે પરંતુ સ્વછતાની અને ચોખ્ખાઈની જવાબદારી તો દરેકે ભારતવાસીની છે. દરેકની જવાબદારી છે કે કચરો જ્યાં ત્યાં નાં ફેંકે એની શરૂઆત પણ પોતાના ઘર, ગલી અને વિસ્તારથી જ થાઈ છે. આપણે હંમેશા બીજાને દોષ દેવામાં, બીજાનો વાંક કાઢવામાં ખુબ જ હોશિયાર છે પરંતુ આપણે આપણા કર્યોની કે આપણી જવાબદારી નથી લેતા.

બસ આપણા કર્યોની જવાબદારી આપણે પૂરી ઈમાનદારી લેતા થશુ એટલે આપણુ અડધું કામ થઈ ગ્યું સમજો. બધાએ પોતાનું કામ ઈમાનદારીથી અને પૂરી જવાબદારથી કરવું. બીજાની સામે આંગળી ચિંધતા પહેલા જોઈ લેવું કે બીજી ત્રણ આંગળીઓ આપણી સામે ચીંધાઈ છે.  તો મિત્રો એક સારા સાચા અને જવાબદાર નાગરિક બની પોતાના પરિવાર, ગામ, શહેર, રાજ્ય અને દેશને ગૌરવ આપવીએ. ભારત દેશની સંસ્કૃતિ, સંસ્કારો, એના આધ્યાત્મિક વારસો અને હવે તો ભારત દેશ દરેકે ક્ષેત્રોમાં હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે અને તેનું ગૌવરોવ અમે વિદેશોમાં લઈ રહ્યા છે. ભરતીયોને વિદેશોમાં માનથી જોવામાં આવે છે. જેવી રીતે એક બાહોશ, દુરનદેશી, નિર્ણાયક બિઝનેસ man જેમ પોતાના બિઝનેસ ને સફળતાના ઉચ્ચ શિખરો પર પહોંચાડે છે તેવી રીતે એક સારો સાચો નિર્ભય દેશભક્ત નેતા દેશને આગળ લઈ આવે છે. તો મિત્રો તમને લાગે કે આ માણસ સાચો છે અને ઈમાનદાર છે તો એને ચોક્કસ સાથ આપજો કારણકે ઈમાનદાર માણસથી ભગવાન પણ ડરે છે એના ઘણા ઉદાહરણો મહાભારતમાં જોવા મળે છે. ચૂંટણીઓ તો મારાં વિષયને લગતું છે એટલે પણ જીવનમાં પરિવારમાં જે કોઈ સાચું હોઈને એને ચોક્કસ સાથ આપજો કારણકે સત્ય સાથે હંમેશા ઈશ્વર હોઈ છે.

બાકી સમજદાર છો બધા સમજી જ ગયા હશો. ચાલો તો તમારા મારાં વિચારો વિશે શું વિચારો છે તે ચોક્કસ જણાવશો. તો ફરી મળ્યે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સુખી થવું અઘરું નથી પણ બીજા કરતા વધારે સુખી થવું એ મુશ્કેલ છે../It is not difficult to be happy but it is difficult to be happier than others.

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....