વો ભૂલી દાસ્તાં લો ફિર યાદ આગયી
ૐ
વો ભૂલી દાસ્તાં લો ફિર યાદ આગયી
આ ગીત કેટલું સરસ છે!! પણ આજ આ ગીત વિશે વાત નથી કરવાની. આજ વાત કરવાની છે અસમાનતાની. આજ વાત કરવાની છે સદીયોથી ચાલી આવતી આ રંગભેદના દુષણની અને તેને લઈને કરવામાં આવતા અન્યાયની. આપણે કહેવાતા તો અત્યારે અત્યાધુનિક ઝમાનામાં જીવીએ છીએ જ્યાં માણસો ખુબ ભણેલા ગણેલા સંસ્કારી અને પોતાની જાતને આધુનિક કહે છે પરંતુ અમુક સમયે એવી ઘટનાઓ બને છે કે ફરીથી આપણને વિચાર કરવા મજબુર કરી દયે છે કે ખરેખર શું આપણે 21મી સદીમાં જીવીએ છીએ????
આજના સમાચારોના માથાળામાં એક જ મુખ્ય માથાળું છે રાજકુમાર હેરી અને મેગન. આ એક રાજવી પરિવાર છે અને તેના વિશે ઘણા ખુલાસા થયાં. શું ખરેખર એવું હશે???
આજ મને વર્ષો પહેલા ગાંધીજીએ સાઉથઆફ્રિકામાં કરેલ રંગભેદ વિરોધની ચળવળ યાદ આવી ગઈ, નેલસન માંડેલાને કરેલા અન્યાયની યાદ આવી ગઈ, અમેરિકામાં અને આફ્રિકાના દેશોમાં રંગભેદને લઈને જે ગુલામ પ્રથા અને અન્યાય કરવામાં આવતો તે યાદ એવી ગયું.
અરે આ બધા તો મોટા મોટા ઇતિહાસના કિસ્સાઓ છે પરંતુ આની શરૂઆત ઘરમાંથી જ થાઈ છે. એક હાથની પાંચ આંગળીઓ સરખી ના હોઈ તો એક માના પાંચ સંતાનો કેવી રીતે સરખા હોઈ??? રંગે રૂપે ગુણે સ્વભાવે બધી જ રીતે એક બીજાથી અલગ હોઈ છે. કાળા ધોળા તો માતાપિતાને લીધે અનુવંશિક હોઈ છે અને બધાની રચના એ ઉપર વાળાએ સમજી વિચારીને જ કરી હશે. ગરમ પ્રદેશમાં વાતાવરણને લીધે ચામડીમાં કાળાશ હોઈ જયારે ઠંડા પ્રદેશોમાં વાતવરણ ઠંડુ હોવાથી ચામડીનો રંગ થોડો વધુ ગોરો હોઈ છે. એનો મતલબ એવો નથી કે ધોરી ચામડીવાળાનું લોહી સફેદ છે ને કાળી ચામડીવાળાનું લોહી કાળું છે. આ કેટલી અજ્ઞાનતા????
શ્રી કૃષ્ણ ભગવાન પોતે શ્યામ વર્ણના હતા. ઈશ્વરે પોતે આ સૃષ્ટિ બનાવવામાં કોઈ ભેદભાવ નથી કર્યા તો આપણે કોણ??? ઈશ્વરે ક્યાંય લખ્યું છે કે આ પાણી, આ વૃક્ષો, તેની પર આવતા ફળ ફૂલ, આ ધરતી બધુજ બધા માટે આપ્યું છે કે ખાલી આ લોકો જ વાપરી શકે??? બધું જ બધા માટે આપ્યું છે. ઈશ્વરે આટલી સરસ દુનિયા બનાવી પણ ક્યાંય નથી હસ્તાક્ષર કર્યા કે નથી ક્યાંય પોતાના નામની તખતી મુકાવી. કેટલું અદ્ભૂત!!!! ને આપણે મનુષ્યો પોતાના ગુણગાન ગાવ્યે થાકતા જ નથી. મેં આ કર્યુ ને મેં તે કર્યુ. હું કહું છું કે ઈશ્વરની બનાવેલી આ દુનિયામાં બધા જ એ પરમપિતાના સંતાનો છે તો કેમ એકબીજાને તકલીફ આપીએ છીએ? જ્યારે કોઈ હોસ્પિટલમાં લોહી માટે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતું હોઈ ત્યારે શું એ પૂછે છે કે આ જે લોહી એને ચડાવાય રહ્યું છે તે કાળાનું છે કે ધોળાનું છે કે ગરીબનું છે કે અમીરનું છે કે સ્ત્રીનું છે કે પુરૂષનું છે આવા પ્રશ્ન નથી પૂછતાં બસ જીવન બચાવીએ છીએ.
પેકેજીંગ જોઈને વસ્તુ ખરીદવા ઉપર ક્યારેક અંદરથી વિસ્ફોટક વસ્તુ પણ નીકળી આવે છે. આથી માણસાઈની કિંમત કરીએ માણસોની કિંમત કરીએ તેમના સદગુણોની કિંમત કરીએ નીતિમતાની કિંમત કરીએ. માણસોની કિંમત તેના સતકર્યોથી સદગુણોથી થવી જોઈએ ના કે તેના રૂપરંગથી.
આવું મારું માનવું છે તમારું શું કહેવું છે ચોક્કસ જણાવશો ફરી મળીયે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏




ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો