શું ખરેખર સ્ત્રી પોતાની જિંદગી પોતાની રીતે જીવે છે???/ Does a woman really live her life in her own way ???

 ૐ

શું ખરેખર સ્ત્રી પોતાની જિંદગી પોતાની રીતે જીવે છે?


આ પ્રશ્ન ઘણા સમયથી મારાં મનમાં આવતો હતો પરંતુ આજ મેં ગંભીરતા પૂર્વક વિચારવાનું નક્કી કર્યુ. એની પાછળ થોડા કારણો છે. હમણાં મારી આજુ બાજુ થોડા એવા લોકોને જોયા જે દુનિયામાંથી વિદાઈ થઈ ગ્યા અને એ બધા સગાસંબંધીઓ અને મિત્ર વર્તુળમાં હતા એટલે જરાં નજીકથી એમના જીવન વિશે ખબર હતી. આ કોરોનાના સમયમાં ઘણા લોકોએ એમના જીવનસાથી ગુમાવ્યા. કોઈએ પતિ તો કોઈએ પત્ની ગુમાવ્યા.

પહેલાના ઝમાનામાં તો પત્ની એના પતિનો પડછાયો જ હતી. જે પતિ કહે એ પ્રમાણે જ જીવતી. જોકે તે ઝમાનામાં તો સ્ત્રીઓ બઘી રીતે પુરુષો ઉપર જ નિર્ભર હતી. જોકે અત્યારે પણ લગભગ ગૃહિણી એમના પતિ ઉપર જ નિર્ભર છે. જો કે અત્યારે ભણતરની કિંમત વધી છે અને સ્ત્રીઓ ખુબ ભણે છે અને પોતાની રીતે આર્થિક સ્વતંત્ર પણ છે પણ તેમ છતાંય ઘણી વખત જોવામાં આવે છે કે એ પોતાની રીતે પોતાની કમણીના પૈસા વાપરી નથી શક્તિ. દરેકમાં કા તો પતિને પૂછવું પડે અથવા તેમની રાય લીધા વગર ખર્ચી ના શકે.

જયારે તે કમાતી ના હોઈ તો દરેક નાની મોટી જરૂરિયાત માટે પતિ અથવા પુત્ર ઉપર નિર્ભર હોઈ છે. એવું  નથી કે પતિ ના પડે કે પરંતુ કોઈક વખત પૂછ્યા વગર ચાલે પણ જો હંમેશા પૂછ્યા વગર ખરીદી ચાલે તો પત્નીએ સાંભળવું જ પડે. આ તો વાત   થઈ આર્થિક પરિસ્થિની. પરંતુ લાગણીઓની બાબતમાં પણ ઘણી વખત સ્ત્રીઓ પોતાની ઈચ્છાઓને દબાવતી હોઈ છે. અત્યારે જોકે સમય પ્રમાણે ઘણા બદલાવો આવ્યા છે અને લગભગ બધી જવાબદારીઓ વહેંચતા  થયાં છે પણ તોયે ઘણી વખત પુરૂષનું અભિમાન જાગી જાય છે. અત્યારે તો પણ સ્ત્રી પોતાના હકો માટે, પોતાની જરૂરિયાતો માટે બોલતી  થઈ છે પણ ઘરમાં વધારે કંકાસ ના થાય એટલે ચૂપ  જ રહેતી હોઈ છે. સ્ત્રી ઘણી વખત પરિવાર, બાળકો અને પતિ માટે પોતાની ઈચ્છાને મારતી રહેતી હોઈ છે અને દુઃખની વાત એ છે કે કોઈને એની જાણ પણ નથી થવા દેતી.

પહેલાના જમાનાની વાત કરીએ તો સ્ત્રીઓ માતા પિતાના ઘરે હોઈ ત્યારે તેની મરજી મુજબ જીવતી હોઈ છે. જો એને કંઈ કરવું હોઈ કે ક્યાંય મિત્રો સાથે બહાર ફરવા કે જવું હોઈ તો કેતા કે ના હો ના જવાઈ, સાસરે જાવ ત્યારે તારા પતિ સાથે જજે. સાસરે આવે ને કંઈ કરવું હોઈ જવું હોઈ તો બધાને પૂછવાનું પતિ, સાસુ બધાને અને ઘડપણ આવે જો પતિ હોઈ તો એને નહીંતર પુત્ર ને પૂછવું પડે અથવા તે કહે તેમ કરવું પડે. તો આમાં ક્યાં સ્ત્રીની મરજી ચાલી કહેવાય???

ઘરની બાબતમાં પણ એમ જ છે. સ્ત્રીનું સાચું ઘર કયું પિતાનું ઘર માવતરનું? પતિનું ઘર? ઘર તો સ્ત્રીઓ જ ચલાવે છે તો એમનું ઘર કેમ નહિ?? આખી જિંદગી પોતાના પતિ અને બાળકોને આપી દીધી હોઈ અને છેલ્લે પતિ કે બીમાર હોઈ તો તેની પણ ખુબ સેવા સ્ત્રી કરે છે અને પત્ની બીમાર હોઈ તો બોવ ઓછા પતિ હશે કે તેમના પગ દબાવી દયે કે બામ ચોપડી દયે કે. જોકે મેં કોઈને જોયા નથી. કદાચ બારે નહિ બતાવતા હોઈ પણ એમાં શરમ પણ ના હોવી જોઈએ કારણકે પત્ની જો એના પતિની સેવા બધાની સામે કરી શક્તિ હોઈ તો પતિ કેમ નહિ???

લગ્નજીવનની ગાડી પતિ પત્ની નામના બે પૈડાં ઉપર ચાલતી હોઈ છે એટલે બંને બધી રીતે સમજદારી પૂર્વક, પ્રેમ પૂર્વક, એક બીજા ઉપર વિશ્વાસ રાખી, એક બીજાની ઈચ્છાઓને માન આપી, એકબીજાની લાગણીઓને સમજી જીવન જીવવું જોઈએ. બંનેએ  એક બીજાની પસંદ નાપસંદ પુછવી જ જોઈએ અને એકબીજાને બદલવા કરતા જે છે એવા જ સ્વીકારવા જોઈએ ના કે એને બદલવા માટે કહીને. સ્ત્રી બધા જ ઘરનું પેટ્રોલ છે જેમ પેટ્રોલ હોઈ તોજ ગાડી ચાલે તેમ સમજદાર સ્ત્રી ઘરમાં હોઈ તો ઘર પણ સુંદર રીતે ચાલતું હોઈ છે અને નાની મોટી કંઈ તકલીફ હોઈ તો સમજુ સ્ત્રી ઘરમાં ખબર પણ પડવા દેતી નથી. આવી સાક્ષાત દેવી સ્વરૂપ સ્ત્રીને ચોક્કસ માન આપવું જ જોઈએ અને એની પણ ઈચ્છાઓને માન આપવું જ જોઈએ. જેમ સ્ત્રીની ઈચ્છા ના હોઈ, મન ના હોઈ તો પણ તે પતિની બાળકોની અને પરિવારની ખુશી માટે કરતી હોઈ છે તો પતીએ પણ પોતાની પત્નીની ખુશી માટે એની ઈચ્છા મુજબ તેની સાથે હરવા ફરવા કે ફિલ્મ જોવા જવું જોઈએ. આ બધી બાબતો સ્ત્રીએ જ પોતાના બાળકોને સંસ્કારો આપી સમજાવવાની છે. પોતાના માટે બીજું કોઈ નહિ બોલે સ્ત્રી એજ પોતા માટે બોલવું પડશે. મારે પણ જીવવું છે, મારે પણ ખુલ્લા આકાશમાં ઉડવું છે, મારે પણ મારી ઈચ્છાઓને અને સપનાઓને પાંખો દેવી છે....બરોબર ને મિત્રો!!!

તમને શું લાગે છે? આ બાબત તમારો શું મત છે?? ચોક્કસ જણાવશો. ફરી મળ્યે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ🙏🙏🙏

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

આજ જન્માષ્ટમી.......