સુખી માણસ સંતોષી કે સંતોષી માણસ સુખી / Happy man contented or contented man happy

 

ગઈકાલે એક ચર્ચા થઈ કે " સુખી માણસ સંતોષી કે સંતોષી માણસ સુખી "

તમે વિચારતા હશો કે આવી તે ચર્ચા કોની સાથે થતી હશે. અરે ભઈ! પેલું હિન્દી ગીત તો તમે સાંભળ્યું જ હશે કે , "  आईने के सो टुकड़े करके हमने देखे है एक मे भी तन्हा थे और सो मे भी एकेले है " તો હું પણ એકલી એકલી પોતાની જાત સાથે ચર્ચા કરી લેતી હોવ.

પણ મને આ પ્રશ્ન ખુબ ગમ્યો. ગરીબ માણસને થતું હોઈ કે પૈસાદાર માણસ કેવા સુખી! કેવાયની ચિંતા નહિ. મધ્યમ વર્ગનો માણસ હોઈ તો એને થતું હશે કે ગરીબ માણસ સુખી કંઈ ચિંતા નહિ રોજ કમાવ રોજ ખાવ. પૈસા હોઈ એને તો ચિંતા જ નહિ. આપણે મધ્યમ વર્ગને તો ચારે બાજુથી માર. પૈસા વાળાને એ ચિંતા કે હજી વધારે પૈસા ક્યાંથી કમાવ. પરંતુ આની અંદર બધા પોતપોતાની રીતે દોડે છે.

માણસની જરૂરિયાત કેટલી? એક ઘર, એક નાનકડું ટુ વિલર કે ગાડી, પહેરવા થોડા કપડાં, ખાવા માટે ખોરાક, થોડી સુખ સુવિધા અને કટોકટીના સમયે જરૂર પડે તો થોડા extra પૈસા. આટલી પાયાની જરૂરિયાત. આટલુ હોઈ તો જીવન સારી રીતે જીવી શકાઈ. પણ એનો મતલબ એમ ના લેજો કે હું પ્રગતિ કરવાની ના પાડું છું. જો એટલું હોઈ અને મહેનત કરો તો વધુ આવશે. પછી મોટું ઘર, મોટી ગાડી, રોજના નવા કપડાં, દર અઠવાડિયે હોટલોમાં ખાવુ વગેરે વગેરે વગેરે.......... આનો ક્યાંય અંત આવે ખરો???? ચોક્કસ નહિ.

જિંદગીઓનો અંત થઈ જાય છે પણ મનુષ્યની ઈચ્છાઓનો અંત આવતો નથી.  અને આ ઈચ્છાઓ એટલી તો ભયંકર છે કે માણસ એનું શરીર તો પાંચભુતોમાં વિલીન કરી દયે છે પરંતુ આ ઈચ્છાઓ આત્મા સાથે ભેગી જ ફરે છે. અને કેટલાય ફેરાઓ કરાવે છે.


પણ મારી ચર્ચા તો "સંતોષ" સાથે થયતી. આ સંતોષ એટલે શું? ઇંગલિશમાં satisfaction  અને ગુજરાતી હિન્દીમાં સંતોષ. આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે સંતોષી નર સદા સુખી. પણ સદા સુખી થવા માટે અને એટલે કે સંતોષને ગોતવો ક્યાં??? હકીકતે જીવનમાં ઘણાય ગુણોની જરૂર પડે. આત્મવિશ્વાસની, હિંમતની, ધીરજની, મહેનતની અને આ બધા ગુણોની સાથે મહત્વનો ગુણ સંતોષ. આના વગર આપણે આખી જિંદગી ઘાંચીના બાળદની જેમ કામ કર્યે રાખશુ. આપણે ક્યારેક તો  નાનું ઘર છે તો મોટું બનાવવાનું , નાની ગાડી છે તો મોટી ગાડી લેવા, આબુ ફરવા ગ્યાતા તો હવે યુરોપ ટુર કરવા........ અને  બીજી આવી કેટલીય. જયારે તમે મહેનતથી, નિતીથી, ઈમાનદારીથી ધીરજ રાખી જીવનમાં આગળ વધતા હોવ ત્યારે સંતોષનો ગુણ તમને ઉભા રહી આગળ વિચારવાની તક આપે છે. સંતોષનો ગુણ આગળ વધતા રોકતો નથી પણ જિંદગીમાં આપણે કેની પાછળ દોડીએ છે તે ચોક્કસ સમજાવે છે. ક્યારેક વિચારજો કે આપણે ક્યારેક વગર કારણે ખુશ થતા હોઈએ છીએ વિચારતા ખબર પડે કે એ દિવસે આપણાથી જાણ્યે અજાણ્યે કંઈ સારુ કામ થઈ ગ્યુંતું. જે કામનો આનંદ આવે અને સાંજે એમ થાય કે વાહ શું દિવસ ગયો આજ઼ એ દિવસે તમારી જાતને તપાસજો તમે એટલે ખુશ નહિ હોવ કે તમારો પગાર વધી ગયો કે, તમને સરસ બીજી જોબ મળી ગઈ કે, બાળકો સારા પરિણામો લાવ્યાકે..... પરંતુ એટલા માટે ખુશ હોઈએ કે આપણે કે બાળકોએ જે કામ કર્યુ તેમાં  આપણે ધાર્યું એવુ સંતોષજનક થયું. અને ત્યારે શાંતિની લાગણી થઈ.

આ ત્યારે આવે જયારે આપણે આપણી પાસે જે છે તેમાં ખુશ રહીએ અને એ ક્યારે ખબર પડે કે આપણે ખુશ છીએ કે નહિ? તો મિત્રો જયારે તમને તમારા મિત્રો ની મોટી ગાડીઓ કે  ઘર જોઈને પ્રગતિ કરવાની મરજી થઈ પણ તેનું પચાવી લેવાની મરજી નો થઈ તો સમજી લેવું સાચા રસ્તે છો. આ ગુણ કાયમી નો નથી આને ટકાવવો પડે આથી થોડા થોડા ટાઈમે પોતાનો અંતર અવાજ પણ સાંભળવો. સાચો જવાબ ત્યાંથી જ આવશે. એટલે જ કોઈએ કહ્યું હશે કે બીજાના મહેલ જોઈને પોતાની ઝૂંપડી નો બળાઈ. આગળ વધવા મહેનત કરાય અદેખાઈ નહિ.


ચાલો ત્યારે બોવ જ્ઞાન થયું. તમારું શું કહેવું છે ચોક્કસ જણાવશો. ફરી મળ્યે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday