હોળી / Holi
ૐ
હોળી / Holi
રંગોનો તહેવાર, હોળી વસંતનો તહેવાર, ફાગણીયા ફોરમનો તહેવાર. આજ હોળી છે. ફાગણ મહિનાની પૂનમ એટલે હોળી. ખાસ અને ખુબ મોટો તહેવાર. હિંદુ કેલેન્ડરમાં વર્ષનો પહેલો મોટો તહેવાર એટલે હોળી અને છેલ્લો તહેવાર એટલે દિવાળી.
હોળી, નાના હતા ત્યારે મમ્મી પાસેથી પ્રહલાદની વાર્તા સાંભળતા અને ભણવામાં હોળીની વાર્તા આવતી. હોળી ભારતમાં તો ખુબ ધામધૂમથી ઉજવાય છે જોકે અહીંયા યુકેમાં પણ ઉજવાય છે.
સરસ રીતે હોળી પાર્કમાં પ્રગટાવાય છે. લોકો દર્શન કરે, પ્રદક્ષિણા કરે અને ત્યારે જ રંગોથી રમી લ્યે. ઘણી વખત વરસાદ પણ હોઈ અને જો શિયાળો લાંબો ચાલે તો બરફ પણ હોઈ.
જોકે આજ તો વાતાવરણ સારુ દેખાય છે પવન છે, સારુ હવામાન છે પણ કોરોનાના કારણે સામાન્ય રીતે ઉજવીએ એવુ નહિ હોઈ. બે વર્ષ હોળી ઘરમાં ઉજવશું મિત્રો પણ કોરોનાને હવે બીજો મોકો નહિ આપીએ. એટલે ચોક્કસ સાવધાન રહેજો. જીવતા હશુ તો હોળી તો ઘણી આવશે ઉજવવા માટે એટલે ધ્યાન રાખજો. આજથી યુકેમાં પણ સમય બદલાઈ રહ્યો છે ઘડિયાળનો. એક કલાક આગળ થઈ જશે. ભગવાન કરે કોરોનાનો પણ સમય બદલાઈ ને વહેલી તકે હોળી પ્રગટાવ્યે તેમાં ભસ્મ થઈ જાય.
આજ સરસ મેસેજ જોયો કે holi એટલે ( Hate Out, Love In) સાચી વાત છે. હોળીનો તહેવાર પ્રેમ અને ભાઈચારાનો તહેવાર છે. આજ પણ યાદ છે કે જયારે નાના હતા ત્યારે કોઈ પણ ભેદભાવ વગર હોળી રમતા, એકબીજાને રંગ ઉડાડતા, આજના દિવસે નાના મોટા બધા સરખા. તમે ગમે તેને રંગ ઉડાડો કોઈ દુઃખ ના લગાડે. ખુબ મજા કરતા. સમય સાથે બધું બદલાઈ છે તહેવારો એજ છે, રંગો પણ એજ છે પણ આપણે મનુષ્યના રંગો ( સ્વભાવના, વર્તનના, વગેરે ) બદલાઈ ગયા છે.
મિત્રો!! આજ એક વાત ચોક્કસ કહીશ ગમેતો સ્વાકારજો કે હોળી ભલે જુદજુદા નિતનવા રંગોથી તમારા પરિવાર મિત્રો સાથે રમો પણ તમારા સ્વભાવના સદગુણનો રંગ હંમેશા એક જ રાખજો રંગોની જેમ બદલાતા નહિ. બરોબર ને મિત્રો!! બધાને હોળીના સુંદર તહેવારની ખુબ ખુબ શુભકામનાઓ, ઈશ્વર બધાના જીવનને આનંદના અને ખુશીયોના સુંદર રંગોથી ભરી દયે એવી પ્રાર્થના.
તમારું શું કહેવું છે?? ચોક્કસ કમેન્ટ લખી જણાવશો. સ્વસ્થ રહો, મસ્ત રહો અને ફરી મળ્યે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
Saras 👍🏻👌
જવાબ આપોકાઢી નાખો