આપણે ક્યાં સુધી સુખ ભોગવીએ??? / How long will we enjoy happiness ???
ૐ
આપણે ક્યાં સુધી સુખ ભોગવીએ???
How long will we enjoy happiness ???
હવે ઘણી વખત એવુ પણ જોવા મળતું હોઈ કે પરિવાર ખુબ ધનવાન હોઈ અને અચાનક પડતી આવવા લાગે અને એકદમ ગરીબીમાં સરી પડે. ઘરમાં ઓચિંતી બીમારી આવી પડે, ઘરમાં ઝગડાઓ થાઈ, કરજાઓ થવા લાગે અને પરિવારના સભ્યો તણાવમાં સરી પડે કે કોઈ આપઘાત જેવા પગલાં પણ ભરી બેસતા હોઈ છે. હવે આવું થવાનું શું કારણ હોઈ શકે???
આપણે આ ધરતી ઉપર ઘણા જન્મો લઈ લીધા છે ને આગળ પણ લેતા રહેશું. તમે કહેશો મને કેમ ખબર??? હું ગીતામાં ખુબ માનું છું. ગીતામાં ભગવાને મનુષ્યને ખુબ સરસ સમજાવ્યું છે. આપણે બધા આપણા જીવનમાં એકબીજાના ઋણ ચૂકવવા આવીયે છીએ. આપણે ક્યારેય સભાનતા પૂર્વક જીવતા નથી. આપણા જીવનમાં ઘણી ઘટનાઓ બને છે પણ કયારેય આપણે એ વિશે વિચારતા કે એ ઘટનાનું વિશ્લેષણ કરતા નથી. આપણે તનથી, મનથી અને વાણીથી, જાણતા અજાણતા ઘણા કર્મો કરીએ છીએ. એમાં પણ આપણી સભાનતા હોતી નથી. ઘણી વખત કથામાં કે સાહિત્યમાં આપણે વાંચ્યું કે સાંભળ્યું હશે કે કોઈનું એક સારુ કર્મ એના જીવનના બધા પાપો ધોઈ નાંખે છે. એક સાચો ઉપદેશ જીવનની દિશા બદલી નાંખે છે. આપણે પોતે જ આપણા પુણ્ય કમાવવાના હોઈ છે. આપણા પાપ કર્મના જેમ આપણે એકલા જ જવાદાર છે તેવી જ રીતે આપણા પુણ્ય કર્મની કમાણીનાં પણ આપણે જ જવાબદાર. જો આપણે તનથી મનથી વાણીથી કોઈનું ખરાબ નાં કર્યુ હોઈ, કોઈને દૂખી નાં કર્યા હોઈ, કોઈનાં દિલ નાં દુભાવ્યા હોઈ તો ચોક્કસ આપણને ભલે સુખ સહેબી નાં મળે પણ જીવનમાં એક સંતોષ એને શાંતિ હોઈ છે અને મારાં માટે તો એજ સાચું સુખ છે.
આ દુનિયા ગોળ છે. તમે દુનિયા ફરવા નીકળો તો જ્યાંથી ચાલુ કર્યુ હોઈ ત્યાં જ ફરીને પાછા આવો છો, ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ જે ઉપર ફેંકો તેજ પાછુ આપણી પાસે નીચે આવે છે. એવી જ રીતે તમે તમારા કર્મો દ્વારા જે કમણા હશો એજ તમારી પાસે પાછુ આવશે. આપણે ધન, રૂપિયા, પૈસા અને સંપત્તિ કમાવવામાં એટલા મશગુલ થઈ ગયા છે કે પુણ્ય કમાવવાનું તો ભૂલી જ જઈએ છે. જ્યાં સુધી પુણ્યનો ખજાનો નસીબના ખાતામાં જમા છે ત્યાં સુધી બધી સુખ સહબી ટકી રહે છે અને જેવું પુણ્યનું ખાતું ખાલી થવા લાગે છે એમ આપણી ઉપર મુસીબત તકલિફ આવવું ચાલુ થવા લાગે છે.
આ એક જ પુણ્યની એવી સંપત્તિ છે કે જે આપણે ધન સંપત્તિ દ્વારા તો કમાઈ જ શકીએ છીએ. દાન ધર્મ નાં કાર્યો કરીને અને તે ના હોઈ તો પણ આપણે સેવાના કાર્યો દ્વારા, બીજાની નિસ્વાર્થ ભાવનાથી મદદ કરીને કમાઈ શકીએ છીએ. આ એવી કમાણી છે કે જેને આપણે મર્યા પછી પણ સાથે લઈ જઈ શકે છે. આ પુણ્યની સંપત્તિમાં જો આપણે ધની હોઈ તો પછી બીજા દુનિયાદારીના સુખ તો આપણા દાસ બનીને રહેશે. પણ યાદ રાખજો મન, વચન, કર્મથી ધનની સાથે પુણ્યની દોલત કમાવવાની છે અને તેની માટે તમારે તમારી કમાણીમાં પરમાત્માને ભાગીદાર બનાવવા પડશે એટલે કે તમે 100 કમાતા હોવ તો 5 કે 10 રૂપિયા દાન ધર્મ સેવાના અને બીજાની મદદ કરવામાં વપરાવવા જોઈએ અને પુણ્ય ની મિલ્કત કમાવવાનો આજ એક રસ્તો છે.
તો ચાલો મિત્રો ધન તો ઘણું કમાણા હવે સેવા કાર્યો દ્વારા પુણ્ય કમાયે અને એવી સંપત્તિ ભેગી કર્યે જેને મર્યા પછી સાથે લઈ જઈ શકીએ. તમારું શું કહેવું છે મિત્રો ચોક્કસ જણાવશો. ફરી મળીએ ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏







ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો