કેવી રીતે સાથ આપવો???/How to accompany ???
ૐ
કેવી રીતે સાથ આપવો???/How to accompany ???
આપણે હમણાં લગ્ન, સગાઇ વગેરે ઉપર વાત કરી રહ્યા છીએ. હું તમને નાના લેખ આપું છું કે તમને વિચારવાની તક મળે અને નાનકડા લેખ હોઈ તો વાંચવું ગમે આથી. પતિ પત્નીનો સંબધો એક અજબ પણ સુંદર સંબંધ છે. જીવનની અંદર બધાએ પોતાના જીવનસાથી ને લઈને સપના જોયા જ હોઈ. એ અલગ વાત છે કે એ સાચા થાઈ કે નહિ. જિંદગીમાં લગ્નનો અનુભવ કરવા જેવો ખરો. પેલું છે ને કે લગ્નનો લાડવો ખાય એ પણ પસ્તાય અને નો ખાય એ પણ પસ્તાય તો ખાયને જ પસ્તાવું જોઈએ!!!
દરેકના મનમાં એના જીવનસાથી ને લઈને કેટલાક સપનાઓ હોઈ છે, પછી ભલે તે છોકરી હોઈ કે છોકરો. જો પ્રેમ લગ્ન હોઈ તો તો બંને એકબીજા વિશે લગભગ બધું જાણતા જ હોઈ છે આથી એટલો બધો ડર નથી હોતો પરંતુ અરેન્જ લગ્ન હોઈ તો બંનેના મનમાં ઘણી મૂંઝવણો, ઘણા પ્રશ્ન હોઈ છે. એમાંય પણ જો સંયુક્ત પરિવારમાં રહેવાનું હોઈ તો છોકરીના મનમાં ઘણી મૂંઝવણ હોઈ શકે. પહેલા તો છોકરી વીસ કે એકવીસ થાઈ એટલે લગ્ન થઈ જતા જોકે અત્યારે એવુ નથી. છોકરીઓ પોતાને આર્થિક રીતે સ્વતંત્ર થાઈ એ પછી લગ્ન વિશે વિચારે છે આથી એમ કહી શકાઈ કે તે આર્થિક રીતે અને માનસિક રીતે એકદમ મેચ્યોર હોઈ છે. છતાં નવા ઘરમાં એડજસ્ટ તો થવા માટે થોડી તકલીફ તો પડે. પરંતુ જ્યાં પ્રેમ છે, વિશ્વાસ છે, સમજણ છે, થોડી ધીરજ છે, જતું કરવાની હિંમત છે અને થોડી વિનમ્રતા છે ત્યાં એડજસ્ટ થવામાં બહુ તકલીફ નથી. જ્યાં આ બધા ગુણોનો આભાવ છે ત્યાં ચોક્કસ ટકરાવ રોજ છે. પ્રેમ લગ્નમાં તો છોકરાએ પહેલાથી જ છોકરીને પોતાના પરિવાર વિશે જણાવી દીધું હોઈ છે આથી છોકરી તે પ્રમાણે વર્તી પોતાની જગ્યા પરિવારમાં જલ્દી જ બનાવી લે છે.
એરંજ લગ્નમાં છોકરીને પરિવારમાં એડજસ્ટ થવા માટે સંઘર્ષ કરવો પડે છે પરંતુ પતિ જો સમજદાર અને પ્રેમાળ હોઈ તો પોતાની નવી આવેલી પત્નીને પોતાના પરિવારના સભ્યો વિશે, તેમના સ્વાભાવ વિશે, અમુક અંશે પસંદ નાપસંદ વિશે જણાવી તેની મદદ કરી શકે છે. આખરે એક છોકરી ફક્ત પોતાના જીવનસાથી માટે જ પોતાનું ઘર પરિવાર મિત્રો બધાને છોડીને આવતી હોઈ છે એટલે એની કોઈ પાસે સૌવથી વધારે અપેક્ષાઓ હોઈ તો એ પતિ છે. આથી પતીએ પણ પોતાની પત્નીને પૂરો સહયોગ આપવો. પ્રેમ લગ્નમાં તો એકબીજા વિશે જાણતા હોવાથી એટલો વાંધો નહિ આવતો હોઈ પરંતુ અરેન્જ લગ્નમાં હંમેશા છોકરી બિચારી ડરતી રહેતી હોઈ છે કે ક્યાંક ભૂલ થઈ જશે તો બધા એના વિશે શું વિચારશે?? એનો પતિ કે જેને તે હજુ સરખી રીતે નથી ઓળખાતી એ શું વિચારશે?? વગેરે વગેરે........ આથી આવા સમયે સૌવથી વધારે જવાબદારી પતિની રહે છે કે એ પોતાની પત્નીને બધી રીતે સહયોગ, પ્રેમ અને વિશ્વાસ આપે. શરૂઆતનો આ સાથ અને સહયોગ પત્નીને મળવાથી તે ભવિષ્યમાં પોતાના પતિ માટે એના પરિવાર માટે ગમે તે કરી છૂટશે. આમાં પણ જો સંયુક્ત પરિવારમાં રહેવાનું હોઈ તો તો ખુબ જરૂરી બની જાય છે. આવે સમયે ઘરની બીજી સ્ત્રીઓ સાસુ, જેઠાણી, નણંદ બધાએ સાથ આપવો, શીખવાડવું, સમજાવવું ના કે મેણાં ટોણા મારવા. સંયુક્ત પરિવાર જો ટકાવી રાખવો હોઈ તો બધાને પોતપોતાની સ્વતંત્રતા મેળવી જોઈએ અને દરેકે અમુક નિયમોનું પાલન પણ કરવું રહ્યું.
એકબીજા વચ્ચે સમજદારી હોવી ખુબ જરૂરી છે. મારાની જગ્યાએ અમારાની ભાવના હોવી જોઈએ. બધાએ એકબીજાની લાગણીઓની અને ભાવનાઓની કદર કરવી જોઈએ. ઘરના વડીલોની ફરજ છે કે પોતાના બાળકોની ઈચ્છાઓને સમજે નવા જમાના પ્રમાણે થોડી છૂટછાટ પણ આપે, ઘર ઘર હોઈ છે નકે કડક નિયોમોને પાળવાની પાઠ શાળા. દરેક વસ્તુ સમયસર થવી જરૂરી છે પણ ક્યારેક થોડું આડા અવળું થઈ જાય તો વાત વધારવાની બદલે સમજણ સાથે સંભાળી લેવાય. સંતાનોએ પણ વડીલોની ભાવના સમજવાની કોશિશ કરવી, એકબીજાનું માન જાળવવું, ભૂલ હોઈ તો પ્રેમથી એકબીજાને શાંતિથી સમજાવવી. દરેકનું આત્મ સમ્માન જળવાય, દરેકની ઈચ્છાઓને માન અપાય, સ્વાર્થી ના બનતા એકબીજાના સહયોગી બનવું વગેરે બાબતો પરિવારને જોડી રાખવામાં ખુબ જ મદદરૂપ થાઈ છે.
જોકે અત્યારે જગ્યાના અભાવે, જુદા જુદા શહેરોમાં કામ ધંધા કે નોકરીઓને કારણે બધાએ જુદા થવું પડે છે છતાં આવા સમજદારી ભર્યા સ્વભાવો અને નિસ્વાર્થ ભાવનાઓ હશે તો બધા જુદા રહેતા હોવા છતાં સાથે જ કહેવાઈ. એક બીજાના સુખઃદૂખમાં ભાગ લેવો, એકબીજાની મદદ કરવી એ બધું જુદા રહેતા હોઈ તો પણ થઈ શકે છે. વાર તહેવારોમાં, પ્રસંગોમાં બધા ભેગા થઈ એકબીજાની મદદ કરે, સાથ આપે તો પરિવાર જુદો હોવા છતાં સયુંકત જ કહેવાઈ છે.
ઘણી વખત વડીલો એટલા જિદ્દી હોઈ છે કે ઘરમાં ખુબ ઝગડાઓ થતા હોઈ છતાં સાથે જ રહેવાનો આગ્રહ રાખતા હોઈ છે આવા સમયે પરિવારો સાથે હોવા છતાં મનથી બધા જુદા જ હોઈ છે મોસંબી સંતરાની જેમ બારેથી એક પણ ખોલો એટલે બધા જુદા.બરોબર ને!!!!
આથી મિત્રો ચોક્કસ વિચારજો કે પરિવારમાં આપણી શું જવાબદારી છે? પછી ભલે તે ઘરના વડીલ હોઈ કે પુત્રો કે પુત્રવધુઓ કે દીકરી જમાઈ કે કોઈ પણ. બધા સાથે સમજણ પૂર્વક રહે તો સોને પે સુહાગા પણ ના રહે તો સમજણ પૂર્વક જુદા રહી સાથે રહેવું વધુ સારુ.
પરિવાર દ્રાક્ષ જેવો હોવો જોઈએ સાથે રહે તો ખુબ સુંદર અને મીઠાસ ભરેલો જુમખો અને એક એક જુદી હોઈ યો પણ સુંદર અને એકદમ મીઠી,,,એમ મને લાગે છે. મિત્રો તમારું શું કહેવું છે એ ચોક્કસ જણાવશો. ફરી મળ્યે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏








Sachi vat che
જવાબ આપોકાઢી નાખો