આજ વાત થોડી આગળ કરીએ......... / Let's talk a little further .........

 

આજ વાત થોડી આગળ કરીએ.........  / Let's talk a little further .........

મિત્રો તમારા બધાનો ખુબ આભાર ગઈકાલના બ્લોગને વાંચવા માટે અને તમારા સુંદર વિચારો કમેન્ટસ કરીને કહેવા માટે હૃદયના ઊંડાણથી આભાર.

કહેવાય છે દંપતીના જોડા ઉપર સ્વર્ગમાંથી જ ગોઠવાઈને આવે છે. મનુષ્ય તો નિમિત્ત માત્ર છે અને હિંદુ માન્યતા પ્રમાણે એમ પણ કહેવાઈ છે કે આ પતિ પત્નીનો સાથ સાત જન્મોનો હોઈ છે. આ કેટલે અંશે સાચું છે એ તો ખબર નહિ કારણ કે આપણે જોવા નથી ગ્યા કે ગયા જન્મમાં આજ જીવનસાથી હતો કે નહિ અને આવતા ભવે આજ હશે કે કેમ?? બરોબર ને!!!!

પરંતુ હું માનું છું કે લગ્ન પ્રથા ખુબ જ સુંદર પ્રથા છે આ સમાજને વ્યવસ્થિત રાખવા માટે. જો કે વૈદિક પરંપરામાં ( હિંદુ પરંપરા ) તો લગ્નને સોળ સંસ્કાર માનો જ એક ઉત્તમ સંસ્કાર ગણવામાં આવે છે. ગર્ભાધાનથી લઈને છેક આપણે મારીએ ત્યાં સુધીના કુલ સોળ સંસ્કાર હોઈ છે. આપણા ચાર જે આશ્રમો છે બ્રાહ્મચાર્યઆશ્રમ, ગૃહસ્થશ્રમ, સન્યાસશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ તેમાનો ગૃહસ્થશ્રમમાં લગ્નની પ્રથા જોડાયેલી છે.

પહેલાના જમાનામાં સ્વયંવર થતા અને કન્યા પોતાના વરની પસંદગી કરતી. સમય બદલાતો ગયો અને પછી માતા પિતા જેમ કહે તેમ સંતાનો કરતા થયાં, અત્યારે ફરી સમય બદલાયો અને હવે સંતાનો કહે તેમ માતા પિતા કરે. આગળ તો ખબર નઈ શું થશે???? કારણ કે આજના યુવાનોનો ધીમે ધીમે લગ્ન ઉપરથી વિશ્વાસ ઓછો થતો જતો હોઈ એવું લાગે છે.

પહેલાના જમાનામાં લગ્ન વડીલો નક્કી કરતા અને સંતાનો વડીલોની પસંદોને રાજી ખુશીથી સ્વીકારતા અને સાથે સાથે વરસો વિતાવતા, લગ્ન પહેલા એકબીજાને જોયા પણ ના હોઇ,  એકબીજાનું નામ લીધા વગર " ક્વ છું સાંભળો છો " " અમારા એ " અરે મેં મારાં માતા પિતાને પણ એકબીજાનું નામ લઈને બોલાવતા નોહતા સાંભળ્યા. એમ જ સાથે સાથે લગ્નની રજત જયંતિ અને સુવર્ણ જ્યંતી ઉજવતા. કેટલું અદ્ભૂત દાંમ્પત્ય હશે એ!!!! આજની પેઢીને એ વાત કરીએ તો માને પણ નહિ.

પછી આવી આપણી પેઢી લગભગ પચીસ વર્ષ પહેલા. માતા પિતા સારા પરિવારનો મુરતિયો કે સારી છોકરી શોધે, એક બીજાને બતાવે, ખાલી અડધી એક કલાક એક બીજા સાથે વાતચીત કરાવે અને એ એક કે ભાગ્યેજ બીજી મુલાકાત હોઈ નહીંતર એ એક જ મુલાકાતમાં બંને આખી જિંદગી એક બીજા સાથે વિતાવવાનું નક્કી કરી લે છે અને વરસો વિતાવે છે.

પછી આવ્યો આજનો આ ઝમાનો જેમાં બધું સાવ ઊંધુ જ થઈ ગ્યું. સંતાનો એકબીજા સાથે ભણતા હોઈ, એકબીજાને પસંદ કરે, પ્રેમ કરે, માતા પિતાને જણાવે, એ માને તો ઠીક છે અને નો માને તો પણ લગ્ન તો કરી લ્યે. અને એનાથી પણ સાવ જુદો જ અને લગ્નજીવનના પાયા હલાવી નાખનાર એવો લિવિંઈન રિલેશન આવી ગ્યું કે જેમાં હવે કહેવાનું કંઈ બાકી નથી રહેતું. જેમાં સામાજિક મૂલ્યોનો નાશ છે.

સમય પ્રમાણે બદલાવું જોઈએ પરંતુ એટલું બધું પણ નહિ કે આપણે આપણા જીવન મૂલ્યો ખોઈ નાખીએ. અમુક જગ્યાએ ખેતરોમાં પણ આપણે વાડ બનાવીએ છીએ કે જંગલી ઢોર ઢાખર પ્રવેશી ના જાય, કોઈ જંગલી ઘાસ કે નકામા છોડના ઉગે એટલા માટે કેટલી કાળજી લઈએ છીએ તો શું આપણી ફરજમાં નથી આવતું કે આ સુંદર જે લગ્નપ્રથા છે તેનું મહત્વ આજની પેઢીને સમજાવવું જોઈએ??? કે ક્યાંક આપણે તો આપણા લગ્નજીવન દ્વારા આપણા બાળકો સામે ખોટા ઉદાહરણો તો નથી રાખતા ને??? આપણા વ્યવહાર દ્વારા............ ચોક્કસ વિચારજો મિત્રો.


તમને શું લાગે છે??? મને કમેન્ટસ દ્વારા તમારા વિચારો ચોક્કસ જણાવશો. ફરી મળીએ ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

આજ જન્માષ્ટમી.......

હું કહુંને તમે આપો તો માંગણી જેવું લાગે, પરંતુ માંગ્યા વગર આપો તો લાગણી જેવું લાગે....