જીવનનું પ્રશ્નપત્ર / Life's question paper
ૐ
જીવનનું પ્રશ્નપત્ર
મને લખવાનું ગમતું. જોકે હું વિધાર્થીની કોમર્સની રહી પણ સાહિત્યનું આકર્ષણ મને હંમેશાથી રહ્યું. મને ચિત્રો દોરવા ગમતા, હજીએ ગમે છે ક્યારેક મરજી થાય તો ચિત્ર બનવું છું. લખવાનું પણ ગમતું પહેલા લખતી પરંતુ ત્યારે પોતા સુધી જ બધું સીમિત હતું. સમય જીવનમાં ક્યારે શું વળાંક લઈ આવે તેની કોઈને ખબર નથી હોતી. આપણને જો ખબર હોય તો તૈયારી પણ કરીએ પરંતુ જીવનનું પ્રશ્ન પત્ર ક્યારેય ફૂટતું નથી. ત્યાં રોજનું રોજ ભણવાનું અને રોજ પરીક્ષા આપવાની. જોકે પરીક્ષાનું નામ સાંભળીને ભલભલા હલી જાય. જયારે સ્કૂલની પરીક્ષાઓ આપતાં ત્યારે તો કેટલી તૈયારીઓ કરતા. મારાં જેવા સવારના પંખી જે વહેલા ઉઠીને વાંચે, અમુક રાતના રાજા જે અડધી રાત સુધી વાંચે અને એક વિષયની એક ચોપડી અને એમાંથી જ પ્રશ્ન પુછાવવાનો હોઈ. આપણને આવડતું પણ હોઈ તોયે છેલ્લે સુધી ગોખણપટ્ટી ચાલુ હોઈ. પરીક્ષાઓ પૂરી થાઈ એટલે બધા રાજા. પછી તો પરિણામ આવે ત્યારે ત્યારની બરોબર ને!!!
પણ જીવનની પરીક્ષામાં એવુ નથી થતું. તેની કોઈ ચોપડી નથી, તેનું કોઈ પુનરાવર્તન નથી. દરેક જીવન નામની નિશાળના વિદ્યાર્થી છે અને જન્મથી લઈને મરણ પર્યન્ત છે.
આપણે દરરોજ કંઈને કંઈ શીખીએ છીએ. અને આ શીખવાની ધગસ આપણે જીવતા રાખે છે. દુનિયામાં ઘણું બધું જાણવાનું છે, શીખવાનું છે પરંતુ આપણી જિંદગીમાં આપણે બધું નથી શીખી શકતા કે જાણી શકતા.
મનુષ્ય એક પ્રગતિશીલ અને વિકાસશીલ પ્રાણી છે. હંમેશા તેને નવું જાણવું માણવું શીખવું ગમે છે. જો એવું ના હોત તો આ દુનિયામાં આટલા બધા આવિષ્કારો ના થયાં હોત. તમે કહેશો કે દરેક જણ કંઈ વૈજ્ઞાનિક ના બની શકે. સાચી વાત છે દરેક દીવો સુરજ ના બની શકે પરંતુ એ દીવો જે જગ્યાએ છે ત્યાં તો પ્રકાશ પાથરી જ શકે છે. બધાની કિસ્મતમાં બધું પ્રાપ્ત કરવાનું નથી હોતું પરંતુ જે આપણે જોઈએ છે તેને પ્રાપ્ત કરવાની હિંમત અને શક્તિ તો આપણામાં હોવી જ જોઈએ. આ હિંમત કે શક્તિ ક્યાંય બહાર દુકાન કે મોલમાં નથી મળતી. તેને અંદરથી જગાડવી પડે છે. કોઈ પણ વસ્તુ કરવા માટે જો એક વખત તમે હિંમત કરી ગયા તો પછી કોઈની તાકાત નથી કે રોકી શકે બસ હિંમત એક જ વખત કરવાની હોઈ છે. સાથે સાથે બીજાનું સારુ કરવાની ભાવના પણ હોવી જોઈએ. જયારે આપણે સાચી નિતીથી, હિંમતથી અને બીજાના કલ્યાણની ભાવનાથી તમે કંઈ પણ કરો તો એ ઈશ્વરની પૂજા સમાન જ છે. આથી જ્યાંથી પણ કંઈ શીખવાનું મળે શીખતાં રહો કારણકે શીખતાં રહેવાની ભાવના, નવું જાણવાની જિજ્ઞાસા માણસને ક્યારેય માનસિક વૃદ્ધ નથી થવા દેતા. આથી પોતાનો દીવો ખુદ પોતેજ બનવું પડે છે.
સાચું ને મિત્રો! તમારું શું કહેવું છે ચોક્કસ જણાવશો. ફરી મળ્યે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો