ક્યારેય નિરાશ ના થવું / Never give up
ૐ
ક્યારેય નિરાશ ના થવું / Never give up
પણ આ જિંદગીમાં સફળ પણ એ જ થાઈ છે કે જે ક્યારેય હિંમત નથી હારતા. આવશે ડગલેને પગલે ચૂનોતિઓ જિંદગી આપશે પણ આપણે કેવી રીતે જીવવું એ આપણા હાથમાં છે. પૂરી હિંમતથી સામનો કરવાનો છે. જીવન છે તો સુખ દુઃખ બધું છે અને કંઈ પણ કાયમી નથી રહેતું ના સુખ ના દુઃખ. આ સમય પણ વીતી જશે પછી તે સારો હોઈ કે ખરાબ. પોતાના સાથે હોઈ તો ગમે તે દુઃખ પસાર થઈ જાઈ પરંતુ પોતાનું જ દુનિયામાં એકલા છોડી ચાલ્યા જાઈ તો પોતાને સાંભળવું અઘરું છે. દરિયાના તોફાનોની ખબર કિનારે ઉભેલાને ના હોઈ, એ તો એજ સમજે જેણે દરિયામાં એનો સામનો કર્યો હોઈ.
હંમેશા મિત્રો તમારા અમૂલ્ય સમયને સારા કર્યોમાં, નવું શીખવામાં ઈન્વેસ્ટ ( invest ) કરજો નકે વેસ્ટ ( vest) બરબાદ. શીખવાની કોઈ ઉંમર નથી અને નવી વસ્તુ શીખવા માટે હંમેશા તત્પર જ રહેવું જોઈએ. શીખેલું ક્યારેય વ્યર્થ નથી જતું. એ ગમે ત્યારે કામ આવે આવે ને આવે જ. જયારે કંઈ શીખતાં હોઈ તો એને પુરા દિલથી કરવું અને જ્યાં સુધી એને મેળવી ના લઈએ ત્યાં સુધી એ કાર્ય કરતા જ રહેવું. પછી ભલે તેમાં ગમે તેટલી વાર લાગે કે ગમે તેટલા પ્રયત્નો કરવા પડે પણ કયારેય પીછેહટ નો કરવી giveup નો કરવું.
મારી વાત કરું તો મેં મારી મનગમતી નોકરી માટે એક જ જગ્યાએ પાંચ કરતા પણ વધારે ઇન્ટરવ્યૂ વગેરે આપ્યા. અહીંયા ડ્રાયવીંગ લાઇસન્સ લેવું અઘરું છે હું અગિયારમાં પ્રયત્ને પાસ થઈ પણ મેં જ્યાં સુધી તે મેળવીના લીધું ત્યાં સુધી મેં છોડ્યું નહિ. આ મારી સકારાત્મકતા છે, આ કદાચ બીજાને નાનકડી બાબત લાગે પરંતુ આવા નાના પ્રયત્નો મને હંમેશા મારી જિંદગીની મોટામાંમોટી ચૂનોતિઓ સામે લડવાની ખુબ હિંમત આપી છે. આ ચૂનોતીઓને મેં પગથિયાં બનાવી આગળ વધવાનું નક્કી કરી લીધું છે.
તો મિત્રો આપણું આત્મબળ અને મનોબળ હંમેશા મજબૂત રાખવું કારણકે મજબૂત મનોબળ અને સકારાત્મક વલણ ગમેતેવી મોટી ખરાબ પરિસ્થિને નાની બનાવી દયે છે. તો મિત્રો never give up and keep fight again and again કારણ કે જિંદગી છે તો ચુનીતિઓ તો ડગલે ને પગલે છે. જીતે એ છે જેની પાસે આત્મબળ, સકારાત્મકતા અને હિંમત નામના મિત્રો છે. ગમે તેવી નિરાશા હોઈ તેમાં કોઈને કોઈ આશાનું કિરણ છુપાયેલું હોઈ જ છે. બસ થોડી નજર કેળવવાની જરૂર છે.
તો ચાલો મિત્રો હંમેશા નવું નવું જાણતા રહો નવું નવું શીખતાં રહો અને જિંદગીના બધા દિવસોની મજા માણતા રહો. તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏





👌🏽
જવાબ આપોકાઢી નાખોTipe tipe sarovar bharay em Nana prayant thi safal ta mle chiti ketli mhent kre che tyare enu jmvanu store kre che👍👌👌👌
જવાબ આપોકાઢી નાખોRight very nice 👍
વાહ! વાહ!! ખૂબ પ્રૌહીત અને હીમત આપનાર પૌસૌટીવ article. Useful for all. 👌👌👍
જવાબ આપોકાઢી નાખો