Pre-wedding and post-wedding

 ૐ

Pre-wedding and post-wedding


હમણાં આપણે ઘણી ગંભીર વાતો કરી. આજ થોડા હળવા થઈએ.

આજ આ માથાળું અંગ્રેજીમાં જ રાખીએ કારણ કે આ અંગ્રેજોનું જ અનુકરણ હશે આપણે તો પ્રિલગ્ન ફોટા   વિડિઓ તો ઉતારતા નોહતા પહેલા,  પણ હવે તો ફેશન થઈ ગઈ છે. આજની પેઢી ખુબ સરસ pre-wedding ના ફોટા અને વિડિઓ બનાવે છે જાણે આપણે કોઈ નવા કલાકારોની ફિલ્મ ના જોતા હોઈ એવુ લાગે. ખર્ચા પણ બહુ કરે છે, સુંદર લોકેશન માટે, સુંદર વસ્ત્રો માટે અને કેમેરા ને બધું ખુબ સરસ વાપરે છે અને આટલી સરસ નાનકડી ફિલ્મ જેવું બનાવે કે જાણે કોઈ નવી ફિલ્મ જ જોઈ લ્યો.

ખુબ સારી વાત છે. જિંદગીની એક યાદગીરી છે. વડીલો પણ પોતાના વિચારો બદલી આ નવી પેઢીની નવી રીત અપનાવી લીધી છે અને ખુશી ખુશી તેમની ઈચ્છાઓને સ્વાકારી લે છે. એમાં પણ સરસ મજાની script હોઈ, સુંદર ગીતો હોઈ, હજુ તો લગ્ન પણ ના થયાં હોઈ તો પણ લાગે કે જાણે સાત જન્મોથી સાથે જ હોઈ એવો પ્રેમ દેખાઈ. અદ્ભૂત!! ખરેખર ખુબ સુંદર. આપણા ટાઈમમાં ખાલી ફોટા અને વિડિઓ જ હતા પણ ખાલી દુલ્હન મહેંદી વાળા હાથ વરરાજાને બતાવતી હોઈ ને, વરરાજો વળી એમાં એના નામનો અક્ષર શોધતો હોઈને, માથાના ફૂલો સરખા કરતા હોઈને, ખુરશીની પાછળ એક ઉભું હોઈને એકને બેસાઈડુ હોઈને, એમાં વળી ફોટાવાળો ભાઈ ઘડીક આમ ડાચું ફેરવાવે ને ઘડીક ખભે હાથ મુકાવે ને ઘડીક ઉંચુ જોવડાવે ને ઘડીક ક્યે સાઈડમાં જોવ ને કંઈ કંઈ કરાવે. પણ અનીય મજા હતી. આ બધી યાદગીરી હોઈ છે. જેને વરસો પછી જોવાની, જૂની યાદો તાજી કરવાની ખુબ મજા આવે. સાચુંને મિત્રો!!!!

હવે મને આજ એક નવો વિચાર આવ્યો જોકે ઓરીજનલ મારો નથી મારાં પતિદેવનો હતો પણ મને ખુબ ગમ્યોતો એટલે તમને ક્વ છું. જયારે એને એ વિચાર આવ્યોને મને વાત કરી ત્યારે મને યાદ છે અમે ખુબ હસેલા કલાક સુધી. પણ હવે એ બધી મારી માટે અમારી એ સુંદર યાદો છે જે મારાં જીવવાનું કારણ છે. પણ તમને ગમે તો ચોક્કસ અમલ કરજો.
જેવી રીતે આપણા બાળકો અત્યારે pre-wedding ના વિડિઓ બનાવે છે તેમ આપણે post-wedding ના વિડિઓ બનાવવા જોઈએ. આમેય પણ સાંઈઠ પછી ( after 60) આપણા જીવનના જે વર્ષો છે તે બોનસ છે અનેય જો એમાં તંદુરસ્તી સારી હોઈ તો સોને પે સુહાગા. તો આ    pre-wedding નો વિડિઓ હોઈ તો પછી post-wedding વિડિઓ પણ હોવો જોઈએ. જેમાં હિંચકે બેસી બંને હીંચકતા હોઈ, પોતાના સંતાનોના સંતાનોને રમાડતા હોઈ, એક બીજાને વિક્સ ચોપડી દેતા હોઈ, બીપી ડાયબિટીસ ની દવાઓ ખવડાવતા હોઈને, ગરમપાણીની બેગ (hot water bag ) કરી દેતા હોઈને,બત્રીસીના ચોખટા આપતા હોઈને, એકબીજાનો હાથ જાલી પાર્કમાં ફરવા જતા હોઈને,  ભગવાનના મંદિરમાં પૂજા કરતા હોઈ માળા ફેરવતા હોઈને વગેરે વગેરે વગેરે...................
તો બોલો મિત્રો કેવો વિચાર છે?? મને તો ખુબ ગમ્યોતો પણ મારે કામનો નથી. તમારે અમલ કરવો હોઈ તો ચોક્કસ કરવા જેવો ખરો. આપણનેય અફસોસ ના રહે કે આપણી ફિલ્મ બની નહિ. અને મુખ્ય વાત કે આ post-wedding ના વિડિઓમાં જે પ્રેમ હશે તે સાચો અને અનુભવની આગમાંથી પસાર થયેલો પરિપક્વ હશે ખાલી દેખાડો નહિ.

તમને શું લાગે છે?? મિત્રો ચોક્કસ જણાવશો. ફરી મળીએ ત્યાં સુધી વિચારતા રહો વાંચતા રહો અને શામડિવાઇનના પ્રણામ સ્વીકારતા રહો   🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

આજ જન્માષ્ટમી.......

સુખી થવું અઘરું નથી પણ બીજા કરતા વધારે સુખી થવું એ મુશ્કેલ છે../It is not difficult to be happy but it is difficult to be happier than others.