કર્મોની સુગંધ / The scent of karma

 ૐ

કર્મોની સુગંધ

મેં એક વાક્ય વાંચ્યું કે, " દીકરાને ધરતી પર આવવાનું થયું ત્યારે ભગવાને કહ્યું જા તારા પિતાને મદદ કર અને દિકરીને આવવાનું થયું ત્યારે કહ્યું કે હું તારા પિતાને મદદ કરીશ ", એવું થાઈ છે શું??? ખરેખર!!! એવું હશે???

આજ આપણે કહેવા માટે તો ખુબ જ આધુનિક થઈ ગયા છે. આપણા ઘરો ખુબ મોટા બની ગયા છે, અંદર પણ આરામની બધી જ સગાડતાઓ, આપણી રહેણી કેણી પણ આધુનિક, આપણો ખોરાક પણ આપણે દુનિયા ભરની બધી જ વાનગીઓ ખાતા અને બનાવતા થઈ ગ્યા છે, પહેરવા ઓઢવામાં તો આપણે પશ્ચિમી દેશોને પણ પાછળ છોડી દીધા છે. ભણતરમાં પણ ખુબ પ્રગતિ પણ શું આપણા વિચારોમા બદલાવ આવ્યા છે????

તમે કહેશો ચોક્કસ બદલાયા છે. પણ હું કહીશ બહારથી ચોક્કસ બદલાયા છે પરંતુ અંદરથી તો હજુ અઢારમી સદીના એ જ વિચારો છે.

આપણે હજુ પણ સમાજમાં દીકરા દીકરી વચ્ચે ભેદભાવ જોઈએ છે, હજુ ઘણી દીકરીઓ સાસરિયાના ત્રાસથી મોતને વહાલું કરે છે, હજુ ઘણી માતાઓ પુત્ર માટે દીકરીનો ગર્ભપાત કરાવે છે, હજુ આધુનિક કહેવાતા મા બાપો પોતાની દીકરીઓને  પુત્ર જેટલી સરખી મિલ્કતની અધિકારી નથી ગણતા, હજુ પણ દીકરીઓને બોજ સમજવામાં આવે છે, હજુ પણ સમાજમાં એમ માનવામાં આવે છે કે દીકરો હોવો જોઈએ વંશ આગળ ચલાવા માટે. શું ખરેખર હજી આવા વિચારો વાળા લોકો નથી જોવા મળતા??? એ પણ પાછા ભણેલા ગણેલા લોકો.

જયારે મેં ઉપરનું વાક્ય વાંચ્યું ત્યારે થયું કે જાણે દિકરી કોઈ બોજ હોઈ!!! આપણા માતા પિતા એવું બધું માને એ સમજાઈ કે તેઓની પેઢી આપણા કરતા થોડી જૂની પરંતુ આપણે અત્યારના ભણેલા ગણેલા કહેવાતા લોકો પણ જો એવું માનતા હોઈએ તો ઘણું દયનિય કહેવાય. ઘણી વખત એક કરતા વધારે દીકરીઓ હોઈ તો માતાને એની જીમેદાર ગણવામાં આવે જોકે એની માટે માતા પિતા બંને સરખા જ જવાબદાર હોઈ છે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ છે.

માટે કવ છું આધુનિક વિચારોથી બનો.  દીકરા દીકરી બંને સરખા, બંનેને ખુબ ભણાવો, બંનેને આત્મનિર્ભર બનાવો, ખુબ સારા સંસ્કાર આપો. આજ સમાજમાં ઘણાય ઉદાહરણ જોવા મળશે કે દીકરીઓ પિતાને પરિવારને દીકરાની જેમ સાચવે છે અને આર્થિક રીતે પણ મદદરૂપ બને છે. ઘણા એવા કિસ્સા પણ છે કે જ્યાં વિધવા પુત્રવધુઓ પોતાના માબાપની જેમ જ સાસુ સસરાને સાચવે છે.

જો દીકરાથી જ પરિવારનો વંશ ચાલતો હોત અને નામ રહેતું હોત તો જલારામ બાપાને કોઈ યાદ ના કરત કારણ કે એને દિકરી જ હતી, સ્વામી વિવેકાનંદને આજ પણ લોકો યાદ ના કરત કારણ કે એનો વંશ જ નથી. આપણે તેઓને આટલા વર્ષો પછી પણ યાદ કરીએ છીએ કારણ કે તેમના  કર્મો મહાન છે. માટે કર્મોને મહાન બનાવો. કર્મ સારા હશે તો વગર વંશે પણ પૂજાશો અને કર્મો ખરાબ હશે આપણા કે સંતાનોના તો ખબર પણ નહિ પડે કે ક્યારે આવ્યા ને ક્યારે ગયા.

ગાંધીજી, આપણા રાષ્ટ્રપિતા જેને આખી દુનીયા ઓળખે છે પરંતુ આપણે એમના પુત્રોને ઓળખીએ છીએ????એમના જીવન વિશે જાણીએ છીએ??? ચોક્કસ ના, કારણકે મહાત્મા ગાંધીને આપણે એના કર્મોથી ઓળખીએ છીએ. તો મિત્રો દુનિયામાં આવવું આપણા હાથમાં નથી, પણ દુનિયામાં શું મૂકીને જવું એ ચોક્કસ આપણા હાથમાં છે.  તો ચાલો સારા કર્મોની સુવાસ મૂકીને જઈએ કે આપણને યાદ કરવા માટે દીકરા દીકરીઓ કે આપણો વંશ, કુટુંબ કે પરિવાર નહિ પણ આપણા સત્કાર્યો હોઈ જે હંમેશા આપણી સાથે અને આપણા પછી પણ આપણને દુનિયામાં જીવતા રાખે.

તો આ વિશે તમારું શું કહેવું છે મિત્રો?? ચોક્કસ કમેન્ટ લખી જણાવશો. બધાને ધુળેટીની ખુબ ખુબ શુભકામનાઓ. ધુળેટીના સુંદર રંગો જેવા આનંદના રંગો હંમેશા જીવનમાં ભર્યા રહે એવી શુભકામના. ફરી મળ્યે ત્યાં સુધી સ્વસ્થ રહો અને મસ્ત રહો. શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!