આત્મહત્યા કે હત્યા?? / Suicide or muder ??
ૐ
આત્મહત્યા કે હત્યા
કદાચ હશે!!!! મારી પાસે એનો જવાબ નથી પરંતુ આત્મહત્યા કરવી એ દુનિયાનું સૌવથી મોટું પાપ છે. બધા જ ધર્મમાં આત્મહત્યા જેવા પાપની કોઈ માફી નથી. મેં ઘણા આવા કિસ્સાઓ જોયા છે સાંભળ્યા છે અને બને પણ છે સમાજમાં. આવું આત્મહત્યા જેવું પગલું ભરવાવાળા ભણેલગાણેલા લોકો વધારે હોઈ છે. આજ દુનિયામાં ક્યાંની ક્યાં પોચી ગઈ છે પરંતુ આવા કિસ્સા જોઈએ અને સાંભળીએ ત્યારે થાઈ કે હજી આપણે છે ત્યાં જ છીએ. સમાનતાની વાતો તો કરીએ છીએ કે દીકરી દીકરો સમાન, દીકરીને વહુ સમાન દીકરો ને જમાઈ સમાન પણ હકીકતે આવુ છે ખરું?????
આજના youtube વાળા કિસ્સામાં દીકરીને સાસરામાં દુઃખ હશે, સાસરિયા વાળા હેરાન કરતા હશે, માનસિક શારીરિક ત્રાસ પણ આપતા હશે પરંતુ એ દીકરીને એના માતાપિતાએ એટલું ભણતર તો આપાવ્યું જ હતું કે એ પોતાના પગ ઉપર ઉભી રહી શકત. પોતાના માં બાપનો સહારો બની શકત, આ દુનિયામાં એવા ઘણા દુઃખી લોકો છે જેને સેવાની જરૂર છે એની સેવા કરી પોતાનું અને બીજાનું જીવન ધન્ય બનાવી શકી હોત, પોતે હિંમતથી પોતા માટે અને પોતાજેવી પરિસ્થિતિમાં સપડાયેલ બીજી દીકરીઓની મદદ કરી શકી હોત......આવડું મોટું આત્મહત્યા જેવું પગલું ભરી પોતાના માતાપિતા અને પરિવાર ને દુઃખમાં ડુબાડીને ઈશ્વરની નજરામાં પોતે જ ગુનેગાર બની ગઈ.
ખરેખર શું કોઈપણ દુઃખને દૂર કરવાનો અંતિમ ઉપાય મોત છે?????? ના બિલકુલ નહિ. દરેક વસ્તુની શરૂઆત હોઈ તો તેનો અંત પણ હોઈ જ છે. બસ થોડી ધીરજની જરૂર હોઈ છે.
આપણે બધા સમાજ સુધારા વિશે વાતોતો ઘણી કરીએ છીએ પણ શું એ સુધારાની શરૂઆત આપણા પરિવારમાં થઈ છે કે નહિ તે તપાસીએ છીએ???? આપણે લગ્ન વખતે જે ભેટો મળે છે એની ક્યારેય ઘસીને ના પાડીએ છીએ??? પછી ભલે છોકરી વાળા હોઈ કે છોકરાવાળા. ક્યારેય દીકરાના બાપે કે વરરાજાએ ક્યારેય કીધું છે કે અમારે તમારી દીકરી પહેરેલ કપડે જ જોઈએ છે???? કોઈ દીકરીના બાપે કીધું છે કે મારે મારો દીકરો ને દીકરી બેય સરખા છે હું મારી દીકરીને સાસરે મોકલું છું પણ ધ્યાન રાખજો મારી દીકરી મારું અભિમાન છે અમે અમારી દીકરી ને માન માર્યાદાના સંસ્કારોની સાથે અન્યાય સામે વિરોધ કરવાનું, પોતાના આત્મસમાનની રક્ષા કરવાનું પણ શીખવ્યું છે. દીકરીઓએ પણ પોતાની ભણતરને અભિમાન નહિ શક્તિ બનાવવાની છે માવતર સાસરિયાની માન મર્યાદા તો જાળવવાની છે પરંતુ આત્મસમ્માનના ભોગે નહિ.
દીકરાઓની પણ એટલીજ જવાબદારી છે જેટલી કે દીકરીઓની. પોતાની પત્ની, બેન, મા, ભાભી બધા જ સાંબધોને માન સમ્માન આપવું જોઈએ. પોતે પોતાની જાતને એટલી કાબિલ તો બનાવવી જ જોઈએ કે પોતાના પરિવારનું ભરણ પોષણ પોતાના દમ પર કરી શકે નહિ કે પત્નીની આવક કે તેના પીયરિયામાં પત્ની દ્વારા માંગ કરાવીને.
બધી જ સમસ્યાનો ઉકેલ છે જ પણ આત્મહત્યા કરવી એ ઉકેલ તો નો જ હોઈ શકે............ એવું મારું દ્રઢપણે માનવું છે. તમારું શું કહેવું છે મિત્રો ચોક્કસ જણાવશો. ફરી મળીયે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏




ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો