એક ધ્યેય તો હોવુંજ જોઈએ / There must be a goal
ૐ
એક ધ્યેય તો હોવુંજ જોઈએ
મારો એક મિત્ર છે. એક દિવસ મને કહે કે હમણાં ખુબ કંટાળો આવે છે ચાલને જરાં રજાઓ કરી આવીયે. મેં કહ્યું કે ના ભાઈ મારે ઘણું કામ છે અને આવતા અઠવાડિયે મારે અહીંયા રહેવું જરૂરી છે. પરંતુ મેં એને પૂછ્યું કે તું કઈ બાજુ જવાનો વિચાર કરે છે એટલે મારો મિત્ર કહે કંઈ પાકું નથી જઈએ જ્યાં પહોંચ્યે ત્યાં એમ કહી એ તો ચાલ્યો ગયો પણ આ સાંભળી હું થોડો વિચારમાં પડી ગયો!!! જોકે આ મારો મિત્ર થોડો નફીકરો છે અને તેનું કાંઈ નક્કી નહિ ગમે ત્યારે મન પડે તેમ કરે અને કંઈ થાઈ નહિ એટલે ફરીને પાછો હોઈ ત્યાં જ આવી જાઈ. અમે ઘણી વખત એને સમજાવતા પણ એ એમ જ કહે કે મને મજા આવે એ જ હું કરીશ.
પણ શું આવી રીતે દિશાહીન જીવવું યોગ્ય કહેવાય???? આવી રીતે કોઈ પણ ધ્યેય વગર ભટકવું ક્યાં જઈને અટકે???
આ આજના યુવા વર્ગની સૌવથી મોટી સમસ્યા છે. આજના યુવા વર્ગ માં લગભગ પચીસ ટકા લોકો જ એવા હશે કે જેને એના જીવનમાં શું કરવું અને શું મેળવવું તે ખબર હોઈ છે બાકી પીંચોતેર ટકા કોઈ પણ ધ્યેય વગર દિશાહીન જ ફરતા હોઈ છે.
મને લાગે છે કે દરેકના જીવનમાં કોઈને કોઈ ધ્યેય હોવુંજ જોઈએ. મોટાભાગના લોકોનું ધ્યેય વધુને વધુ પૈસા કમાવવા, પરિવારને બધી ભૌતિક સુખસગવડતાઓ અપાવવી વગેરે હોઈ છે. સ્ત્રીના જીવનનું ધ્યેય પોતાના પરિવાર બાળકોને સુખી જોવાનું અને ઘર પરિવાર સંભળવા એ હોઈ છે. પણ આ બધાને હું આપણી ફરજ કહીશ જે દરેકને પૂરી કરવાની જ હોઈ છે. જીવનમાં સમજણ આવે પછી બે ધ્યેય નક્કી કરવા યુવાની માટે કે જીવનમાં શું મેળવવું છે અને ઘડપણ માટે કે જે મેળવ્યું છે તે ધન હોઈ કે અનુભવ કેવી રીતે બીજાને આપવા અને ઉપયોગી થવું.
પણ આપણી પાસે એવું કોઈ ધ્યેય છે કે જયારે આપણે આપણા પરિવારની ફરજોમાંથી મુક્તિ મળે પછી પણ જીવનને બામણા વેગથી જીવવાની ગતિ આપે??? તમે કહેશો કે જ્યાં પરિવારની ફરજો પૂરી કરી લઈએ ત્યાં તો શરીર પતી જાઈ છે અને કંઈ કરવાની તાકાત પણ નથી રહેતી. સાવ સાચી વાત છે ઘડપણ બહુ અઘરું છે. પણ જો તમારી પાસે કઈંક ધ્યેય હશે તો એ દિવામાનું તેલનું કામ કરે છે. એટલે કે જીવનમાં નવી તાજગી ભરે છે.
ભલે મોટા ધ્યેય ના હોઈ નાનકડા હોઈ પણ હોવા જોઈએ. કોઈ સેવા કાર્યનું હોઈ, કંઈ નવું શીખવાનું હોઈ, કોઈ જગ્યા જોવાનું હોઈ કે પછી પોતાની એવી કોઈ ઈચ્છા હોઈ કે જે પોતાની ફરજો પૂરી કરવામાં દબાઈ ગઈ હોઈ કે સમય જ ના મળ્યો હોઈ તો એ પુરી કરવી. આવા અનેક ધ્યેય નક્કી કરી શકાઈ. જો તમારી પાસે કોઈ હેતુ કે ધ્યેય હશે તો તમે એ દિશામાં ચાલી શકશો. વગર ધ્યેય કે હેતુ તમે આમ તેમ ભટકશો અને સમય જ બગાડશો.
એક વિદ્યાર્થી પાસે પણ એક ધ્યેય હોવુંજ જોઈએ નહીંતર એ પણ એના જીવનના કિંમતી ને અમૂલ્ય વર્ષો મોજ મસ્તી કે શું કરવું એ નક્કી કરવામાં જ બગાડશે અને આમ તેમ ભટકશે. જો કોઈ દયેય હશે તો એ દિશામાં ચાલવાનો રસ્તો મળશે જ અને રસ્તો હશે તો એ ધ્યેય, એ શુભ હેતુ પણ પૂરો થશે જ. ધ્યેય વગરનું જીવન અંધારામાં ફાંફા મારવા જેવું છે.
બરોબર ને મિત્રો!!!! તમારું શું કહેવું છે??? ચોક્કસ જણાવશો. ચાલો ત્યારે ફરી મળીયે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો