આજ વાત સગપણની અને લગ્નની...../ This is about engagement and marriage .....

 

આજ વાત સગપણની અને લગ્નની.....



સગપણ, સગાઇ એવો સરસ રિવાજ કે બે વ્યક્તિઓને ભવિષ્યમાં એક થશે એની રજામંદી અને સગપણના દિવસથી લઈ લગ્નના દિવસ સુધી દરરોજ સ્વપ્ન જોવા અને એ વ્યક્તિની સાથે પ્રેમ થઈ જવો. હા! આવું બધું બાવીસ પચીસ વર્ષ પહેલા થતું. અત્યારે તો બધું બોવ જુદું છે. જો કે સમય પ્રમાણે બધું બદલાઈ પણ ખરું. અત્યારે તો બધું બાળકો નક્કી કરે છે અને માતા પિતાને જાણ કરે એટલે મા બાપ એમની ફરજ પૂરી કરી દયે. અત્યારે સગપણ એટલે બેજ વ્યક્તિઓનું જોડાણ થાય. જયારે પહેલા વર કન્યાના લગ્ન નહિ પરિવારોના લગ્ન થયાં કહેવાય.આજથી થોડા વર્ષો પહેલા પરિવારો ભેગા થતા અને કન્યા અને મુરતિયાને મેળવતા અને પછી બધું જ પરિવારના લોકો નક્કી કરતા. કંકોત્રીથી માંડીને જમણવાર સુધીનું બધું જ ઘરના વડીલો નક્કી કરે. અત્યારે વર કન્યા બધું જ એમની પસંદનું નક્કી કરે અને ઘરના સભ્યોને જાણ કરે. ખર્ચાઓ પણ ખુબ મોટા મોટા કરે પછી બે ચાર વર્ષમાં તો છૂટાછેડાનું પણ સંભળાય.


અત્યારે તો સગાઇ અને લગ્નની વચ્ચે સમય પણ બોવ નથી રાખતા. પરંતુ પહેલા તો સગાઇ લગ્નની વચ્ચે ઘણો સમય રહેતો. તે સમયમાં મોબાઈલ પણ નોહતા. ભેગું હરવા ફરવાનું તો ઠીક પણ વાત પણ ના થતી. બસ પત્રની લેવડ દેવડ થતી. જોકે મારે એવો અનુભવ નથી કેમકે મારે એક જ દિવસમાં સગાઇ લગ્ન બધું જ થઈ ગ્યું એટલે. પણ આની પણ મજા છે લગ્ન થાઈ ત્યાં સુધી એકબીજા વિશે જાણવાની તાલાવેલી, એકબીજાની પસંદ નાપસંદ, મનોમન એકબીજાને ચાહવા વગેરે વગેરે...... આ બધો અંદાજ લગાવતા હોઈ છે સાચી શરૂઆત તો લગ્ન પછી જ થાઈ છે. અત્યારે સમય અલગ આવ્યો બધું પહેલા થાઈ છે ખાલી લગ્ન જ પછી થાઈ છે.
એમાં વળી નવું આવ્યું લિવઈન રિલેશન જેમાં લગ્ન કે સગાઇ પહેલા સાથે રહે અને પછી એકબીજાને લાગે તો લગ્ન કરે નહીંતર બંને પોતપોતાના રસ્તે.... આ જોકે આપણી સંસ્કૃતિ નથી, આ લિવઈન રિલેશન પશ્ચિમી સંસ્કૃતિની દેન છે પણ ભારતમાં પણ આ લિવઈન સંબધો વધી રહ્યા છે. ક્યારેક થાઈ કે આ સમાજનું જે બંધારણ છે એજ હલી જશે. પશ્ચિમી સંસ્કૃતિ તો પહેલાથી જ ખુબ આગળ પડતી છે પણ ભારતીય સંસ્કૃતિમાં થોડું વધારે પડતું લાગે પણ શું કરીએ???



અત્યારે દેખાદેખી ખુબ વધી ગઈ છે. બધામાં આંધળું અનુકરણ કરવું પણ સારુ નહિ.

પ્રેમ લગ્ન ( love marriage) અને ગોઠવણ વાળા લગ્ન ( arrange marriage) બંનેના પોતપોતાના ફાયદાઓ અને ગેરફાયદાઓ છે જેના વિશે પછીના બ્લોગમાં વાત કરશું.

પરંતુ સગાઇ, લગ્ન અને લિવઈન  રિલેશનની આ બધી પ્રથાઓ ઉપર તમારા શું વિચારો છે તે મને ચોક્કસ જણાવશો. ફરી મળીયે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

  1. Darak ni maryada hoi limit ma bdhu barabr ....baki ati ne koi gti nhi aa maru manvu che .............,.................your things is right live-in relationship e apdi sanskriti nthi

    Very nice 👌👌👍🏻






    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday