સમય / Time

 🕉

સમય / Time

જિંદગીમાં ક્યારેય કે કંઈ પણ એકસરખું નથી રહેતું. આપણે એમ ના કહી શકીએ એ કે ગઈકાલનો દિવસ આજના દિવસ જેવો હતો. કદાચ સરખો હોઈ પણ કઈંક તો જુદું હોઈ જ. હવે આ જુદું શું છે? તે શોધવું રહ્યું.

હમણાં અમારે ઈસ્ટરની બે અઠવાડિયાની રાજાઓ ચાલી રહી છે. આજ ખુબ સરસ સવાર છે ચાલો થોડું ચાલી આવીયે. ભરતદેશની શિયાળાની તાજગીભરી સવાર એટલે ઇંગ્લેન્ડની ઉનાળાની સવાર. જયારે ભણતા ત્યારે  દરરોજ સાંજે ગુરુકુળમાં સાત વાગ્યે જમવાનું અને પછી લગભગ પંદર મિનીટ મેદાનમાં મિત્રો સાથે ગપ્પા મારતા મારતા ચાલવાનું. આ દરોજનું નિયમિત હતું ત્યાં અને ખુબ મજા આવતી. અત્યારે જયારે સવારે ચાલીને કામે જાવ ત્યારે અચૂક ગુરુકુળ ને એ મિત્રોને યાદ કરું. એ પછી હવે ટેકનોલોજીનો જમાનો છે એટલે દરરોજ ચાલતી વખતે કોઈને ફોન દ્વારા સાથે લઈ જ લવ. જો તે વ્યસ્ત હોઈ તો ઈશ્વર તો હંમેશા આપણી માટે ફ્રી જ હોઈ છે આપણે જ એને નથી બોલાવતા. આપણને થાઈ કે ક્યાંક આપણા ઈમાનદારીના કે બેઈમાનીના કામમાં ખલેલ નો પડે.

અહીંયા નવો નવો તડકો પડે એટલે મજા આવે અને પછી જેમ આઠ દસ દિવસ એકધારો પડે એટલે એને કોસવાનું ચાલુ થાઈ કે ખુબ ગરમી છે. બહુ ઠંડી પડે તો તકલીફ, ગરમી પડે તો તકલીફ અને બહુ દિવસ વરસાદ પડે તો પણ તકલીફ. આપણને થાઈ કે બધું હંમેશા માપસર જ રહેતું હોઈ તો કેવું સારુ!!! માપનો વરસાદ, માપની ગરમી, માપની ઠંડી. જોકે એવાય દેશો છે કે જ્યાં બધું માપનું હોઈ. પણ આપણે મનુષ્ય છીએ હંમેશા એક જેવી ઘટમાણ જેવી જિંદગી હોઈ તો બધું કંટાણાજનક બની જાઈ. આથી આપણને નવીનતા ગમે છે. આ નવીનતાની શોધ માટે આપણે અવનવા અખતરાઓ કરીએ રાખીએ છીએ.

પણ કુદરત હંમેશા એના સમય પ્રમાણે જ વર્તે છે. સમય થાઈ ત્યારે સૂર્યદેવ બધા દેશોમાં એના આશીર્વાદ આપવા આવી જ જાઈ, સમય થાય એટલે શિયાળો આવી જાય, સમય થાઈ એટલે ઉનાળો આવી જાઈ અને સમય થાઈ એટલે વૃક્ષોમાં પાંદડા આવી જાઈ, ફૂલો ખીલી જાઈ. આમ કુદરત એના સમય પ્રમાણે વર્તે છે.

આ સમયસર બધું કરવું એ કુદરત પાસેથી શીખવું જોઈએ. કદાચ એટલે જ એટલા હજારો લખો વર્ષ સુધી આ પૃથ્વી ટકી રહી હશે. બધું સમયસર કરવું એ ખુબ જ સારો ગુણ છે જે આપણા જીવનમાં અપનાવવો જ જોઈએ.  કુદરતની જેમ માણસ પણ સમય પ્રમાણે જો વર્તે તો જીવન ચોક્કસ સાર્થક બને. એટલે કે સાદો નિયમ જોઈએ તો સુવા ટાઈમે સૂવું, ખાવા ટાઈમે ખાવું, કામના ટાઈમે કામ કરવું એની જેમ બાળપણમાં રમવું, ખુબ ભણવું, જુવાનીમાં કારકિર્દી બનાવવી, પરિવાર બનાવવો, બુઢાપામાં ઈશ્વર ભજન કરવું વગેરે બધું સમયસર હોઈ તો જિંદગી પણ સમયસર બધું આપે છે.

સમય ચુક્યો માણસ ક્યાંયનો નથી રહેતો. એટલે  સમય સૂચકતા વાપરી સમયને સાચવી લેવો. જો આપણે સમય પ્રમાણે સમય સાચવી લઈએ તો સમય પણ આપણને ચોક્કસ સાચવી લે છે. બરોબરને મિત્રો!!! તમારું શું કહેવું છે? ચોક્કસ જણાવશો.

તો તમારું ધ્યાન રાખશો, સ્વસ્થ રહો મસ્ત રહો. ફરી મળીએ ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!