આજ઼ કઈંક હળવી વાતો / today something light

 ૐ

આજ઼ કઈંક હળવી વાતો.



હળવી વાતો એટલે હસવું આવે એવી વાતો. તમે કહેશો કે હંમેશા ગંભીર વાતો કરવાથી આપણે ગંભીર બની જઈએ. તમને યાદ છે છેલ્લે તમે ક્યારે મન મૂકીને અને પેટ પકડીને હસ્યાં?????? મારી વાત કરું તો કદાચ મહિનાઓ થઇ ગયા હશે. પહેલા મને ધીમેથી હસ્તા જ ના આવડતુ. હું જયારે પણ હસ્તી મનમૂકીને હસ્તી અને હસ્યાં પછી એકદમ લાઈટ અનુભવ થતો. જિંદગીમાં અમુક થપાટો એવી જોરદાર હોઈ કે સાલું હસવું જ ભુલાવી દે.

પણ મિત્રો હસવું ખુબ જરૂરી છે જીવનમાં. જે માણસ તેની દરેકે પરિસ્થિતિમાં હસ્તો રહી શકે તેને કોઈ ના હરાવી શકે જીવનમાં. રડવું અને રડાવવું તો સહેલું છે પણ હસવું અને હસવવું અઘરું છે.ઘણી વખત તમે નોંધ લીધી હશે કે જયારે આપણે ચાલતા જતા હોઈ ને સામે કોઈ વગર કારણે એક નાનકડું સ્મિત આપે તો આપણે પણ સ્મિત આપીએ પછી ભલે આપણે એક બીજાને ઓળખતા ના હોઈ અને ત્યારે નોટિસ કરજો તમારા હૃદયમાં કે તમે કેવું અનુભવતા હતા. કયારેક તમારા બાળપણ ના એ દિવસો યાદ કરજો જયારે તમે ખુબ મસ્તી કરી હોઈ ને તમે ખુબ હસ્યાં હોવ. એ દિવસો યાદ કરશો તો વર્તમાનમાં પણ હસવું આવી જશે. ઘણા માણસો તો એટલા ગંભીર હોઈ કે જાણે હાસ્ય સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ ના જણાય. અમારી માધ્યમિક શાળામાં એવા એક પ્રોફેસર હતા વામન સાહેબ, એટલા ગંભીર કે મેં એમને કદી હસ્તા જોયા જ નોહતા જોકે અત્યારે તો બિચારા સ્વર્ગમાં છે પણ માણસ એટલા ગંભીર કઇ રીતે રહી શકે એ મને સમજાતું નથી.

હાસ્ય એ તો દરેક ચહેરાને ઈશ્વરે આપેલું એક અણમોલ ઘરેણું છે જે પહેરવાથી તમે વગર મેકપે સુંદર લાગો. વળી સાવ મફતમાં મળે છે અને  તમે મફતમાં જ બીજાને આપી શકો છો અને મફતમાં જ તમારી સુંદરતા વધારી શકો છો. અત્યારે સવારના પહોરમાં ચાલવા જતા લોકો પાર્કમાં હાસ્ય યોગ કરતા જોવા મળે છે અને જોર જોરથી હસ્તા હોઈ છે. હાસ્ય  એક સકારાત્મક ગુણ છે જે આપણા ચહેરા ઉપર હોઈ તો સામેનો માણસ પણ સકારાત્મકતા અનુભવે છે. જોર થી ના હસી શકો તો નાનકડું સ્મિત હંમેશા ચહેરા ઉપર રાખો. તમે જાતેજ  અનુભવ કરશો. બરોબર ને મિત્રો!!!!


તમારું શું કહેવું છે ચોક્કસ જણાવશો. ફરી મળીયે ત્યાં સુધી શામડિવાઇનના પ્ણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સુખી થવું અઘરું નથી પણ બીજા કરતા વધારે સુખી થવું એ મુશ્કેલ છે../It is not difficult to be happy but it is difficult to be happier than others.

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....